“બેબી આવે તો અંજલી નામ રાખીશું અને બાબો આવે તો રુદ્ર.”જિંકલ મેહુલને ભવિષ્યના સપના બતાવતી હતી. “ના,બેબી આવે તો માહી નામ રાખીશું અને બાબો આવે તો શ્લોક,મારા પાપાના બંગલાનું નામ પણ શ્લોક જ છે.”મેહુલે કહ્યું. “હા તો તને પહેલી વાત યાદ છે ને ”જિંકલે આંખો પટાવતા કહ્યું. “કઇ વાત ”મેહુલે પૂછ્યું. “આપણી બંને વચ્ચે એવુ કઈ થશે જ નહિ.”જિંકલે ત્રાસી નજર મેહુલ તરફ ફેંકતા કહ્યું. “ગાંડી,સાવ ગાંડી જ છો તું”મેહુલે જિંકલને માથે ટપલી મારી. “એક વાત કહું મેહુલ ”જિંકલે પૂછ્યું. “હા બોલ, બકુ”મેહુલે એટલી જ મીઠાશથી કહ્યું. “મને ઠંડી લાગે છે,થોડી હૂંફ મળી જાય તો મજા આવી જાય.”જિંકલે ટોન્ટ મારતા કહ્યું. “કેવી હૂંફ ”મેહુલે પૂછ્યું. જિંકલે એક મુક્કો મેહુલની છાતી પર માર્યો“એક મહિના પછી મળ્યા યાર,તું સાવ ડફોડ જ છો.”