બ્લાઇન્ડ ગેમ (ભાગ-૨) (સસ્પેન્સ-રોમાંસ-થ્રીલર નવલકથા) ભાગ–૨ (વાર્તા નહિ, આઝાદી નહિ...) લેખક : ધર્મેશ ગાંધી ------------------- (ભાગ-૧ માં આપણે જોયું કે... એક રાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં વિજેતા નીવડનાર નવોદિત વાર્તાકાર અરમાન દીક્ષિતને એક અજાણ્યો ફોન આવે છે. માતબર રકમનું ઈનામ ધરાવતી એ આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધા માટે એને નિઃશુલ્ક આમંત્રણ આપવામાં આવે છે. રજીસ્ટ્રેશન કરાવવા માટે ગયેલા અરમાન સમક્ષ એક આકરી શરત મૂકવામાં આવે છે – વિનર થાય એવી ‘બેસ્ટ’ વાર્તાનું સર્જન કરીને એવોર્ડ હાંસલ કરવો! પરંતુ, વાર્તા પોતાના નામે નહિ, અન્યના નામથી લખવી! એને એહસાસ થાય છે કે પોતે એક જાળમાં ફસાઈને કિડનેપ થઈ ચૂક્યો છે! હવે આગળ...) --------------------- લમણે ટેકવાયેલી નાજુક રિવોલ્વર કેવો