મૃગજળ - પ્રકરણ - 4

(190)
  • 5.8k
  • 7
  • 2.5k

ઓફિસથી નીકળતા પહેલા વૈભવીએ હાથ મો ધોઈ લીધા હતા પણ ફરી એકવાર મનમાં ચાલતા વિચાર એના ચહેરા ઉપર દેખાવા લાગ્યા. નોકરી છોડી દઉં? કરણને ગિરીશનું કેરેકટર જ્યારે ખબર પડશે ત્યારે શું થશે વૈભવી? તારો સંસાર એક જ પળમાં ભાગી પડશે! પ્રેમ તો વિશ્વાસના એક નાજુક દોરા ઉપર ટકેલો છે. વિશ્વાસનો દોરો છે તો એકદમ નાજુક પણ જો એ તૂટી જાય તો એ ધનુષની પણછ કરતા પણ વધારે નુકશાન કરી શકે છે. એ નાજુક દોરો એક ધગધગતા તિરને રોકીને બેઠો છે. વિશ્વાસ રૂપી દોરો તૂટતાની સાથે જ નફરતનું એક સળગતું તિર આવીને જીવનમાં આગ લગાવી દે! કરણના