પ્રિય ભેટ

(17)
  • 1.6k
  • 9
  • 469

અમદાવાદનાં દરિયાપુર વિસ્તારની વાત છે. શાહનવાઝ અને મુસ્કાન. એક સુંદર હમણાં જ પરણેલ નવદંપતિ. એક બીજાને ખુબજ ચાહતા હતાં. તેમનું શેરડીનાં રસથી પણ મધુર એવું દાંપત્યજીવન ફૂલોથી પાથરેલા રસ્તા પરથી ગુજરી રહ્યું હતું. અલ્લાહની મહેરબાનીથી તેમને સુંદર બાળકી થઈ. તેનું નામ સારા રાખ્યું. શાહનવાઝને પોતાનું ગેરેજ હતું. સારા ત્રણ વર્ષની થઈ. સારાનું એકલાપણું દૂર કરવા માટે મુસ્કાને સમીરને જન્મ આપ્યો. બસ. અમે બે અને અમારા બે. બંને સારા ભણેલાં - ગણેલાં હતાં તેથી કુટુંબ નિયોજનનું પણ ધ્યાન રાખ્યું. ચારેય જણાંનું જીવન ખુબજ સુખ શાંતિથી વીતી રહ્યું હતું. શાહનવાઝે એક વખત સમીરના જમણા હાથ પર કોણીના નીચેના ભાગે ઉર્દુ ભાષામાં સમીર