સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-7

(177)
  • 7.5k
  • 10
  • 2.3k

જેને તમે અનહદ પ્રેમ કરો છો તેવી વ્યક્તિ પાસેથી એવું સાંભળવા મળે કે ‘તે કોઈ બીજા વ્યક્તિને અનહદ પ્રેમ કરે છે’ ત્યારે કેવી સ્થિતિ થાય તે કદાચ એવી જ વ્યક્તિને ખબર હોય જે આ પરિસ્થિતિમાંથી પસાર થયું હોય.પરંતુ મેહુલે તરછોડાયેલા વ્યક્તિઓની લાગણી અનુભવેલી હતી એટલે એક સ્થિતપ્રજ્ઞની માફક તે ઉભો રહ્યો. રાધિકા પણ મેહુલની સ્થિતિ સમજી ગયી હતી,તે મેહુલની નજદીક ગયી અને આંખો બંધ કરી મેહુલને ચુંબન કર્યું, “એવું ના સમજ હું છુપાવતી હતી બધું,બસ તને ગુમાવવા નો’હતી માંગતી”મેહુલના ખભા પર આંસુ સારી રાધિકા પશ્ચતાપ કરી રહી હતી. મેહુલે રાધિકાના બંને ગાલ પર હાથ રાખ્યા અને આંસુ લૂછતાં કહ્યું,“રાધિકા,મેં કહ્યું હતું ને મેં બધું જ સ્વીકારી લીધું છે,તું કારણ વિના ગભરાય છે”