“આ નવલકથાના મૂળિયાં માત્ર ને માત્ર લેખકની કલ્પનામાં રોપાયેલા છે. આમાં આવતા પાત્રો, ગામના નામ કે ઘટનાઓને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે વાસ્તવિક ઈતિહાસ સાથે સ્નાન-સૂતકનોય સંબંધ નથી. સાણથલી ગામ કે પાત્રો જો કોઈ વાસ્તવિક વ્યક્તિ સાથે મળતા આવે, તો તેને માત્ર કુદરતી સંજોગ ગણવો. આ સત્ય ઘટના નથી, પણ સત્યની નજીક પહોંચવાની એક સર્જનાત્મક કોશિશ છે.”

1

અસવાર - ભાગ 1

પંચાળનો શુરવીર અસવાર દેવાયત એક ગોઝારા અકસ્માતમાં પોતાના પગ ગુમાવી બેસે છે. જેની જિંદગી ઘોડાની પીઠ પર હતી, તે કેદ થઈ જાય છે. દુનિયાની દયા અને તિરસ્કાર વચ્ચે દેવાયતની જિંદગીમાં પ્રવેશ થાય છે ‘સારંગ’નો—એક એવો ખૂંખાર અને ‘શ્રાપિત’ ઘોડો જેને લોકો કતલખાને મોકલવા તૈયાર હતા. એક અપંગ માણસ અને એક ગાંડા ઘોડાની આ જોડી જોઈને આખું ગામ મજાક ઉડાવે છે. પણ વાત ત્યારે પલટાય છે જ્યારે રાજ્ય કક્ષાની અશ્વદોડમાં દેવાયત ભાગ લેવાનો પડકાર ફેંકે છે. સવાલ એ છે કે, જે ઘોડા પર કોઈ ચડી નથી શકતું, તેને પગ વગરનો ...વધુ વાંચો

2

અસવાર - ભાગ 2

ભાગ ૨: ગ્રહણ: સૂર્યનો અસ્તસમય: મે, ૧૯૯૯ (વિક્રમસંગ સામેની જીતના ૧૫ દિવસ પછી)સ્થળ: સાણથલી ગામ અને બાજુનું રામપર ગામવિક્રમસંગની હરાવ્યા પછી દેવાયતનું નામ પંચાળના સીમાડા વળોટીને આખા સૌરાષ્ટ્રમાં ગુંજતું થઈ ગયું હતું. ગામના ચોરે, ડાયરામાં અને લગ્નપ્રસંગોમાં બસ એક જ વાત થતી – “મરદ હોય તો દેવાયત જેવો, બાકી તો બધા પાણીના પરપોટા!”દેવાયત હવે જમીન પર નહોતો ચાલતો, સાચે જ હવામાં ઉડતો હતો. તેની ચાલમાં એક પ્રકારનો તોર આવી ગયો હતો. સવાર-સાંજ તેના ઘેર લોકો મળવા આવતા. કોઈ ઘોડાની સલાહ લેવા, તો કોઈ બસ ‘પંચાળના શુરવીર’ ને જોવા. અભિમાન ધીમે ધીમે દેવાયતની નસોમાં લોહી બનીને દોડતું હતું. પણ કહેવાય ...વધુ વાંચો

3

અસવાર - ભાગ 3

ભાગ ૩: પીંજરામાં પૂરો સિંહસમય: મે, ૨૦૦૦ (અકસ્માતના એક વર્ષ પછી)સ્થળ: દેવાયતની ડેલી, સાણથલી ગામ“પાંખ વિનાનું પંખીડું, ને પગ નર,જીવતર ઝેર બની ગયું, હવે સુનું લાગે ઘર.સાથી છૂટ્યા સંગાથ, હવે કોને કહું મારી વાત?પંચાળનો હાવજ આજ, રુવે આખી રાત...”સૂરજ તો એ જ હતો, પંચાળની ધરતી પણ એ જ હતી, પણ સાણથલી ગામની એ પ્રખ્યાત ડેલીનું દ્રશ્ય બદલાઈ ગયું હતું. જ્યાં પહેલાં ઘોડાના ડાબલા ગાજતા હતા, ત્યાં હવે એક ચરર... ચરર... અવાજ આવતો હતો – વ્હીલચેરના પૈડાંનો અવાજ.એક વર્ષ વીતી ગયું હતું. ૩૬૫ દિવસ, અને ૩૬૫ રાતો. દેવાયત માટે આ દરેક દિવસ એક સજા જેવો હતો.સાંજના પાંચ વાગ્યા હતા. દેવાયત ...વધુ વાંચો

4

અસવાર - ભાગ 4

ભાગ ૪: તોફાની સારંગ: એક શ્રાપિત આત્માસમય: જૂન, ૨૦૦૦ (પવનના ગયાના ૧૫ દિવસ પછી)સ્થળ: સાણથલી ગામનું પાદર અને વણઝારાનો ગયા પછી દેવાયતની હવેલી સ્મશાન જેવી ભાસતી હતી. આંગણામાં બંધાયેલો ખાલી ખૂંટો દેવાયતને સતત ડંખતો હતો. દેવાયત હવે ઓસરીમાં ઓછો અને પોતાના અંધારા ઓરડામાં વધારે રહેતો હતો. પવન ગયો, પણ તેની હણહણાટી હજી દેવાયતના કાનમાં ગુંજતી હતી.બપોરનો સમય હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા - ચોમાસાના પહેલા વરસાદના એંધાણ હતા. વાતાવરણમાં એક અજીબ પ્રકારનો ઉકળાટ અને શાંતિ હતી.ત્યાં જ અચાનક ગામના પાદરેથી કોલાહલ સંભળાયો. કૂતરાઓ ભસતા હતા અને કોઈ જાનવરની ભયાનક ચીસો સંભળાતી હતી. સામાન્ય રીતે ગામમાં શાંતિ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો