આજથી શરુ થતી મારી નવી સફર.... "મળ્યા વગર પણ આખી જિંદગી સાથે શ્વાસ લેનારા બે આત્માઓની કથા." ?? સમર્પણ?? એ દરેક નામ વગરના સંબંધને... જેમાં અધિકાર નહોતો, છતાં ચિંતા હતી... અંતર હતું, છતાં આત્મીયતા હતી... અને શબ્દો ઓછા હતા, છતાં પ્રાર્થનાઓ ક્યારેય અધૂરી નહોતી. આ કૃતિ એવા દરેક હૃદયને સમર્પિત છે, જેણે કોઈને પોતાના માટે નહીં, પરંતુ તેના સુખ માટે પ્રેમ કર્યો છે.

1

સહિયારા શ્વાસ - અધ્યાય 1

આજથી શરુ થતી મારી નવી સફર...."મળ્યા વગર પણ આખી જિંદગી સાથે શ્વાસ લેનારા બે આત્માઓની કથા."🪻 સમર્પણ🪻એ દરેક નામ સંબંધને...જેમાં અધિકાર નહોતો, છતાં ચિંતા હતી...અંતર હતું, છતાં આત્મીયતા હતી...અને શબ્દો ઓછા હતા, છતાં પ્રાર્થનાઓ ક્યારેય અધૂરી નહોતી.આ કૃતિ એવા દરેક હૃદયને સમર્પિત છે, જેણે કોઈને પોતાના માટે નહીં, પરંતુ તેના સુખ માટે પ્રેમ કર્યો છે.🪻લેખકની કલમેથી...🪻 દરેક સંબંધને કોઈ નામ હોય એવું જરૂરી નથી.કેટલાક સંબંધો જન્મથી મળે છે. કેટલાક સંબંધો સમાજ બનાવે છે. અને કેટલાક સંબંધો તોઈશ્વર પોતાની સૌથી સુંદર ફુરસદમાં બનાવે છે.એ સંબંધો લોહીથી જોડાતા નથી.કોઈ વચનથી પણ બંધાતા નથી.તેમને સાબિત કરવાની જરૂર પડતી નથી.તેઓ ફક્ત ને ફક્ત ...વધુ વાંચો

2

સહિયારા શ્વાસ - અધ્યાય 2

સહિયારા શ્વાસઅધ્યાય – ૨શબ્દોથી જન્મતો વિશ્વાસ"કેટલાક સંબંધો એક 'હેલો'થી શરૂ થાય છે... અને આખી જિંદગી 'ધ્યાન રાખજે' સુધી પહોંચે રાત્રિના અગિયાર વાગી ચૂક્યા હતા.બહાર આખું શહેર ઊંઘની ચાદર ઓઢીને શાંત થઈ ગયું હતું. દૂર ક્યાંક કૂતરાંના ભસવાનો અવાજ આવતો અને ફરી ચારેબાજુ મૌન પથરાઈ જતું. બારીમાંથી આવતી ચાંદની રૂમના ફ્લોર પર ચાંદી જેવી રેખાઓ દોરી રહી હતી.નિત્યાનો મોબાઇલ હજુ પણ તેના હાથમાં હતો.મેસેજ મોકલ્યા પછી જાણે સમય થંભી ગયો હતો.તે પોતાની જાતને સમજાવતી હતી..."જવાબ આવે કે ન આવે... કોઈ ફરક પડતો નથી."પણ મન જ જાણતું હતું કે‌ ફરક પડતો હતો....ખૂબ જ પડતો હતો.દર બે-ત્રણ ...વધુ વાંચો

3

સહિયારા શ્વાસ - અધ્યાય 3

"સહિયારા શ્વાસ "અધ્યાય – ૩"આત્મીયતા " "સંબંધો મોટા પ્રસંગોથી નથી બંધાતા...રોજ પૂછાયેલા એક નાના 'કેમ છો?'થી પણ આખી જોડાઈ જાય છે."સમયનું સૌથી સુંદર રૂપ એ છે કે તે ક્યારેય ઉતાવળ કરતો નથી.એક દિવસ... પછી બીજો... પછી ત્રીજો...અને ધીમે ધીમે દિવસો અઠવાડિયામાં બદલાઈ ગયા.નિત્યા અને કર્તવ્ય વચ્ચે પણ કંઈક આવું જ બનતું હતું.શરૂઆતમાં દિવસમાં એકાદ-બે મેસેજ થતા. પછી વાતો થોડી લાંબી થવા લાગી. અને પછી એક દિવસ એવો આવ્યો કે સવારે "Good Morning" કહ્યા વગર બંનેમાંથી કોઈનો દિવસ શરૂ થતો જ નહોતો.કર્તવ્ય રોજ સવારે લગભગ છ વાગ્યે લખતો..."Good Morning... Have a nice day."અને નિત્યાનો જવાબ પણ લગભગ નક્કી જ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો