"માલુ તે ક્યારેય સુરસિંગની ગાને જોઈ છે" નથુએ હથેળીમા તમાકુ સાથે ચુનો મસળતા પોતાની વહુ માલાને પૂછ્યુ. જવાબમાં માલાએ કીધુ. "હા ભારે જબરી છે હો.અલમસ્ત સાક્ષાત કામધેનુ જ જોઈ લો.દાડે દસ બાર લિટર દૂધ તો આપતી જ હશે?" "અલી તું દૂધની ક્યાં કરે સો.એની ખાલ જો હાથ લાગી જાય ને તો બેડો પાર થઈ જાય હો." નથુની વાત સાંભળીને માલા ચોકી ગઈ. "એલા સુ બોલેસો કાંઈ ભાન બાન સે કે નય?આપણે ચમાર ખરા ચામડા ચુથવાનુ આપણું કામે ય ખરું.પણ જીવતી ગાને મારીને એની ખાલ ઊતડીએ તો પાપ લાગે અને સાત જન્મે ય છુટકારો નો થાય." "પણ મેં ક્યાં એને મારવાની વાત કરી સે?"

1

કાંટો કાઢ્યો 1

કાંટો કાઢ્યો 1 "માલુ તે ક્યારેય સુરસિંગની ગાને જોઈ છે"નથુએ હથેળીમા તમાકુ સાથે ચુનો મસળતા પોતાની વહુ માલાને જવાબમાં માલાએ કીધુ."હા ભારે જબરી છે હો.અલમસ્ત સાક્ષાત કામધેનુ જ જોઈ લો.દાડે દસ બાર લિટર દૂધ તો આપતી જ હશે?""અલી તું દૂધની ક્યાં કરે સો.એની ખાલ જો હાથ લાગી જાય ને તો બેડો પાર થઈ જાય હો."નથુની વાત સાંભળીને માલા ચોકી ગઈ."એલા સુ બોલેસો કાંઈ ભાન બાન સે કે નય?આપણે ચમાર ખરા ચામડા ચુથવાનુ આપણું કામે ય ખરું.પણ જીવતી ગાને મારીને એની ખાલ ઊતડીએ તો પાપ લાગે અને સાત જન્મે ય છુટકારો નો થાય.""પણ મેં ક્યાં એને મારવાની વાત કરી ...વધુ વાંચો

2

કાંટો કાઢ્યો 2

કાંટો કાઢ્યો. 2 કાશીની આંગળીઓ સુરસીંગની ઝુલ્ફોમાં ફરતી હતી.અને સુરસીંગના હાથ કાશીના વાહામાં ફરતા હતા."મેં કીધું તું કાશી?કે તારી અને મારી વચાળના કાંટાને હું દૂર કરીશ ત્યારે જ તને પ્રેમ કરવા આવીશ.""હા મારા સુર.હવે તો હું આજથી તારી ગુલામડી થઈને જીવીશ.તે એવી રીતે એનું કાસળ કાઢ્યુ કે કોઈ કરતા કોઈને જરા જેટલી ય શંકા ન પડી.સાપે ય મરી ગ્યો અને લાકડી ય નો ભાંગી.ખરોસો તુ હો!"કાશીએ સુરસીંગ ના વખાણ કરતા કહ્યુ."આ બધો પ્રેમનો પ્રતાપ છે કાશી.પ્રેમ માણસ પાસે હું નથી કરાવતો?મારે તને મારી બનાવવા મારા હાથને લોહીથી રંગવા પડ્યા.અને માથે ગો હત્યાનું પાપે ય ચઢાવવું પડ્યુ કાશી.""કાંઈ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો