શિવતત્વ - પ્રકરણ-17

  • 3.8k
  • 5
  • 1.4k

અશોકસુંદરીએ પોતાના માટે નહુષને પતિ તરીકે વરવા સ્વીકારેલ, પરંતુ મુંડે અશોકસુંદરીનું અપહરણ કરીને પોતાની પાસે રાખી યુવાન બનાવીને તેને પરણવા ઈચ્છ્યું હતું. મુંડ રૂપી માણસની ખોપરી જ્યારે પોતાના સ્વાર્થગત કુકર્મોનું આચરણ કરે છે ત્યારે પ્રકૃતિ દેવી જ રુષ્ટ થઈને કાલિકા સ્વરૂપ ધારણ કરીને તેને મારી નાખવા ઈચ્છે છે. પરંતુ ઈશ્વરઈચ્છાએ મુંડના વધનું નિમિત્ત નહુષ થયો છે ત્યારે પ્રકૃતિના હાથે મુંડનો વધ યોગ્ય નથી, કારણકે આશાઓ પોતાના નિહિત વર્ણ કરે છે ત્યારે તે નિહિતથી જ મુંડનું મરણ થાય છે. જેમ પાત્રહીન દરેક વ્યક્તિ વિવિધ આશાઓને ઈચ્છે છે, પરંતુ આશાઓ પાત્રહીન વ્યક્તિને નથી વરતી અને પોતાને યોગ્ય હોય તેવા પાત્રનું જ ચયન કરે છે.