કાવ્યાની કવિતા.

  • 2.2k
  • 3
  • 685

લઘુકથા.    કાવ્યાની કવિતા.            કાવ્યાને નાનપણથીજ કવિતા બહુ ગમતી. કવિતાના મર્મને તે તરતજ સમજી જતી. અભ્યાસમાં આવતી બધી કવિતાઓ તેને તરતજ યાદ રહી જતી. અને તેમાં આવતા છંદ અને અલંકાર પણ તેને યાદ રહેતા. તે કવિતા લખવાનો પ્રયત્ન કરતી. તેના શિક્ષકને પણ વંચાવતી. ત્યારે તેના શિક્ષક તેને કહેતા હજુ તું બહુ નાની છે. પણ મોટી થતાં તું જરૂર મોટી કવિયત્રી બનીશ. તેની વાણી પણ સરળ, મીઠી અને કાવ્યાત્મક હતી        કાવ્યા જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેને કવિતામાં ખૂબ રસ પડવા લાગ્યો. તે કવિતા લખવા માંડી. મિત્રવર્તુળમાં પોતાની કવિતા પણ સંભળાવતી. બધાને  તેની કવિતા