આંધળો પ્રેમ 5

(163)
  • 7.3k
  • 4
  • 3.7k

માયાએ લાગણીથી કહ્યું: જો બહેન, હું મારા સિધ્ધાંત વિરુધ્ધ જઇને પણ તારું એબોર્શન કરી આપીશ. તું એની ચિંતા ના કરીશ. મને નવાઇ એ વાતની છે કે તેં આ છેલ્લો વિચાર કેમ કર્યો. તેં એ નીચને તારો ઉપભોગ કરવા દઇ છોડી કેમ મૂક્યો. ભલે તું એ મવાલી જેવા છોકરા સાથે લગ્ન કરવા માગતી નથી. પણ તેણે જે ભૂલ કરી તેનું તેને ભાન તો કરાવી શકે છે. સ્ત્રીના ચરિત્ર સાથે ખેલવાનો એને અધિકાર નથી. તેના વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી શકે છે. બલ્કે હિંમત પણ કરી શકે છે. તને જો ડર લાગતો હોય તો મારી બહેનપણીની મહિલા સંસ્થાની મદદ મેળવી આપું. જેથી આવા મવાલીઓ ભવિષ્યમાં બીજી કોઇ છોકરીની જિંદગી ના બગાડે. તારા જેવી ઉચ્ચ અભ્યાસ કરતી છોકરી આમ હથિયાર નાખી દે એ મારી સમજમાં આવતું નથી.... ચંદા સંકટમાં મુકાઇ હતી.