કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર

(17)
  • 170
  • 0
  • 7.9k

સુરત... મારું સુરત. આ નામ માત્ર નકશા પર દોરાયેલું એક શહેરનું નથી, પણ એક એવી જીવંત અને ધબકતી સંવેદના છે જે મારા રક્તકણોમાં ભળી ગયેલી છે. સૂર્યપુત્રી તાપીના ખોળે રમનારું અને મારા જેવા લાખો લોકોના સપનાઓને પોતાની વિશાળ અને ઉદાર છાતીમાં ધરબીને ધબકતું, ભારતવર્ષના પશ્ચિમ કિનારાનું આ એક અનોખું રત્ન છે. પુસ્તકોમાં ભલે આ શહેર ‘હીરાનગરી’, ‘કાપડ ઉદ્યોગનું કેન્દ્ર’ કે ‘બ્રિજ સીટી’ તરીકે ઓળખાતું હોય, પણ હું જાણું છું ત્યાં સુધી સુરતની ખરી ઓળખ આંકડાઓની માયાજાળમાં નથી. એક ભૂગોળના શિક્ષક તરીકે હું વર્ષોથી નકશાઓ પર આંગળી ફેરવતો આવ્યો છું, અક્ષાંશ અને રેખાંશના ગણિત સમજાવતો આવ્યો છું, પણ આ આટલા વર્ષના અનુભવે મને સમજાવ્યું છે કે નકશા પર દોરેલાં નિર્જીવ કાળાં ટપકાં અને જમીનની સાચી, ધબકતી તાસીરમાં જમીન-આસમાનનો ફેર હોય છે.

1

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 1

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર ખંડ – ૧ પ્રકરણ ૧: અસ્તિત્વ સુરત... મારું સુરત. આ નામ માત્ર પર દોરાયેલું એક શહેરનું નથી, પણ એક એવી જીવંત અને ધબકતી સંવેદના છે જે મારા રક્તકણોમાં ભળી ગયેલી છે. સૂર્યપુત્રી તાપીના ખોળે રમનારું અને મારા જેવા લાખો લોકોના સપનાઓને પોતાની વિશાળ અને ઉદાર છાતીમાં ધરબીને ધબકતું, ભારતવર્ષના પશ્ચિમ કિનારાનું આ એક અનોખું રત્ન છે. પુસ્તકોમાં ભલે આ શહેર ‘હીરાનગરી’, ‘કાપડ ઉદ્યોગનું કેન્દ્ર’ કે ‘બ્રિજ સીટી’ તરીકે ઓળખાતું હોય, પણ હું જાણું છું ત્યાં સુધી સુરતની ખરી ઓળખ આંકડાઓની માયાજાળમાં નથી. એક ભૂગોળના શિક્ ...વધુ વાંચો

2

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 2

પ્રકરણ : 2 પડઘો સુરતની રાતો ક્યારેય સંપૂર્ણપણે સૂતી નથી, પણ શનિવારની આ રાત કઈંક અલગ જ હતી. રસ્તાઓ પરથી વાહનોની અવરજવર હવે ધીમી પડી ગઈ હતી, સ્ટ્રીટ લાઈટોના પીળા થાંભલાઓ જાણે દિવસભરના થાક પછી માથું ઢાળી બેઠા હોય તેમ લાગતું હતું. મિત્રો સાથેની મહેફિલ પૂરી કરીને હું જ્યારે છૂટો પડ્યો, ત્યારે ઘડિયાળના કાંટા બારને વટાવી ચૂક્યા હતા. ગાડીના ટાયર ડામરના રસ્તા પર 'ઘરરર...' કરતા સરકતા હતા, પણ એ અવાજ મારા મનમાં ચાલતા વિચારોના વાવાઝોડાને દબાવી શકતો નહોતો. સામાન્ય રીતે મિત્રોને મળ્યા પછી મન હળવું થઈ જતું હોય છે, એક તાજગી મળતી હોય છે. પણ આજે... આજે ...વધુ વાંચો

3

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 3.

કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફરખંડ – ૧પ્રકરણ ૩: માયાજાળસોમવારનો યાંત્રિક સૂર્યોદયરવિવારની રાત હંમેશા એક મખમલી છેતરપિંડી જેવી હોય એ તમને આરામનો, શાંતિનો અને પોતાની જાત સાથે હોવાનો એક ભ્રમ આપે છે, પણ એ ભ્રમની બરાબર પાછળ સોમવાર નામનો રાક્ષસ મોઢું ફાડીને ઊભો હોય છે. તાપી કિનારે મિત્રો સાથે વિતાવેલી સાંજ, લોચાની લિજ્જત અને એ હળવાશ—આ બધું હવે જાણે કોઈ ગત જન્મની સ્મૃતિ હોય તેમ ભાસતું હતું.મારા બેડરૂમની બારીમાંથી આવતા સવારના આછા પ્રકાશમાં ધૂળના રજકણો તરી રહ્યા હતા. મોબાઈલના એલાર્મે તેની કર્કશ ફરજ બજાવી. સવારના ૬:૦૦. આ માત્ર સમય નહોતો, આ એક સાયરન હતું—મારી રોબોટિક જિંદગીની ફેક્ટરી ચાલુ થવાનું ...વધુ વાંચો

4

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 4

કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફરખંડ – ૧પ્રકરણ ૪: પાગલપન કે પરમજ્ઞાન?બ્રહ્માંડનો નકશો: જૂની દોસ્તી, નવો સંઘર્ષશનિવારની સાંજ. સુરતનું વિસ્તાર જાણે કોઈ મેળામાં ફેરવાઈ ગયું હતું. લોકોના ટોળા, લારીઓ પર વાગતા ગીતો અને વાહનોના હોર્નનો અવાજ—આ બધું સામાન્ય દિવસોમાં મને જીવંત લાગતું, પણ આજે મારા મનમાં જે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું તેની સામે બહારનો આ બધો કોલાહલ સાવ બેસૂરો હતો. સોમવારે ચિરાગના ચિત્રની ઘટના પછીના પાંચ દિવસ મેં જાણે કોઈ ઘેનમાં, કોઈ અવાસ્તવિક દુનિયામાં વિતાવ્યા હતા. સ્કૂલના ક્લાસરૂમમાં હું ભૌતિક રીતે હાજર હતો, બોર્ડ પર સમીકરણો લખતો હતો, પણ મારું મન હિમાલયની કોઈ ગુફામાં ગણતરીઓ માંડી રહ્યું હતું. મારે ...વધુ વાંચો

5

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 5

કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફરખંડ – ૧પ્રકરણ ૫: ઉત્તરપથનું આહ્વાનકાફેમાં થયેલા એ ઉગ્ર અને કડવાશભર્યા ઝઘડા પછી, મારા મારા બાળપણના ત્રણ જિગરજાન મિત્રો—મયંક, મિતેશ અને ભાવિક—વચ્ચે એક અદ્રશ્ય, પણ અભેદ દીવાલ ચણાઈ ગઈ હતી. આ દીવાલ ઈંટ કે પથ્થરની નહોતી, પણ વિચારોના સંઘર્ષની હતી.દિવસો વીતતા ગયા તેમ અમારું ‘યારો કી યારી’ વોટ્સએપ ગ્રુપ, જે પહેલા રાત-દિવસ મજાક-મસ્તી, રાજકીય ચર્ચાઓ અને ક્રિકેટના સ્કોરથી ધમધમતું હતું, તે હવે કોઈ વેરાન ખંડેર જેવું ભાસતું હતું. સવારે ફોન હાથમાં લઉં તો સ્ક્રીન પર માત્ર ઓફિશિયલ ગ્રુપ્સના મેસેજ હોય. ક્યારેક મયંક ભૂલથી કોઈ 'ગુડ મોર્નિંગ'નું ફોરવર્ડિયું મોકલી દેતો, તો ક્યારેક મિતેશ કોઈ જોક ...વધુ વાંચો

6

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 6

કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફરખંડ – ૧પ્રકરણ ૬: સુરતને વિદાય જૂન મહિનાનો છેલ્લો રવિવાર હતો. સુરતના આકાશમાં વાદળોએ જમાવટ કરી દીધી હતી. સવારથી જ સુરજ જાણે ક્યાંક રિસાઈને સંતાઈ ગયો હતો અને વાતાવરણમાં એક વિચિત્ર પ્રકારની ઉદાસીનતા અને ભેજ ભળેલો હતો. આકાશનો રંગ રાખોડી અને કાળાશ પડતો હતો, બિલકુલ મારા મનની જેમ. સુરત... મારું શહેર, મારી ઓળખ, અને મારું અસ્તિત્વ. આ શહેર છોડવાની હવે ઘડીઓ ગણાતી હતી. ઘડિયાળનો કાંટો જેમ જેમ આગળ વધતો હતો, તેમ તેમ મારા હૃદયના ધબકારા કોઈ અજાણી દિશા તરફ દોડી રહ્યા હતા. મનને એક એવી શાંતિ જોઈતી હતી જે ઘરની ચાર દીવાલોમાં કે ...વધુ વાંચો

7

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 7

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફરખંડ - ૧પ્રકરણ – ૭મહાપંથની શરૂઆત "યાત્રીગણ કૃપયા ધ્યાન દે..." સ્પીકરમાંથી આવતી ઘોઘરી અને જાહેરાત વાતાવરણમાં ગુંજી રહી હતી. "ગાડી સંખ્યા ૧૯૦૪૫, તાપી ગંગા એક્સપ્રેસ..." ઉધના સ્ટેશન પરનો ઘોંઘાટ પણ આજે મને કોઈ અજાણી શાંતિ આપી રહ્યો હતો, કદાચ એટલે કે મનની અંદર જે તોફાન હતું તેના કરતા બહારનો કોલાહલ ઓછો હતો. ટ્રેનની વ્હીસલ વાગી—એક લાંબો, કાનમાં ચીરા પાડતો અવાજ, જાણે કોઈએ છૂટા પડવાની વેદનામાં ચીસ પાડી હોય. ટ્રેનનું મહાકાય એન્જિન ધ્રૂજ્યું અને લોખંડના પાટા સાથે ઘસાઈને પૈડાં ફરવા લાગ્યા. અમે સેકન્ડ એસીના ઠંડા ડબ્બામાં હતા, પણ મારી હથેળીઓ પરસેવાથી રેબઝેબ ...વધુ વાંચો

8

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 8

કૈલાસના રહસ્ય : એક રોમાંચક સફરખંડ – ૧પ્રકરણ ૮: અઘોરીનો સંકેત અને કાળો પડછાયો ગંગા આરતી પછીની ભાગદોડ હોટલના બંધ રૂમમાં થયેલા મૌન પણ તીવ્ર ઝઘડા પછી, મારું મન જ્વાળામુખીની જેમ ધગધગતું હતું. વનિતા થાકીને સૂઈ તો ગઈ હતી,પણ મારી આંખો બંધ થતી નોહતી. હું બસ એમ જ પથ્થર બની પડ્યો હતો. વનિતા થોડીવાર પછી ઝબકીને જાગી ગઈ. મારા ચહેરા પર પથરાયેલો ભય, પરસેવાનાં ટીપાં અને આંખોમાં અનિદ્રા જોઈને તેને લાગ્યું કે કંઈક અજુગતું છે. તેના મનમાં પણ પ્રશ્નોનો વંટોળ હતો. "હાર્દિક..." તેણે પથારીમાં બેઠા થતા પૂછ્યું, "તમે શું છુપાવો છો? તમે કોનાથી ડરો છો? આપણેઘરેથી નીકળ્યા ...વધુ વાંચો

9

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 9

કૈલાસના રહસ્ય : એક રોમાંચક સફરખંડ – ૧પ્રકરણ ૯ – સંકલ્પની સફર સવારે સાડા આઠ વાગ્યે વનિતાએ જગાડ્યો.મણિકર્ણિકા ઘાટ પરની રાત માત્ર પૂરી નહોતી થઈ, તે અમારા અસ્તિત્વમાં ઊતરી ગઈ હતી. અઘોરીના આશીર્વાદ, મૃતદેહોના ધુમાડા અને અગ્નિની પ્રચંડતાએ મારા મનમાંથી ડરને બાળી નાખ્યો હતો. હવે કોઈ ગભરાટ નહોતો. માત્ર એક અજીબ, અકલ્પનીય શાંતિ હતી, જે કદાચ પેલા મહાસ્મશાનની ભસ્મમાંથી આવી હતી; જાણે મૃત્યુની નજીક જવાથી જીવનની કિંમત સમજાય હોય. આ શાંતિ, સ્મશાનમાં વપરાયેલા છાણાંની ધીમી આગની જેમ, ધીરે ધીરે મારા નસ-નસમાં ફેલાઈ રહી હતી. રૂમની બારીમાંથી ગંગાના કાંઠાની સવારનો સોનેરી તડકો અંદર આવતો હતો. વનિતા, જેણે ...વધુ વાંચો

10

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 10

કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફરખંડ – ૧પ્રકરણ : ૧૦ : ગુરુંગ પશુપતિનાથ મંદિરમાંથી બહાર નીકળવું સહેલું એ કોઈ ઇમારત નહીં, પણ એક જીવંત આધ્યાત્મિક કેન્દ્ર હતું. બાગમતીના કિનારે આવેલું આ મંદિર માત્ર કાઠમંડુનું જ નહીં, પણ સમગ્ર હિન્દુ જગતનું ધબકતું હૃદય હતું. કાશીના અઘોરીનો સંદેશ અહીં જ મળ્યો હતો, અને સર્વશક્તિમાન પશુપતિનાથના ચરણોમાં, આ જ પવિત્ર ભૂમિ પર, અમારા નિર્ણયને અંતિમ આશીર્વાદ મળ્યા હતા; અને તેમનું વચન કૈલાસના દ્વાર ખોલનારી પ્રથમ કૂંચી હતું. મંદિરનું વાતાવરણ અદ્ભુત હતું. એક તરફ ધૂપની સુગંધ અને શિવ મંત્રોચ્ચારની ગહન ધ્વનિ હતી, તો બીજી તરફ બાગમતીના કિનારે અંતિમ સંસ્કારની જ્યોત જીવનની ...વધુ વાંચો

11

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 11

કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફરખંડ : ૧પ્રકરણ : ૧૧ : પડકાર સવારના પહાડી સૂરજના કિરણો ક્યારે બરફીલા શિખરો પર પથરાઈ રહ્યા હતા, પણ મારા માટે એ પ્રકાશમાં કોઈ ઉષ્મા નહોતી. મારા હાથમાં ચાનો કપ હતો, પણ હોઠ સુધી આવતા આવતા તે ધ્રૂજતો હતો—ઠંડીથી નહીં, પણ અપમાનથી. અમે હાર્યા હતા. ગુરુંગનો અસ્વીકાર કોઈ શબ્દોનો ખેલ નહોતો; એ એક દર્પણ હતું. એ દર્પણમાં મને પ્રોફેસર હાર્દિક નહોતો દેખાયો, પણ એક એવો માણસ દેખાયો હતો જેનો અહંકાર તેની શારીરિક ક્ષમતા કરતાં મોટો હતો."સામાન તૈયાર છે, હાર્દિક?" વનિતાનો અવાજ પાછળથી આવ્યો. તેનો અવાજ હંમેશાની જેમ શાંત હતો, પણ આજે ...વધુ વાંચો

12

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 12

કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફરપ્રકરણ 12 : ભૂખ હિમાલયની એ બરફીલી ખીણમાં દોર્જેનો પડકાર કોઈ જાહેરાત નહોતી; એ અમારા અસ્તિત્વ સામે ફેંકાયેલું યુદ્ધ હતું. ૩૬ કલાક. અન્નનો એક દાણો નહીં, પાણીનું એક ટીપું નહીં. અને છતાં, હાડકાં ગાળી નાખે એવી કઠોર તાલીમ. અમારી 'ટાઈમ એન્ડ મેટાબોલિઝમ'ની થિયરી કાગળ પર તો બહુ સચોટ લાગતી હતી, પણ વાસ્તવિકતાના ખરબચડા પહાડો પર વિજ્ઞાનના સમીકરણો કેટલી હદે ટકી શકે છે, તેની સાચી કસોટી હવે શરૂ થઈ હતી. પહેલા દિવસનો સૂરજ માથા પર આવ્યો ત્યાં સુધી તો જુસ્સાના જોરે ગાડું ગબડ્યું, પણ સાંજ પડતાં સુધીમાં તો શરીરની અંદર બળવો ...વધુ વાંચો

13

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 13

કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફરપ્રકરણ : 13 – બ્રહ્માંડનું હૃદય દોર્જેના કેમ્પની એ આખરી સવાર બરફીલી હતી, તેમાં વિદાયની ઉષ્મા ભળેલી હતી. અમારી તાલીમ પૂરી થઈ ચૂકી હતી. અમે માત્ર શારીરિક રીતે જ નહીં, પણ માનસિક રીતે પણ એક નવા આકારમાં ઢળાઈ ચૂક્યા હતા. દોર્જે, નિકુંજ અને પાયલ અમને વળાવવા માટે કેમ્પની હદ સુધી આવ્યા હતા. દોર્જેએ મારી સામે જોયું. તેની આંખોમાં એક ગુરુનો સંતોષ હતો. તેણે પોતાના ગળામાંથી એક જૂનું, ઘસાઈ ગયેલું પરવાળાનું લોકેટ કાઢ્યું અને મારા હાથમાં મૂક્યું. "પ્રોફેસર," દોર્જેએ ગંભીર અવાજે કહ્યું, "તમે જ્યારે આવ્યા ત્યારે તમારામાં માત્ર જિજ્ઞાસા ...વધુ વાંચો

14

કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 14

કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફરપ્રકરણ : 14 : સંમતિ બહાર બરફનું તોફાન તેના પૂરજોશમાં હતું. પવનના સુસવાટા મઠની દીવાલો સાથે અથડાઈને કોઈ રડતા બાળકની જેમ ચીસો પાડી રહ્યા હતા. પણ અંદર... અંદર ધૂણીના પ્રકાશમાં એક અલગ જ દુનિયા હતી. સાધુ મહારાજનો પ્રસ્તાવ સાંભળીને અમે બંને—હું અને વનિતા—એકદમ ટટ્ટાર થઈ ગયા. તાશીનોર્બુ પણ પોતાના હાથ ઘસતો શાંત બેઠો હતો, જાણે તે કોઈ જૂની યાદ તાજી કરી રહ્યો હોય. "બોલો મહારાજ," મેં આતુરતાથી કહ્યું. "અમે સાંભળવા તૈયાર છીએ." સાધુ મહારાજે તાશીનોર્બુ તરફ ઈશારો કર્યો. "પહેલાં તાશીની વાત સાંભળો. આ ભોળો પહાડી માણસ છે, એ જૂઠું બોલતા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો