મૃગજળ - પ્રકરણ - 6

(175)
  • 5.7k
  • 9
  • 2.4k

સવારનું આહલાદક વાતાવરણ હતું. વૈભવી હમણાં જ આવીને ફ્રેશ થઈ પોતાના ટેબલ પર કામ કરવા બેઠી હતી. કરણ એને છોડવા આવ્યો ત્યારની કરણની વાતોની ખુશ્બુ હજુ એના આસપાસ એ અનુભવી રહી હતી. ગઈ રાત્રે પહેલી જ વાર કરણ એની નજીક આવ્યો હતો! લગ્નના બે બે મહિના પછી પહેલી જ વાર કરણ એના સુંદર શરીરને સ્પર્શ્યો હતો! કોઈ પણ સ્ત્રી એક સંયમ રાખી જીવે પણ જેને ચાહતી હોય એમાંય કરણ જેવા પ્રેમાળ પતિનો સ્પર્શ.....! વૈભવી પણ ગઈ રાત્રે કરણના સ્પર્શમાં સાવ પીગળી ગઈ હતી. અને હજુ પણ એના સ્પર્શની સુવાસ પોતાના શરીરમાં એ અનુભવી શકતી