સી.એ. નિખિલ એન્ડ એસોસીએટ્સ આગળ કરણનું બાઈક ઉભું રહ્યું. કપડાં ઠીક કરતો કરણ ગોગલ્સ ઉતારી ઓફિસમાં દાખલ થયો. નિખિલના ટેબલ ઉપર પૈસાનું એક બંડલ અને ટેબલ સામે એક સુટેડ બુટેડ કસ્ટમર નજરે ચડ્યો. કરણને ઓચિંતો આવેલો જોઈને એ કસ્ટમર ગભરાઈ ગયો. "અરે કરણ, આવ..." નિખિલે તરત કહ્યું, "ડોન્ટ વરી મી. શર્મા કરણ આપણો ઘરનો જ માણસ છે." "તમે સાહેબ કઈક ડોર બેલ જેવું રાખો હમણાં મને હાર્ટ એટેક આવતો આવતો રહી ગયો...!!" શર્મા હસ્યો. "કેમ ભાઈ સી.એ. સાહેબ, હું ખોટા સમયે આવ્યો?" કરણે પણ પરિસ્થિતિને હળવી બનાવવા હસીને કહ્યું. "ના, ના,