સત્ય અસત્ય - પ્રકરણ - 27

(1k)
  • 50.5k
  • 51
  • 37k

ગર્ભાવસ્થા એક એવો સમય છે જ્યારે સ્ત્રીની તમામ સંવેદનાઓ પૂરેપૂરી જાગીને એના રક્તમાં વહેવા લાગે છે. થનારી પીડાનો ભય, જન્મ લેનાર બાળકનો આનંદ અને સાથેજ બદલાતા શરીરની અને હોર્મોનની મૂંઝવણો એને માટે એક વિચિત્ર પરિસ્થિતિ હોય છે. આવા સમયે એને પોતાના માતાપિતા પાસે રહેવાનું વધુ ગમતું હશે કદાચ. આદિત્યએ પ્રિયંકાને કમને જવા તો દીધી, પણ ડોક્ટરે આપેલી તારીખના છેલ્લા અઠવાડિયે એણે પોતે પણ અમદાવાદ પહોંચી જવાનું નક્કી કરી લીધું હતું. જો કે એણે પ્રિયંકાને કશું જ કહ્યું નહોતું, પણ મનોમન એટલું તો નક્કી કરી જ લીધું હતું કે બાળકના જન્મ સમયે કોઇપણ મુશ્કેલી હુભી થાય તો પતે ત્યાં હાજર હોવો જોઈએ. નંદનકાકાની કોઈ ભવિષ્યવાણી આજ સુધી ખોટી નહોતી પડી.... આદિત્ય મનોમન ઈચ્છતો હતો કે...