આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૨૭ખાન સાહેબ અને ઇન્સપેક્ટર મેવાડા માથુ ખંજાવાળતા વિમલની સામે એકીટસે જોતા જ રહ્યા પણ તે કંઇ બોલ્યો જ નહીં પણ કંઇ વિચારતો હોય એવી મુદ્રામાં ઉભો રહ્યો.ખાન સાહેબે થોડા અકળાઇને વિમલને કહ્યું, "આટલું બધુ શું વિચારે છે? "વિમલે વિચાર મુદ્રામાંથી બહાર આવીને કહ્યું, "મને યાદ નથી આવતું પણ હું વધુ વિચારીશ તો યાદ આવી જશે. તમે મને સમય આપો તો .."વિમલની વાત સાંભળી અને નાટકબાજી જોઇ ઇન્સપેક્ટર મેવાડાને ગુસ્સો આવી ગયો પણ ખાન સાહેબે ઇશારો કરી શાંત રહેવા કહ્યું. ખાન સાહેબે વિમલના ખભે હાથ મુકીને કહ્યું, "જો દોસ્ત, તું જેટલી જલ્દી અમને