પરિવર્તન - સંસારનો નિયમ

(22)
  • 9.9k
  • 6
  • 2k

માણસ જન્મે છે ત્યારથી તેના મૃત્યુ સુધીમા તે અનેક પરિસ્થિતિ માંથી પસાર થાય છે. નવજાત શિશુ, શાળાએ જતું તોફાની બાળક, મસ્તીખોર કોલેજિયન, યુવાન પતિ પત્ની, પ્રેમાળ મા-બાપ અને લાગણીશીલ દાદા-દાદી અથવા નાના-નાની. આ બધા તબક્કમાં માણસની જિંદગીમાં પરિવર્તન આવે છે અને આ બધા તબક્કા માણવા લાયક હોય છે. એમ છતાં માણસ ક્યારેય પોતાના એ તબક્કાને માણી શકતો નથી કેમકે તે વર્તમાન પરિસ્થિતિને ભૂતકાળ અથવા ભવિષ્યકાળ સાથે સરખાવીને દુઃખી થતો રહે છે. જેમકે પત્ની સાથે બોલાચાલી થાય, ધંધામાં ખોટ જાય અથવા વડીલો ઠપકો આપે ત્યારે માણસ એવું વિચારે છે આના કરતાં બાળપણ જ સારું હતું જે કરવું હોય એ કરવાનું. બીજી બાજુ નાના બાળકો નાનપણથી જ એવું વિચારે છે કે…