આંધળો પ્રેમ

(169)
  • 8.9k
  • 3
  • 3.9k

ડો.માયાનો વિચાર આવતા ચંદાને ફરી ગભરામણ થઇ આવી. તે વાંચવા બેઠી પણ તેનો જીવ ના લાગ્યો. તેણે ઊંઘવાનો પ્રયત્ન કર્યો. ઊંઘ તેનાથી રીસાઇ હતી. તેને નિલાંગ વિશે જ વિચારો આવતા હતા. ગર્ભપાત પછી તે પોતાનાથી દૂર તો નહીં ભાગી જાય ને કાલે પોતે માયાનો સામનો કેવી રીતે કરશે ક્યાંકથી કાકાને આ વાતની ખબર પડી જશે તો શું થશે તેના મનમાં ચારે બાજુથી વિચારોનું વાવાઝોડું ફૂંકાઇ રહ્યું હતું. તે પોતાને અસહાય મહેસૂસ કરી રહી હતી.