સાચા સગપણનું સરનામું

(29)
  • 2.1k
  • 7
  • 829

સાચા પસગપણનું સરનામું લે. નીરવ પટેલ શ્યામ સમય પણ કેવા અટપટા ખેલ ખેલતો હોય છે, જીવનમાં જે ના કરવાનું વિચાર્યું હોય, જે રસ્તે ઠોકર ખાધા પછી એ રસ્તે જવાનું ના વિચાર્યું હોય, ત્યાં જ સમય આપણને ધક્કો મારી ધકેલી દેતો હોય છે, અને આપણે લાચાર બની વળી પાછા પોતાના પ્રયત્નો, મહેનત અને સફળતા મળશે જ. એ આશા સાથે પાછા ઝંપલાવી દેતા હોઈએ છીએ અને મળે છે પાછી એજ નિરાશા, દુઃખ. વળી પાછા થાકી, હારી બેસી જઈએ ત્યાં જ એક નવી મંઝિલ આપણી સામે દેખાય અને ફરી પાછા બેઠા થઈ ચાલવા લાગીએ. આજ તો જીવન સંઘર્ષ છે.