દક્ષ મુંબઈના દરિયા કિનારે બેઠો હતો...દક્ષ એ ખુશનુમા સાંજને માણી રહ્યો હતો. મદમસ્ત વહેતો ઠંડો પવન વાય રહ્યો હતો. ને  એક જ વિચાર આવ્યો...કે કાશ "એ" આજ સાથે હોતી ને...આ સાંજ પેલી ક્ષિતિજની અને "એ" મારી બાહોમાં ઢળી જતે..!! દક્ષની મનોસ્થિતિ અત્યારે આ સાંજ જેવી હતી. જીવનમાં જેમ સંપૂર્ણ સુખ ના હોય અને સંપૂર્ણ દુ:ખ ના હોય તેવો સમય તે સાંજ. હા...એક એવો ચહેરો અને વ્યક્તિત્વ મળ્યું. મારો પ્રેમ શુધ્ધ હતો અને આજે પણ છે અને રહેશે. એ ઘટતો નથી બલ્કે વધતો જાય છે. જીવન એના ખ્યાલમાં જીવતાં જીવતાં જ રોશન થઈ રહ્યું છે. દક્ષ ક્ષિતિજે ધરતી અને

Full Novel

1

મિસ્ટર યાદ - ભાગ ૧

દક્ષ મુંબઈના દરિયા કિનારે બેઠો હતો...દક્ષ એ ખુશનુમા સાંજને માણી રહ્યો હતો. મદમસ્ત વહેતો ઠંડો પવન વાય રહ્યો હતો. એક જ વિચાર આવ્યો...કે કાશ "એ" આજ સાથે હોતી ને...આ સાંજ પેલી ક્ષિતિજની અને "એ" મારી બાહોમાં ઢળી જતે..!! દક્ષની મનોસ્થિતિ અત્યારે આ સાંજ જેવી હતી. જીવનમાં જેમ સંપૂર્ણ સુખ ના હોય અને સંપૂર્ણ દુ:ખ ના હોય તેવો સમય તે સાંજ. હા...એક એવો ચહેરો અને વ્યક્તિત્વ મળ્યું. મારો પ્રેમ શુધ્ધ હતો અને આજે પણ છે અને રહેશે. એ ઘટતો નથી બલ્કે વધતો જાય છે. જીવન એના ખ્યાલમાં જીવતાં જીવતાં જ રોશન થઈ રહ્યું છે. દક્ષ ક્ષિતિજે ધરતી અને ...વધુ વાંચો

2

મિસ્ટર યાદ - ભાગ ૨

દક્ષને સંગીત અને લેખનનો શોખ હતો. દક્ષ સિંગર હતો. કોલેજમાં પહેલાં જ દિવસે દક્ષે પોતાના મધુર અવાજથી ગિટાર દ્રારા મન મોહી લીધા હતા. કોલેજની દરેક યુવતીઓના હદયમાં દક્ષ વસી ગયો હતો. દક્ષ સોહામણું વ્યક્તિત્વ ધરાવતો હતો અને કરોડપતિ બિઝનેસમેનનો એકનો એક દિકરો. દક્ષની ફ્રેન્ડ સર્કલમાં ઘણી યુવતીઓ હતી. દક્ષને નવી નવી યુવતીને ફ્રેન્ડ બનાવી લેતો. યુવતીઓ પણ દક્ષની પર્સનાલીટી જોઈ દક્ષ સાથે ફ્રેન્ડશીપ કરી લેતી. મહેક કોલેજમાં પ્રવેશી ત્યારે પોતે કેવી રીતના મહેકને હેરાન કરી દીધી હતી તે યાદ કરતા જ દક્ષ મંદ મંદ હસી રહ્યો હતો. કોલેજમાં દક્ષ પોતાના ફ્રેન્ડ કાર્તિક ...વધુ વાંચો

3

મિસ્ટર યાદ - ભાગ ૩

સુમનબહેને દક્ષને જમવા માટે બોલાવ્યો. દક્ષ ડાઈનિંગ ટેબલ પર બેસવા જતો હતો કે દક્ષના હાથમાં રહેલો મોબાઈલ નીચે પડ્યો. મોબાઈલ લેવા નીચે નમ્યો. તે ક્ષણે દક્ષની નજર સામે મહેકનો ચહેરો તરવરવા લાગ્યો. આવી જ કોઈ ક્ષણે બંનેના મોબાઈલ નીચે પડ્યા હતા.आज भी कई सवाल हैइस दिल मेंप्यार का गम बेशुमार हैइस दिल मेकुछ कह नहीं पाताये दिल मगरकिसी दिल के लिएबहुत प्यार है इस दिल में ।દક્ષ ફરી ભૂતકાળમાં સરી પડ્યો. એક દિવસે મહેક મોબાઈલમાં જોતા જોતા આવતી હતી. સામેથી દક્ષ પણ આવતો હતો.મહેક કે દક્ષ બંનેનું ધ્યાન નહોતું. બંને ભટકાયા.મહેકની બે-ત્રણ બુકો અને મોબાઈલ નીચે ...વધુ વાંચો

4

મિસ્ટર યાદ - ભાગ ૪

એક સાંજે દક્ષ એમજ જરા લટાર મારવા નીકળ્યો હતો. સાથે ગિટાર પણ લઈ લીધું. એક જગ્યાએ બાગમાં જઈ બેઠો. લઈ Song ગાવા લાગ્યો.પહેલા વરસાદની પહેલી આ વાત છે...મારી વાતોમાં તારી યાદ...પહેલા વરસાદની પહેલી આ વાત છે...મારી વાતોમાં તારી યાદ...ગીત તું સંગીત તું...મારી જીત મારી પ્રિત...ગીત તું સંગીત તું...મારી જીત મારી પ્રિત...કે હું દુનિયા ભૂલાઉં, દુનિયા ભૂલાઉંદુનિયા ભૂલાઉં તારા માટેકે હું દુનિયા ભૂલાઉં, દુનિયા ભૂલાઉંભૂલે ભૂલાય નહિ, વિસરે એ પ્રેમ નહિસદિયોનો સાથ છોડે છોડાયે એમ નહિભૂલે ભૂલાય નહિ, વિસરે એ પ્રેમ નહિસદિયોનો સાથ છોડે છોડાયે એમ નહિમારા વર્તનમાં, મારા શ્વાસમાં...અહેસાસમાં, તારી યાદ...કે હું દુનિયા ભૂલાઉં, દુનિયા ભૂલાઉંદુનિયા ...વધુ વાંચો

5

મિસ્ટર યાદ - ભાગ ૫

तुमहारे साथ बिताये चन्द लम्हे वहीबन गई ज़िन्दगी हमारीज़िन्दगी किसे कहते है वोअब हम नहीं जानना चाहते। પોતાની વાતોથી લાગણીઓને ઠેસ પહોંચી હતી ત્યારે મહેક કેવી રિસાઈ ગઈ હતી. મહેક એ જ વિચારતી રહી કે દક્ષ મારા વિશે આવુ કેમ વિચારે છે? તે દિવસે મહેકનું મન વ્યાકુળ થઈ ગયું હતું.બીજા દિવસે કૉલેજમાં દક્ષ અને મહેકનું ગૃપ કેન્ટીનમા બેઠા હતા.સ્વાતિ:- "ચાલો યાર બાગમાં બેસીને કંઈ ઠંડુ પી લઈએ."કાર્તિક:- "હા યાર ચાલો chill મારીએ."દક્ષ મનમાં વિચારવા લાગ્યો કે મહેક તો પોતાની સાથે લાઈબ્રેરીમાં લઈ જશે."Ok તમે બાગમાં જાઓ. હું પછી તમને Join કરીશ. હું એકવાર લાઈબ્રેરીમાં જઈ આવું." એમ કહી મહેક ...વધુ વાંચો

6

મિસ્ટર યાદ - ભાગ ૬

આંખના પલકારા આજે પણ સ્તબ્ધ થઈ જાય છે... જ્યારે ભેટો ક્યાંક એમનો...સ્મરણોમાં થઈ જાય છે...દક્ષ આજે પણ મહેકને એટલું ચાહતો હતો. ન સમયની ગણતરી...ન પળોનો હિસાબ...લાગણી આજે પણ...તારાથી એટલી જ છે... અનહદ...બેહદ...બેહિસાબ... જ્યારે મહેકે ન તો ફોન રિસીવ કર્યો ન તો કોઈ મેસેજના રિપ્લાય આપ્યા ત્યારે પોતે મહેક પર કેવો ગુસ્સે થઈ ગયો હતો તે દક્ષને યાદ આવ્યું. દક્ષ અને મહેકની મૈત્રી દિવસે દિવસે વધતી હતી. એમ કરતા કરતા દિવાળી વેકેશન આવી ગયું. મહેક દિવાળી વેકેશન કરવા એની નાનીને ત્યાં જવાની હતી. દિવાળી વેકેશનમાં નાનીને ત્યાં બધા ભેગા થતા. મામાના અને માસીના છોકરા-છોકરી. બધા ખૂબ મસ્તી કરતા. ...વધુ વાંચો

7

મિસ્ટર યાદ - ભાગ ૭

દક્ષે મહેક સાથે વિતાવેલી હસીન પળોને યાદ કરી રહ્યો હતો.पलटती रहीज़िंदगी के पन्ने,रात भरजाने कब उड गएज़िंन्दगी के हसीन જેમ સાંજે દક્ષ અને મહેકની મેસેજ દ્રારા વાત થઈ.દક્ષ:- "hey ચાલને કાલે કશે જઈએ. માત્ર હું અને તું."મહેક:- "Ok ક્યાં જઈશું."દક્ષ:- "તું સાંજે ૪ વાગે તૈયાર રહેજે."મહેક:- "Ok..."દક્ષ:- "bye...good night"મહેક:- "Sweet dream..."બીજા દિવસે દક્ષ મહેકને લઈ એક પાર્કમાં ગયો. બંન્ને વૃક્ષ નીચે રાખેલા બાંકડા પર બેઠા.દક્ષ:- "Do you love me?"મહેક:- "તને શું લાગે છે?"દક્ષ:- "I know કે તું મને ચાહે છે. પણ એકવાર તારા મુખેથી સાંભળવા માંગુ છું."મહેક:-"દક્ષ હું તને ચાહુ છું પણ..."દક્ષ:- "પણ શું?"મહેક:- "દક્ષ આપણી લાઈફ સ્ટાઈલ અલગ ...વધુ વાંચો

8

મિસ્ટર યાદ - ભાગ ૮

कोई हमदर्द ना था,कोई भी दर्द ना था,अचानक एक हमदर्द मिलाफिर उसी से हर दर्द मिला।દક્ષને તે દિવસ યાદ તે દિવસે બંન્નેની આંખો ભીની થઈ ગઈ હતી. પણ કોઈએ એકબીજાને અણસાર પણ ન આવવા દીધો. કોલેજના બીજા વર્ષનો છેલ્લો દિવસ હતો અને મે વેકેશન હતું. મહેક એની નાનીના ઘરે જવાની હતી. આ વખતે દક્ષ પણ આ શહેરથી થોડા દિવસ માટે દૂર જતો રહેવાનો હતો. મહેક દક્ષ ને ખૂબ યાદ કરતી હતી. પોતાની જાત સાથે લડતી રહી કે તે જ દક્ષ પર વિશ્વાસ ન કર્યો. દિલ દક્ષની વાત પર વિશ્વાસ કરતું અને દિમાગ કહેતું કે જે જોયું તેનું શું? મહેકના ...વધુ વાંચો

9

મિસ્ટર યાદ - ભાગ ૯

બીજા દિવસે દક્ષ પોતાની ઑફિસે હોય છે. દક્ષના મેનેજર પર્સનલ સેક્રેટરીના ઈન્ટરવ્યું લેવાના હોય છે. આખરે પચાસ કેન્ડીડેટ માંથી યુવતીઓને સેક્રેટરી તરીકે પસંદ કરી. ત્રણેયને પોતપોતાનું કાર્ય સમજાવી મેનેજર ચાલ્યા ગયા. દક્ષે ત્રણેય સેક્રેટરીને એક પછી એક વારાફરતી પોતાની કેબિનમાં બોલાવ્યા. બે સેક્રેટરી સ્માર્ટ અને ઈન્ટેલીજન્ટ લાગી. હવે એક સેક્રેટરી બાકી હતી. દક્ષ પોતાની કેબિનમાં ફાઈલ ખોલી પાછળની તરફ મોં ફેરવીને બેઠો હતો. કેબિનનો દરવાજો ખોલવાનો અવાજ આવ્યો અને એક યુવતીએ " May i come in sir?" એવો અવાજ દક્ષના કાને પડ્યો." Yes come in." આટલું કહી દક્ષ આગળ તરફ ફર્યો. ફાઈલ મૂકી દીધી અને ...વધુ વાંચો

10

મિસ્ટર યાદ - ભાગ ૧૦

એક દિવસે દક્ષ મહેકને ઓફિસને લગતા કામ વિશે કંઈ સમજાવતો હતો. એટલામાં જ મહેકના ફોનની રીંગ વાગે છે. દક્ષે તો સિધ્ધાર્થનો ફોન હતો. મહેકે ફોન રિસીવ કર્યો અને વાત કરતા કરતા કેબિનની બહાર નીકળી ગઈ. દક્ષ મનમાં જ વિચારવા લાગ્યો " ભલે સિધ્ધાર્થ અને મહેકની સગાઈ થઈ ગઈ હોય. પણ હું તો આજે પણ મહેકને ચાહું છું. સગાઈ જ તો થઈ છે. લગ્ન તો નથી થયાને..!! અને સગાઈ તો તૂટી પણ શકે..!!" દક્ષને આવા જાતજાતના વિચારો આવવા લાગે છે. એક દિવસ ઑફિસમાંથી બધો સ્ટાફ જતો રહ્યો હતો. મહેકને પંદર વીસ મિનીટનું કામ હતું તે પતાવીને જવાનું વિચારતી હતી. મહેક કામ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો