એક શિયાળાની બપોર થઈ હતી. લગભગ સવા બે થયા હતા. સતિષ તેના ઘરના બીજા માળ પર આવી ગયો. તેના હાથમાં ફીનાઇલની બોટલ હતી. તે થોડીવાર માટે ફીનાઇલની બોટલ સામે જોઈ રહ્યો. તેના ચહેરા પરથી લાગતુ હતુ કે તે ખૂબ ચિંતામાં છે. તેની આંખમાંથી નીકળતા આંસુ જાણે ફીનાઇલની બોટલને પોતાની વેદના સંભળાવી રહ્યા હોય એવુ લાગતુ હતુ. ઘણુ વિચાર્યા બાદ સતિષે બોટલનુ ઢાંકણુ ખોલી નાખ્યું. વળી તેને કઈક વિચાર આવ્યો. તેણે તેના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને કોઈકને ફોન લગાવ્યો, “ભાઈ, મમ્મી અને પપ્પાનું ધ્યાન રાખજે. હું જાવ છું.”