તારીખ: ૧૨ ઓગસ્ટ, ૨૦૨X સ્થળ: હિમાલયની પહાડીઓમાં આવેલી 'આર્યભટ્ટ એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી' રાતના ત્રણ વાગ્યા હતા. બહાર બરફીલા પવનો ફૂંકાઈ રહ્યા હતા, પણ ઓબ્ઝર્વેટરીની અંદર વાતાવરણ ગરમાગરમ હતું. મુખ્ય વૈજ્ઞાનિક આર્યન તેની મોટી કમ્પ્યુટર સ્ક્રીન સામે એકીટશે જોઈ રહ્યો હતો. તેની આંખો લાલ ચોળ થઈ ગઈ હતી, કારણ કે છેલ્લા ૭૨ કલાકથી તે સુતો નહોતો. "આ શક્ય જ નથી..." આર્યન મનમાં બબડ્યો.
કાયામત: અંતિમ આશ્રય - 1
પ્રકરણ ૧: આકાશનો છાયડોતારીખ: ૧૨ ઓગસ્ટ, ૨૦૨Xસ્થળ: હિમાલયની પહાડીઓમાં આવેલી 'આર્યભટ્ટ એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી'રાતના ત્રણ વાગ્યા હતા. બહાર બરફીલા પવનો રહ્યા હતા, પણ ઓબ્ઝર્વેટરીની અંદર વાતાવરણ ગરમાગરમ હતું. મુખ્ય વૈજ્ઞાનિક આર્યન તેની મોટી કમ્પ્યુટર સ્ક્રીન સામે એકીટશે જોઈ રહ્યો હતો. તેની આંખો લાલ ચોળ થઈ ગઈ હતી, કારણ કે છેલ્લા ૭૨ કલાકથી તે સુતો નહોતો."આ શક્ય જ નથી..." આર્યન મનમાં બબડ્યો.તેણે ફરીથી ટેલિસ્કોપના ડેટાને રી-કેલ્ક્યુલેટ કર્યો. તેના હાથ ધ્રૂજી રહ્યા હતા. અવકાશના અનંત અંધકારમાં એક નાનકડું ટપકું દેખાતું હતું, જે પૃથ્વી તરફ અત્યંત ઝડપે ગતિ કરી રહ્યું હતું. તે કોઈ સામાન્ય ઉલ્કા નહોતી. ડર અને રહસ્ય સાથે તેણે ધ્રુજતા અવાજે ...વધુ વાંચો
કાયામત: અંતિમ આશ્રય - 2
પ્રકરણ ૨: પ્રોજેક્ટ 'સેફ ગાર્ડ'સ્થળ: જીનીવા, સ્વિટ્ઝર્લેન્ડ – એક અજ્ઞાત અંડરગ્રાઉન્ડ કોન્ફરન્સ હોલ.સમય: ઉલ્કાની શોધના ૪૮ કલાક પછી.દુનિયાના સૌથી સાત દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને ટોચના વૈજ્ઞાનિકો એક ટેબલ પર બેઠા હતા. સુરક્ષા એટલી સખત હતી કે પક્ષી પણ પર મારી શકે તેમ નહોતું. હોલમાં સન્નાટો હતો, જે માત્ર આર્યનના બૂટના અવાજથી તૂટ્યો. આર્યન પોતાની સાથે તમામ માહિતીઓ સાથે અહીં હાજર હતો. તેના ધ્રુજતા હાથમાં તે માહિતીની ફાઈલ હતી.આર્યને સ્ટેજ પર જઈ ડિજિટલ નકશો પ્રદર્શિત કર્યો. લાલ રંગનું એક ટપકું પૃથ્વી તરફ આગળ વધી રહ્યું હતું."માનનીય નેતાઓ," આર્યનનો અવાજ ગંભીર હતો. "આ ઉલ્કાનું નામ અમે 'કયામત' રાખ્યું છે. તેની ગતિ 70,000 ...વધુ વાંચો
કાયામત: અંતિમ આશ્રય - 3
પ્રકરણ ૩: પાતાળનું નિર્માણસમય: ઉલ્કાના ટકરાવના ૧૪ મહિના પહેલા.સ્થળ: મધ્ય ભારત અને સાઇબેરિયાના ઊંડા જંગલો.દુનિયા અત્યારે એક ભ્રમમાં જીવી હતી. સમાચાર પત્રોમાં હેડલાઇન્સ હતી: "વિશ્વના સાત દેશો વચ્ચે ઐતિહાસિક સમજૂતી - 'ગ્લોબલ હાઇપરલૂપ ટનલ' થી આખી દુનિયા જોડાશે." સામાન્ય માણસ ખુશ હતો આ વિકાસ થકી તમામ દેશની વચ્ચે જોડાવાથી બીજા લાભો પણ મળશે અને હવે મુસાફરી ઝડપી બનશે, પણ જમીનની હજારો ફૂટ નીચે સત્ય કંઈક અલગ જ આકાર લઈ રહ્યું હતું, જે ઉપરની દુનિયા કરતાં તદ્દન ભિન્ન હતું.આર્યન અત્યારે મધ્ય ભારતના એક પહાડી વિસ્તારમાં બનેલા 'સેક્ટર-૭' નામના સાઇટ પર હતો. અહીં હજારો મજૂરો દિવસ-રાત કામ કરી રહ્યા હતા. વિશાળ ...વધુ વાંચો
કાયામત: અંતિમ આશ્રય - 4
પ્રકરણ ૪: ન્યાયનો દિવસ અને ગુપ્ત મહોરસમય: ઉલ્કા ટકરાવાના ૧૦ મહિના પહેલા.સ્થળ: વિક્ટર સ્ટીલનું રહસ્યમય કંટ્રોલ સેન્ટર – પૃથ્વીના અંધકારમાં માત્ર કમ્પ્યુટર સ્ક્રીન્સનો વાદળી અને લાલ પ્રકાશ રેલાઈ રહ્યો હતો. ત્યાં ફેલાયેલો સન્નાટો, અને સામેની વિશાળ વોલ-સ્ક્રીન પર આઠ અબજ લોકોની વસ્તી ધરાવતી પૃથ્વીનો નકશો હતો. ત્યાં બેઠેલા શક્તિશાળી લોકોના હાથમાં આજે એવો નિર્ણય હતો જે નિર્ણય લેવાની હિંમત ઈશ્વરે પણ ન કરી હોય: માનવજાત માંથી કોને બચાવવા કોને રાખી દેવા " કોણ બંકરમાં હશે કોણ નહીં હોય " કોણ જીવશે અને કોણ મરશે?"આર્યન રૂમમાં દાખલ થયો ત્યારે તેના ચહેરા પર ગુસ્સો અને થાક હતો. તેણે ટેબલ પર ફાઇલ ...વધુ વાંચો