શ્રીનાથ કોલોની ધીમે ધીમે અંધકારમાંથી બહાર આવી રહી હતી. એના હરોળ બંધ મકાનો સ્પષ્ટ દેખાવા લાગ્યા હતા. સુરજના આછા ગુલાબી કિરણો દરેક મકાનની પ્રેમીસથી માંડીને અગાસી સુધી ચમકાવી રહ્યા હતા. ઠંડો પવન કોલીનીની અંદર અને બહારના ભાગે રહેલા વૃક્ષોની ડાળીઓને આમતેમ નમાવી જાણે એમને સવારની કસરત કરાવી રહ્યો હતો. પક્ષીઓએ સૌથી પહેલા કામે લાગી જવાનું નક્કી કર્યું હોય એમ એમના ચહેકાવાનો આવાજ ચારે દિશામાં ફેલાયેલો હતો. રાત ઓગળી ગઈ હતી અને ભવ્ય સૂર્યનો ઉદય પશ્ચિમ તરફથી પોતાના અસ્તિત્વની જાણકારી આપતો રાત્રીએ કાળા રંગથી રંગેલા આકાશને રંગબે રંગી બનાવી રહ્યો હતો. છતાય હજુ સુરજના કિરણો એટલા બધા