પ્રતિશોધ - ભાગ - 7

(73)
  • 3.6k
  • 14
  • 1.9k

લવ એટલે શું? એ તો મને સમજાઈ ગયું હતું. અત્યારે લોકો જેને લવ કહે છે એતો માત્ર એક શારીરિક આકર્ષણ છે, જે યુવાનીમાં થાય જ છે અને લોકો એને લવ કહે છે પણ ખરેખર તે લવ નથી એક શરીર સુખ છે. લવ એટલે તો બે વ્યક્તિના શરીરનું નહીં પણ બંનેના મનનું મિલન છે. જ્યારે બંને મનથી એક થાય છે ત્યારે જ સાચો લવ થાય છે ત્યારે જ બંને એકબીજાને વગર કહે સમજી શકે છે. જેને તમે દિલથી ચાહો એ વ્યક્તિ જ્યારે તમારી સમીપ હોય ત્યારે તમને આનંદ આવતો હોય જેની જોડે જીવવા માટે તમને આ જનમ તો શું સાતે જન્મ ઓછા લાગતા હોય બસ તમને એની જ ઘેલછા હોય તમારી પ્રિય જોડે વાત કરવા માત્ર થી તમારું મન પ્રફુલ્લિત થઇ જાય તો સમજો તમને લવ થયો છે