આંધળો પ્રેમ 6

(173)
  • 6.7k
  • 5
  • 3.6k

નિલાંગે તરત જ કારને હંકારી લીધી. મુખ્ય રસ્તાથી કારને શહેરની બહાર જતા રસ્તા પર વાળ્યા પછી નિલાંગે એક જગ્યાએ રસ્તાની બાજુમાં કારને ઊભી રાખીને કહ્યું: ચંદા, મને ખબર છે કે તને મારા પર ગુસ્સો આવ્યો છે. પણ હું મજબૂર હતો. પ્રેમ તો આંધળો હોય છે પણ દુનિયા આંધળી નથી. તેની ચાર આંખ છે.... પછી નિલાંગે કોલેજમાં તેને ચંદાને કારણે મળેલી નોટીસની વાત કરી અને કેવી રીતે પોતાની નોકરી બચાવી તે કહ્યું એટલે ચંદાનો ગુસ્સો શાંત થયો.