ન કહેવાયેલી વાત ભા.8

(16)
  • 2.9k
  • 1
  • 1.1k

નીલે દીકરાને કહ્યુ: તું કાર લોક કરીને બેસ ,હું સ્કૂલની ઓફિસમાં પ્રિન્સિપાલને મળી આવું પછી તું તારા ક્લાસમાં જજે નિનાદ પાપાનું માન રાખવા ફોન હાથમાં રાખી બેસી રહ્યો. પ્રિન્સપાલને મળી નીલ પાછો વળ્યો ત્યારે દીકરો કારમાંથી ગુમ થઈ ગયો !! દસ મિનિટ રાહ ન જોવાય નીલનું માથું તપતું હતું તેમાં કૂદતી ઊછળતી ,ઊંચી શ્યામ છોકરી દોડતી આવી ,લાગ્યું કે તે નીલને જાણતી હતી . તેણે પૂછ્યું : વેર ઇઝ નિનાડ નીલને ઓળખાણ ન પડી. આઈ નો યુ આર હીસ ફાધર તું કોણ આઈ એમ નેન્સી કહી તેણે તેણે તેનો શ્યામ મજબૂત હાથ લંબાવ્યો . ઓહ। નાન્સી .નીલ પહેલી વાર તેને મળ્યો. હું નિનાદને શોધું છું નીલે ચિંતા કરતા કહ્યું . નાન્સીએ એનો ફોન જોયો નિનાદનો મેસેજ નહોતો . નીલે ફોન પર મેસેજ જોયા પણ તે નેહાના હતા.