સત્ય અસત્ય - પ્રકરણ - 24

(1.1k)
  • 51.6k
  • 30
  • 38.7k

બહાર જઈને ગાડીમાં બેઠેલાં સોનાલીબહેન રડતાં હતાં. ચસોચસ હોઠ ભીડીને સત્યજીત એવી રીતે ગાડી ચલાવતો હતો, જાણે કશું બન્યું જ ન હોય, પણ ખરેખર તો એના શરીરનું એક અંગ કપાઈ ગયું હોય એટલી વેદના થતી હતી એને. કોઈ નહોતું જાણતું, પણ ગઈ કાલે પ્રિયંકા સાથે વાત થયા પછી એણે મનોમન નક્કી કર્યું હતું કે એ આ પરિસ્થિતિ બદલવાનો સનિષ્ઠતાથી પ્રયાસ કરશે. બે દિવસમાં એણે કિડ્ઝ રૂમ તૈયાર કરાવ્યો હતો. ગુલાબી દીવાલો, ગુલાબી બેબીક કોટ, રમકડાં, કપડાં... આજે અમોલા ઘેર આવવાની હતી એટલે ઘરે જઈને એણે ફુગ્ગા અને ફૂલો સજાવ્યા હતા. વેલકમ હોમના કાર્ડ લગાવ્યાં હતાં. આ બધું કરતાં એને ખૂબ કુતૂહલ થતું હતું. આ એનો સ્વભાવ ન હતો તેમ છતાં...