શિયાળાની મઝાની સવારના 8:30 વાગ્યા છે , કહેવાય છે કે મુંબઇ શહેર કોઈ દિવસ સૂતુ નથી , અને આવી જ એક અધૂરી ઊંઘ વાળી મુંબઇ શહેરની એક ગલી માં “સિલ્વર કેફે” ફરી ખુલી ગયું છે. બાકી બધા કેફે કરતા આ કેફે માં ભીડ સામાન્ય જોવા મળતી ,મુખ્ય રસ્તાથી થોડુંક અંદર ની તરફ હતું એટલે ,ગલીમાં બીજી ઘણી દુકાનો હતી પણ “સિલ્વર” અને ‘કેફે” આ બે શબ્દો ની વચ્ચે એક સહેજ ઢળતા કપથી બનાવેલા લાઇટિંગ વાળા પોસ્ટર પર તરત નજર પડતી ઓફીસ જનારા લોકો કાયમ અહીં ચા કોફી કરી ને નીકળતા ,સવાર સવાર માં એક ટેબલ પરથી ક્યારેક શેરબજાર નો અવાજ

Full Novel

1

કોફી શોપ - ભાગ - ૧

શિયાળાની મઝાની સવારના 8:30 વાગ્યા છે , કહેવાય છે કે મુંબઇ શહેર કોઈ દિવસ સૂતુ નથી , અને આવી એક અધૂરી ઊંઘ વાળી મુંબઇ શહેરની એક ગલી માં “સિલ્વર કેફે” ફરી ખુલી ગયું છે. બાકી બધા કેફે કરતા આ કેફે માં ભીડ સામાન્ય જોવા મળતી ,મુખ્ય રસ્તાથી થોડુંક અંદર ની તરફ હતું એટલે ,ગલીમાં બીજી ઘણી દુકાનો હતી પણ “સિલ્વર” અને ‘કેફે” આ બે શબ્દો ની વચ્ચે એક સહેજ ઢળતા કપથી બનાવેલા લાઇટિંગ વાળા પોસ્ટર પર તરત નજર પડતી ઓફીસ જનારા લોકો કાયમ અહીં ચા કોફી કરી ને નીકળતા ,સવાર સવાર માં એક ટેબલ પરથી ક્યારેક શેરબજાર નો અવાજ ...વધુ વાંચો

2

કોફી શોપ - ૨

કદાચ બની શકે કોઈ આવાનું હોય અને ના આવ્યું પણ્! જૉ એવું જ હોય તો એ પેલી વ્યક્તિને ફોન કરતો કે કયાં છે કેટલી વાર લાગશે અને એવો કોઈ ફોન કોલ એને કર્યો નહોતો મતલબ કોઈ આવાનું નહી હોય છત્તા સીટ માટે ના પાડી, But Wait, ના પાડતી વખતે એને ખૂબ નમ્રતા થી કહ્યું હતું, એના ચહેરા પર સાફ દેખાતું હતું જાણે સાચ્ચે કોઈ આવશે એટલે નક્કી કોઈ આવાનુ હશે અને નથી આવ્યું” આ સારીકા માટે અજીબ અનુભવ હતો, દિવસ માં ઘણી વાર કામની વચ્ચે આ વિચાર આવ્યા હતા , પણ એ નક્કી ના કરી શકી કે એ યુવાનનો ...વધુ વાંચો

3

કોફી શોપ - ૩

"Excuse me, may i ?" "yes sure" સારીકાએ કહ્યું. આજ સમરના હાવભાવ જરા અજીબ થઈ ગયા હતા , સારીકા તો પી રહી હતી પણ સમરની હરકતો પર સતત નજર રાખીને બેસી હતી, રોજ ની જેમ આજે પણ એ પેડ અને પેન કાઢીને લખવાનું શરૂ કરે છે, પણ આજ બરાબર લખી નથી શકતો, લખતા લખતા ચેકિને ફરી નવુ….. પેજ લેવું એક લાઇન લખીને ચેકિ નાખવી, ફરી લખવી, આવું વારંવાર થઈ રહ્યું હતું. જાણે સમરને કંઇક લખવું તો છે પણ સામે કોઈનુ બેસેલું હોવું એ ઘ્યાન ભંગ કરાવતું હોય એવું લાગી રહ્યું હતું. થોડીક વાર માં બધું સમેટીને ચાલી નીકળે છે. ...વધુ વાંચો

4

કોફી શોપ - ૪ - છેલ્લો ભાગ

સારીકા વિચારી રહી હતી કે આ બધામાંથી સમરને કંઈ રીતે બહાર કાઢીશ, કંઈ રીતે સમજાવીશ એમને, આવા વિચારોમાં જ ઓફિસ આવી ગઈ એ ખ્યાલ જ ના રહ્યો. હવે સારીકા અને સમરનો સવારની કોફી સાથે પીવાનો નિત્યક્રમ બની ગયો, બંને એકબીજાને મિત્રો બની ગયા, સારીકા ધીમે ધીમે સમરની નાની નાની વાતોને બારીકાઈથી જોવા લાગી કે સમરને શુ પસંદ છે શું નથી ગમતું, એમનો સ્વભાવ, એમના હાવભાવ, બધી જ વસ્તુનું નિરીક્ષણ કરી રહી અને એક દિવસ સાંજના સમયે ઘરે આવીને સારીકાએ સમર કોલ કર્યો. સારીકા - હેલો સમર. સમર - હેલો સારીકા. સારીકા - બસ કંઈ નહીં એમજ વિચાર્યું કે આજે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો