સત્ય અસત્ય - પ્રકરણ - 28

(1k)
  • 46.5k
  • 79
  • 33.7k

ચાર મહિનામાં પ્રિયંકાના ચહેરા પર અજબ જેવું તેજ આવી ગયું હતું. એ આમ પણ સુંદર લાગતી હતી પરંતુ પ્રેગનન્સી દરમ્યાન માતાપિતાની કાળજી, દાદાજીના લાડ અને નિયમિત કસરત, સારો ખોરાક અને ધ્યાન વગેરેથી એના સમગ્ર સ્વાસ્થ્યમાં સુંદરતા ઉમેરાઈ ગઈ હતી. પોતાની પ્રેગનન્સીની એક એક પણ પ્રિયંકાએ માણી હતી. ધ્યાન કરતી વખતે એ પોતાનું સમગ્ર અસ્તિત્વ નાભિ પર કેન્દ્રિત કરતી. પોતાના બાળકને સદવિચારના સારાઈના સાચું બોલવાના અને સારા માણસ થવાના સંસ્કાર મનથી મનની વાત કરીને પહોંચાડવાનો પ્રયત્ન કરતી. રાત્રે સુતી વખતે પણ આંખ મીંચીને એ પોતાના બાળક સાથે વાતો કરતી. જાણેકે એ પોતાની સામે જ બેઠું હોય એ રીતે પ્રિયંકા પોતાના મનની વાતો એની સાથે વહેંચતી.