મૃગજળ - પ્રકરણ - 5

(182)
  • 5.1k
  • 7
  • 2.6k

"મેડમ..." મયંકે વૈભવીની ચેમ્બરનું બારણું ખોલ્યું. "બોલ મયંક." હસીને વૈભવીએ કહ્યું. વૈભવી હમેશા મયંકને હસીને જ બોલાવતી અને એ વાત ગિરીશને જરાય ન ગમતી કેમ કે વૈભવી ભાગ્યે જ ગિરીશને એક સ્માઈલ પણ આપતી! "મેડમ, સાહેબે નાસ્તો મંગાવ્યો છે બધાને બહાર...." "ના, મયંક મને ભૂખ નથી, તમે લોકો ખાઈ લો પ્લીઝ." વૈભવીએ વિવેકથી ના કહી. "પણ, મેડમ નીતા દીદી કાલે પણ કહેતા હતા કે વૈભવી મેમ ક્યારેય અમારી સાથે હળતા મળતા નથી, આપણે બધા બહારની ચેમ્બરમાં એટલે નીચા, આપણી સાથે એ સેક્રેટરી નાસ્તો ન જ કરે!" કહી મયંક જાણે ન