આરોહી - ૨

(81)
  • 4.3k
  • 13
  • 2.1k

સવારે મલ્હાર વહેલો જાગી ગયો. આજે સ્કોલરશીપનું પરિણામ આવવાનું હોય છે. જો મલ્હારને સ્કોલરશીપ મળી જાય તો એ અબ્રોડ ભણવા માટે જવાનો હોય છે. મલ્હાર તૈયાર થઈને નીકળે છે. વર્ષાબેન મલ્હાર પાસે એક થાળી લઈને આવે છે. થાળીમાં એક દીવો, દહીં-સાકાર અને કંકુ હોય છે. વર્ષાબેન મલ્હારની આરતી ઉતારી એને કંકુનો ચાંદલો કરે છે અને દહીં-સાકાર ખવડાવે છે. "મમ્મી તને ખબર તો છે મને દહીં નથી ભાવતું.." "બેટા આ તો શુકનનું કામ કહેવાય એમાં ના ન પડાય હો..." "ચાલ મમ્મી મારે મોડું થઇ ગયું છે.. હું નીકળું છું.." "હા બેટા સાચવીને જજે અને પરિણામની જાણ થતાની સાથે જ પેહલા