સાત ફૂટી વેદના-આઈ કિસ અ ગર્લ

(24)
  • 3.2k
  • 2
  • 982

ના સમજાયું ચંદા ને કે શર્માજી રમકડાં ના ફોન કેમ સાથે રાખી ને ફરે છે !! હા, વૄધ્ધાવસ્થા ખરાબ છે પણ આમ તો પાછા નોર્મલ જ લાગે છે.. જુઓ તો બધું પોતાની મેળે જ કરે છે. જમવાના ટાઈમે સમયસર પહોંચી જાય છે ને વોકિંગ કરતા કરતા ફોન પર ટોકિંગ કરે છે. થાલે એટલે બાંકડે બેસે ને ફોનમાં એમની ' આયુષી' સાથે કલાકો સુધી વાતો કરે છે, રમકડાં ના ફોનથી !! સામેથી જાણે ત્રણેક વર્ષની આયુષી દુનિયાભરની વાતો લહેકાથી કરતી હોય તેમ વાતવાતમાં શર્માજી હસી-રડી ને લહેકા- ટહુકા કરે છે. ચંદાબેન નો પ્રથમ દિવસ હતો "પ્રેરણાશ્રમ" માં. રડતાં રડતાં આભા બની