સમીરા કાગળ વાંચીને ચોંકી ગઈ. તે વિચારવા લાગી કે "આ કાગળ કોણે રાખ્યું હશે.પહેલો બાઈકવાળો વ્યક્તિ તો નહીં હોય ને?? " તેને અચાનક વિચાર આવ્યો કે સાહિલ તો નહીં રાખી ગયો હોય ને. તે આજે મળવા માગતો હતો ને તે મળવા નહોતી ગઈ. તે કાગળ પર ના અક્ષરો લાલ રંગ થી પ્રિન્ટ કરેલા હતા. લખેલા નહોતા. તેને સાહિલ પર શક ગયો ને ગુસ્સો આવ્યો. તેણે ફોન હાથ માં લીધો ને તે સાહિલ ને ફોન લગાવવા જતી હતી. ત્યાં સમીરા ના ફોન પર તેના પપ્પા શ્રીકાંતભાઈ નો ફોન આવ્યો. સમીરા એ પોતાને સ્વસ્થ કરીને પછી ફોન ઉપાડી