હેશટેગ લવ - 1

(181)
  • 13.2k
  • 29
  • 7.7k

હેશટેગ લવ (#LOVE) ભાગ - ૧ મારી જિંદગીમાં હવે કઈ બચ્યુ જ નહોતું.પહેલાની જેમ ના હું ફરવા જઈ શકતી, ના મુવી જોવા કે ના કોઈ એન્જોયમેન્ટ માટે.મારે પણ ઊડવું હતું આકાશે ! મનભરી ને જીવવું હતું.મારા પણ ઘણાં મોટા મોટા સપનાં હતાં..એક યુવાન છોકરીના કેટ કેટલાં સપનાં હોય ?બાળપણમાં પાસે રાખેલી નાની ઢીંગલીને નવા કપડાં પહેરાવવા, વાળ ઓરવા, પ્રેમથી સુવડાવવી, સાડી પહેરાવવી અને એક ઢીંગલા સાથે એક દિવસ એને પરણાવી દેવી. એ ઢીંગલી ત્યારે ઢીંગલી નહિ દરેક છોકરીનું એક સ્વપ્ન હોય છે. જે એ ઢીંગલીના રૂપમાં પોતે સેવતી હોય, મેં પણ મારા બાળપણની એ ઢીંગલીમાં એવા ઘણાં સપનાં રોપ્યા હતાં. એ