અતૃપ્ત ઈચ્છાઓ- 04 (અંતિમ)

(113)
  • 3.9k
  • 5
  • 1.3k

તે ઝરમર વરસાદમાં પણ ધોધમાર ભીંજાતી હતી. અંધકારને ચીરીને આવતા દેડકાનાં ડ્રાઉંઉં... ડ્રાઉંઉં અવાજ વાતાવરણને વધારે ભયંકર બનાવી રહ્યા હતા. તેણે પોતાની સમજ પ્રમાણે અગત્યના નિર્ણયો લેવાનું નક્કી કર્યું. તેને આત્મસ્વરુપ સ્વામીની વાત યાદ આવી : અંતિમ સ્થિતિને ધ્યાનમાં લઇ માર્ગ પકડવો. મહત્વના નિર્ણયો લેવાનાં થાય ત્યારે લાગણીઓને આધારે નિર્ણય ન લેવો, પરંતુ સિધ્ધાંત પ્રમાણે નિર્ણયો લેવાં. જે વ્યક્તિ લાગણીઓ ઉપર વિજય મેળવી લે છે, એ જ વિજેતા છે. તેણે પોતાના આંસુ લુછ્યાં. જીવનને વહેતું રાખવાનાં સિધ્ધાંત પ્રમાણે તેણે પ્રેમીની યાદમાં રડવાને બદલે લાઈફમાં આગળ વધવાનું નક્કી કર્યું. તેને સમય અને સંજોગો જોઇને નિર્ણય લેવાની આકાશની વાત યાદ આવી. તેણે વર્તમાન પરિસ્થિતિને વધાવી લીધી. સ્વિકારી લીધી.