લગ્ન - ભાગ ૪

(25)
  • 4.7k
  • 13
  • 1.7k

એ પછી અમે લીમડા નું દાતણ કર્યું એકદમ આયુર્વેદિક અને એમાંય ઘણાં ફાયદા.લાઈક લોહી શુદ્ધ થાય,પાચન તંત્ર કોઈ ને ખોટવાય ગયું હોય તો એનાં માટે પણ ઉત્તમ ખી ખી, દાંત ના બેક્ટેરિયા ને મારી નાખે ,ડાયાબિટીસ ના દર્દી માટે ઉત્તમમાં ઉત્તમ.હવે તો અમેરિકા વાળા એ પણ અપનાવી લીધું છે મોટા પાયે. પછી અમે ઘરે જવા નીકળ્યાં.ગામમાં પહોચતાં જ ગાયો-ભેંસો ચરવા માટે જતી હતી.ખેડૂતો ખેતરે જવા ની તૈયારી કરતાં હતાં. બળદો ના મોં એ બાંધેલી ઘૂઘરિયું નો અવાજ જાણે આખા વાતાવરણને કંઈક અલગ જ રણકાર આપતો હતો.છાસ માંથી માખણ બનાવવા માટે વલોણાં નો અવાજ જાણે સવારને ન બોલાવતો હોય!! ઘર નો ગેઇટ ખોલ્યો ત્યાં તો અલગ જ ચિત્ર હતું...