પ્યાસી પરણેતર.

(78)
  • 5.6k
  • 21
  • 1.9k

             "તમારું નામ પરસોતમ કોણે પાડ્યું હેં ?, અને શું જોઈને પાડ્યું હેં ? પરભાસંકર મારાજ કેતા'તા ક હંધાય પુરુષોમાં ઉત્તમ એટલે પરસોત્તમ !! તે હેં તમારામાં એવું તે શું બળ્યું સે કે વાલા મુઈ તમારી ફઈએ કે પાડી પાડીને પરસોત્તમ નામ ગુડયું ? આખું ગામ વાલા કાકાનો પસવો કંઈને તમને બોલાવે સે ઇ મને જરાય નથી ગમતું.પણ તમે સો જ હાવ પસવા જેવા તે પસવો જ કે ને !તમારા પંડયમાં ઠામકું'ય બળ નથી બળ્યું, અને મગસ માં બાવળના ઠૂંઠા જેવી બુધ્ધિ બળી સે અને ટારડા ઘોડાની જેમ તો તમે હાલો સો.વળી બે મણ વજનની