ઘણી વાર જીવનમાં બનતી કેટલીક ઘટનાઓ માત્ર એક પરિવારની નથી રહેતી; તે આખા સમાજને અરીસો બતાવી જાય છે. વર્ષો સુધી લોકોની વચ્ચે રહીને, અનેક સ્ત્રીઓના મૌન, અનેક માતા-પિતાની લાચારી અને અનેક બાળકોની નિઃશબ્દ પીડા જોઈ છે. દરેક ઘટનાના અંતે એક જ પ્રશ્ન મારા મનમાં ઊભો થતો રહ્યો, "વાંક કોનો?" શું વાંક માત્ર વ્યક્તિનો હોય છે? કે પછી એ નિર્ણયોનો, જે આપણે પોતાના ન હોવા છતાં સ્વીકારી લઈએ છીએ? શું વાંક સમાજના રૂઢિચુસ્ત વિચારોનો છે? શું માતા-પિતાના અતિશય દખલનો છે? શું બદલાતા સમયનો છે? કે પછી આપણાં પોતાના મૌનનો?

1

વાંક કોનો? - પ્રસ્તાવના

વાંક કોનો?ઘણી વાર જીવનમાં બનતી કેટલીક ઘટનાઓ માત્ર એક પરિવારની નથી રહેતી; તે આખા સમાજને અરીસો બતાવી જાય છે. સુધી લોકોની વચ્ચે રહીને, અનેક સ્ત્રીઓના મૌન, અનેક માતા-પિતાની લાચારી અને અનેક બાળકોની નિઃશબ્દ પીડા જોઈ છે. દરેક ઘટનાના અંતે એક જ પ્રશ્ન મારા મનમાં ઊભો થતો રહ્યો, "વાંક કોનો?"શું વાંક માત્ર વ્યક્તિનો હોય છે? કે પછી એ નિર્ણયોનો, જે આપણે પોતાના ન હોવા છતાં સ્વીકારી લઈએ છીએ? શું વાંક સમાજના રૂઢિચુસ્ત વિચારોનો છે? શું માતા-પિતાના અતિશય દખલનો છે? શું બદલાતા સમયનો છે? કે પછી આપણાં પોતાના મૌનનો?આ નવલકથા કોઈ એક વ્યક્તિને દોષી ઠેરવવા માટે લખાઈ નથી. જીવનમાં બહુ ઓછા ...વધુ વાંચો

2

વાંક કોનો? - ભાગ - 1

સવારના પાંચ વાગવામાં હજુ થોડી વાર હતી. આખું શહેર ગાઢ નિંદ્રામાં ડૂબેલું હતું. રસ્તાઓ પર સન્નાટો પથરાયેલો હતો. ક્યાંક કોઈ ચોકીદારની સિટી સંભળાતી હતી તો ક્યાંક કોઈ ભટકતો કૂતરો રસ્તા પર નિરાંતે ફરી રહ્યો હતો. પૂર્વ દિશામાં આકાશ ધીમે ધીમે ગુલાબી રંગે રંગાવા લાગ્યું હતું. રાત અને સવારની વચ્ચેનો એ શાંત સમય જાણે કોઈ ઊંડા વિચારમાં મગ્ન હોય એવો લાગતો હતો. પરંતુ શહેરના મધ્યમાં આવેલી એક ઓફિસમાં લાઇટો ઘણાં સમય પહેલાં જ પ્રગટી ચૂકી હતી. દરવાજા પર સોનેરી અક્ષરોમાં લખેલું હતું, "એડવોકેટ આયેશા ખાન."આજે આયેશા મેડમ રોજ કરતાં ઘણાં વહેલા ઓફિસે આવી ગયાં હતાં. આખી રાત તેમને ઊંઘ આવી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો