પૃથિવીવલ્લભ - 9

(99)
  • 9.1k
  • 10
  • 3.7k

પૃથિવીવલ્લભ - 9 (પહેલો મેળાપ) મૃણાલવતીના પ્રભાવશાળી સ્વભાવને અપરિચિત એવો ક્ષોભમાત્ર નામનો જ, અસ્પષ્ટ ક્ષોભ - તેના હૃદયને જરાક અસ્વસ્થ બનાવી રહ્યો. તેની હિંમત, તેનો સંસાર તરફનો વિયોગ, મુંજની અધમતા તરફ તેનો તિરસ્કાર તેવાં ને તેવાં જ રહ્યાં - થોડેક અંશે વધ્યાં કહએ તોપણ ચાલે. છતાં તૈલંગણના શત્રુને સામે મોઢે મળવા જતાં તે પોતાની હંમેસની સ્વસ્થતા ખોવા લાગી. એ સ્વસ્થતા જતાં, માત્ર પરિણામ એ જ આવ્યું કે, તેની હિંમત કૃત્રિમ થઈ, તેનો તિરસ્કાર વધારે જુસ્સાભર્યો થયો.