સફરમાં મળેલ હમસફર ભાગ-13

(322)
  • 9.5k
  • 13
  • 3.8k

“આજ પછી તું ભૂલી જજે કે તે ટ્રેંનિગ લીધી છે અને તું મને પણ નહીં ઓળખતો,CID ના ‘C’ની પણ તને નહિ ખબર….તું તારી જિંકલ સાથે રહી શકે છો,બહાર ફરવા જઈ શકે છો,ઈનફેક્ટ તારે હવે એક જૉબ શોધવાની છે,સામાન્ય માણસ જેમ જીવે તેમ જ સૌની સાથે ભળી જવાનું છે.”રણજીતસિંહ મેહુલને સમજાવતા જતા હતા. “આજથી તારું એક મિશન શરૂ થાય છે,મિશન “કાવેરી”,આ તેના કેસ રિલેટેડ ફાઇલો છે.”રણજીતસિંહે ખૂબ જ ગંભીરતાથી કહ્યું. “મિશન ‘કાવેરી’ ”મેહુલે ચૂપકીદી તોડતા કહ્યું. “હા, ગુજરાતની મોસ્ટ વોન્ટેડ ગર્લ,જે હજી એક્સપોઝ નહિ થઈ.મોટાભાગના ક્રાઇમમાં તેનો હાથ હોય છે પણ તેના વિરુદ્ધ કોઈ સબૂત નહિ મળતું અને તે ક્યાં રહે છે ,કોને મળે છે તે કોઈ જાણી નહિ શક્યું.તારૂ એક જ કામ કે તેને ફોલોવ કરી કોઈપણ રીતે તેને એક્સપોઝ કરવી.”રણજીતસિંહ વિગતવાર બધું સમજાવતા જતા હતા.