“જો તારી બહેનપણી તને જીભ બતાવી રહી છે.” વિપુલે કબાટની બાજુની દીવાલ પર ચીપકેલી ગરોળી તરફ સંધ્યાનું ધ્યાન દોર્યું. દિવાળીની સફાઈ કરી રહેલી સંધ્યા એક જ ઠેકડે સ્ટૂલ પરથી નીચે ઉતરી ગઈ.              “એને દૂર નથી કરાતી તમારાથી? વિપુલ.. તમે દરેક સમયે આ રીતે મજાક ન કર્યા કરો.. કોઈ દિવસ આ રીતે જ તમે મારો જીવ લઈ લેશો!” વિપુલના આશ્લેષમાં ભીંસાઈ પોતાને સુરક્ષિત મેહસૂસ કરતી સંધ્યાએ ફરિયાદનો સૂર ઉચ્ચાર્યો.           “અરે ના ડાર્લિંગ, સો સોરી.. ઈટ વોઝ ડોન્ટ જસ્ટ અ મજા.. ક! જો મેં તને ચેતવી ન હોત તો

Full Novel

1

મજાક

“જો તારી બહેનપણી તને જીભ બતાવી રહી છે.” વિપુલે કબાટની બાજુની દીવાલ પર ચીપકેલી ગરોળી તરફ સંધ્યાનું ધ્યાન દોર્યું. સફાઈ કરી રહેલી સંધ્યા એક જ ઠેકડે સ્ટૂલ પરથી નીચે ઉતરી ગઈ. “એને દૂર નથી કરાતી તમારાથી? વિપુલ.. તમે દરેક સમયે આ રીતે મજાક ન કર્યા કરો.. કોઈ દિવસ આ રીતે જ તમે મારો જીવ લઈ લેશો!” વિપુલના આશ્લેષમાં ભીંસાઈ પોતાને સુરક્ષિત મેહસૂસ કરતી સંધ્યાએ ફરિયાદનો સૂર ઉચ્ચાર્યો. “અરે ના ડાર્લિંગ, સો સોરી.. ઈટ વોઝ ડોન્ટ જસ્ટ અ મજા.. ક! જો મેં તને ચેતવી ન હોત તો ...વધુ વાંચો

2

મજાક - 2

“નહીં…! પ્લીઝ લીવ મી.. પ્લીઝ…. મને.. ના… ના..” પ્રથમ ચીસ સાંભળી દૂર થઈ ગયેલ વિપુલ સંધ્યાનાં મુખથી અસ્પષ્ટ ઉચ્ચારો આશ્ચર્યના દરિયામાં ડૂબી ગયો. સંધ્યાનો અવાજ ઘોર તંદ્રામાં, જાણે ઉંડી ખાઈથી આવતો હોય એવું એને લાગ્યું. તદ્દન અજાણપણે એનો એક હાથ સંધ્યાનાં હાથમાં આવી ગયો હતો, જેને એ ધીમેથી દૂર હડસેલી રહી હતી.“સંધ્યા.. સંધ્યા..! શું થયું?” આશ્ચર્યના દરિયામાં ડૂબકી મારતા વિપુલે એને ખભેથી પકડી હલાવી.“ઓહ.. તમે આવી ગયા? ક્યારે આવ્યા? જમ્યા કે નહીં?” ઉંઘરેટા સ્વરે પ્રશ્નાવલિ ફૂટી.“હા.. હું જમીને આવ્યો.. પણ આ બધું શું હતું? તું અચાનક ગભરાઈ કેમ ગઈ?”“હું ગભરાઈ ગઈ? કદાચ કોઈ સ્વપ્ન આવ્યું ...વધુ વાંચો

3

મજાક - 3 - અંતિમ પ્રકરણ

~મજાક “બધા કારીગર વેકેશન પર ઉપડી ગયા છે. ફક્ત એક મુન્નો છે, એની પણ કંઈ ઠેકાણું નથી! જો આજે ફારુખ શેઠનું કામ પૂર્ણ થઈ જશે તો આપણે કાલે ઊટી માટે ઉપડી જઈશું.” વિપુલ સંધ્યાને સરપ્રાઈઝ તો ન આપી શક્યો, પરંતુ હવે એણે ખુલાસા કરવાનો વારો આવ્યો હતો. દિવાળી પૂર્વેનું પંચાણુ ટકા કાર્ય પતી ગયું હતું, બાકી પાંચ ટકામાં ફારુખ શેઠના ચાર સોફાસેટમાંથી બેની ગાદી અને રેક્ઝીનનું કાપડ અંતિમ સમયે ઘટી પડ્યું હતું. એનો જુગાડ પણ વેપારીએ આજે ત્રીજે દિવસે માંડ કર્યો હતો. “ઓ.કે. ડોન્ટ વરી.. હું પણ જરા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો