Gems of india #Greatindianstories 'મુન મેન' ડો એમ અન્નાદુરાઈ ચંદ્રયાન -1 મિશન ભારતના સ્પેસ પ્રોગ્રામ માટે મુખ્ય પ્રોત્સાહન બન્યું છે. આ મિશન થકી સ્પેસ ક્ષેત્રમાં ભારતનું નામ ઉજજવળ થયું છે. આ મિશનને સકસેસ કરવામાં ડો એમ અન્નાદુરાઈ અને તેમની ટીમનો અથાગ પ્રયાસ રહ્યો છે. તેમના આ નોંધપાત્ર પ્રયાસ માટે તેમને 'મુન મેન' તરીકે ઓળખવામાં આવે છે. ડો એમ અન્નાદુરાઈનો જન્મ 2 જુલાઈ, 1958 ના રોજ તમિલનાડુના કોઇમ્બતુરથી 25 કિલોમીટર દુર આવેલા નાનકડા કોધાવડી ગામમાં થયો હતો. તેમના પિતા એક સામાન્ય શિક્ષક હતાં. ડો એમ અન