સપના. એક એવી ચીજ જે પામવા માટે ઘણા લોકો દિવસ-રાત એક કરી નાખે છે. હકીકતમાં સપના તો એજ છે જે તમને ક્યારેય સૂવા ના દે. સ્વામી વિવેકાનંદે કહ્યુજ છે કે, ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’ આ વાંચતા હશો ત્યારે વાલીઓ પાસે પોતાના ૧૦ કે ૧૨ માં ધોરણમાં ભણતા બાળકોનું પરિણામ આવી ચુક્યું હશે. આ એવો પડાવ હશે જ્યાંથી બાળક પોતાની જિંદગીની રાહ બદલશે. જ્યાંથી એ પોતાના કે માં-બાપે જોયેલા સપના સાકાર કરવા સફળતા તરફ જતી પગદંડીનો રસ્તો પસંદ કરશે. એટલે જ સપના સાકાર કરવાના ૧૦ પગલા તમારી સમક્ષ મુકું છું.