“અંકલ રાધિકા મારી જવાબદારી છે,તેને કઈ નહિ થાય તેની જવાબદારી હું લઉં છું”મેહુલે દ્રઢતાથી કહ્યું.રૂમમાં થોડીવાર શાંતિ છવાઈ ગયી.રાધિકા કિચનમાંથી ડોકિયું કરીને બધું જોઈ રહી હતી. આખરે જીજ્ઞેશભાઈએ મૌન તોડતા કહ્યું, “હરેશ હું જે વિચારું છું એ જ તું વિચારે છે ” “હં ..હા એવું જ કંઈક પણ એ વાત આપણે પછી કરીએ તો સારું રહેશે”હરેશભાઇએ પરિસ્થિતિનો અંદેશો લગાવી દીધો. “રાધિકા તું તૈયાર થઈ જા,મેહુલ રાહ જુએ છે”હરેશભાઇએ રાધિકા તરફ જોઈ કહ્યું.