શિયાળાની ધીમી અને ફૂલગુલાબી ઠંડીમાં, હરગોવનદાસ સોની પોતાના નાનકડા ૨ BHK ફ્લેટની બાલ્કનીમાં બેઠા હતા. સવારના તાજા ખબર વાંચતાં તેઓ ઠંડીનો આનંદ માણી રહ્યા હતા. તેમનું જીવન શાંત અને સરળ હતું, જાણે કોઈ નદી ધીરે ધીરે પોતાના કિનારે વહી રહી હોય. આ સરળતા, પેઢીઓથી ચાલી આવતી પરંપરાનો ભાગ હતી. તેમના પિતા, દાદા અને પૂર્વજો સોનીકામમાં કુશળ હતા, અને હરગોવનદાસ પણ આ જ માર્ગે ચાલ્યા હતા. તેમની દુકાન શહેરના જૂના બજારમાં હતી. જ્યાં વર્ષોથી પીળા ધાતુની ચમક અને ટાંકણાના અવાજો રોજ ગુંજતા હતા. હરગોવનદાસ માટે સોનીકામ માત્ર એક વ્યવસાય નહોતો, તે એક કળા, એક ધર્મ અને એક વારસો હતો, જેનું પાલન કરવું તેમનું કર્તવ્ય હતું. તેઓ પોતાના આ ધંધામાં ખુશ હતા અને પરિવાર માટે જરૂરી જીવનનિર્વાહની તમામ સગવડ પૂરી પાડવા સક્ષમ હતા.
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1
પ્રકરણ ૧: સ્વપ્નોનું બીજારોપણ શિયાળાની ધીમી અને ફૂલગુલાબી ઠંડીમાં, હરગોવનદાસ સોની પોતાના નાનકડા ૨ BHK ફ્લેટની બાલ્કનીમાં બેઠા હતા. તાજા ખબર વાંચતાં તેઓ ઠંડીનો આનંદ માણી રહ્યા હતા. તેમનું જીવન શાંત અને સરળ હતું, જાણે કોઈ નદી ધીરે ધીરે પોતાના કિનારે વહી રહી હોય. આ સરળતા, પેઢીઓથી ચાલી આવતી પરંપરાનો ભાગ હતી. તેમના પિતા, દાદા અને પૂર્વજો સોનીકામમાં કુશળ હતા, અને હરગોવનદાસ પણ આ જ માર્ગે ચાલ્યા હતા. તેમની દુકાન શહેરના જૂના બજારમાં હતી. જ્યાં વર્ષોથી પીળા ધાતુની ચમક અને ટાંકણાના અવાજો રોજ ગુંજતા હતા. હરગોવનદાસ માટે સોનીકામ માત્ર એક વ્યવસાય નહોતો, તે એક કળા, એક ધર્મ અને એક ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 2
પ્રકરણ ૨: યશની કારકિર્દી: સંઘર્ષ અને સફરની ગાથા યશે સિવિલ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો. આ પ્રવેશ મેળવવા પાછળની મહેનત સામાન્ય ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સના બે વર્ષ તેના માટે ખરી તપસ્યા સમાન હતા. જ્યારે તેના મિત્રો મોજ-મસ્તીમાં કે હરવા-ફરવા જવામાં ધ્યાન આપતા, ત્યારે યશે પોતાના લક્ષ્ય તરફ નજર રાખી. તેણે પોતાના પુસ્તકો સાથે મિત્રતા બાંધી દીધી અને હંમેશા તેમાં જ ખોવાયેલો રહેતો.તેણે રાતોની ઊંઘ અને દિવસનો આરામ છોડી દીધો. સારા માર્ક્સ લાવવા માટે, તેણે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસીસ રાખ્યા. તે જાણતો હતો કે આ ખર્ચ પરિવાર માટે મુશ્કેલ છે, તેથી તેણે પોતાના તમામ શોખ, નાની-મોટી ઈચ્છાઓ અને મિત્રો સાથેની મોજ-મસ્તીને બાજુ ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 3
યશ હવે માત્ર ત્રણ જ વર્ષમાં શહેરની એક પ્રતિષ્ઠિત કન્સ્ટ્રકશન કંપની 'અમર ઇન્ફ્રાકોન'નો 'હેડ ઓફ સ્પેશિયલ પ્રોજેક્ટ્સ' બની ગયો તેની નવી ઓફિસ ગિફ્ટ સિટીના એક ટાવરમાં હતી, જ્યાંથી સાબરમતી નદીનો મનોરમ્ય કિનારો દેખાતો હતો. ત્રણ વર્ષ પહેલાં, સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી, સારા માર્ક્સ અને GATE ની સફળતાએ તેને આ નોકરી અપાવી હતી.... નોકરી મળ્યાનું પહેલું વર્ષ તો ફક્ત શીખવામાં નીકળી ગયું.મટીરીયલની ક્વોલિટી ચેક કરવી, લેબર સાથે વાત કરવી, સરકારી નિયમો સમજવા... પરંતુ યશની ખૂબી હતી તેની ધગશ. તે માત્ર 'કામ પૂરું કરવું' તેમાં નહોતો માનતો, તે 'કામ શ્રેષ્ઠ રીતે કરવું' તેમાં જ માનતો. તેને ઘણીવાર પોતાની જાત સાથે વાત કરવાની ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 4
પ્રકરણ -૪ સાત ફેરાથી સાત પગલાં:વ્યવસાયિક ભાગીદારી તરફ યશની કેબિનમાં સવારના શાંત વાતાવરણમાં પણ તણાવ ભારોભાર ભરેલો હતો. મળેલી જાણકારી પછી યશની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેની ઓફિસની કેબિનમાં એસીનું કૂલિંગ હોવા છતાં તેને પરસેવો વળી રહ્યો હતો. બહાર સાઈટ પરની કામગીરી અને કારીગરોનાં ગુંજતા અવાજો વચ્ચે પણ તેના મગજમાં એક જ સવાલ ગુંજતો હતો: "આ એકાએક શું થઈ ગયું?" કરોડોનો પ્રોજેક્ટ, હજારો શ્રમિકોનું ભાવિ, અને તેની કરિયરની સૌથી મોટી સિદ્ધિ... એક ઝટકે થંભી ગઈ! તેની કંપની અમર ઇન્ફ્રાકોનનો કરોડોના ખર્ચે આકાર પામનાર ડ્રીમ પ્રોજેક્ટ, જેના પર યશ કદાચ મનોમન 'હેડ ઓફ સ્પેશિયલ પ્રોજેક્ટ' તરીકે પોતાનું ભાવિ ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 5
પ્રકરણ - 5: એક સવાલ અને નવા સંઘર્ષની શરૂઆત નિધિના સવાલે લિવિંગ રૂમમાં કોફીની સુગંધ વચ્ચે એક અણધાર્યો વિસ્ફોટ હતો. યશના મગજમાં વિચારોનું ગુંજન શરૂ થયું. તે માત્ર એક એન્જિનિયર નહોતો, તે એક સર્જનહાર હતો. આટલાં વર્ષો સુધી તેણે જે કર્યું હતું, તે માત્ર બીજા કોઈના સ્વપ્નના નકશા પર સિમેન્ટ અને સ્ટીલ ભરવાનું કામ હતું. જિંદગીમાં નોકરીમાં આવી પડેલી અચાનક રુકાવટે પહેલાં તેના જીવનનો પાયો હચમચાવી નાખ્યો, પણ પછી મજબૂત ઇરાદા અને દૃઢ ઇચ્છાશક્તિને લીધે આવેલા તોફાન અને ભૂકંપ સામે તેનો પાયો હચમચી ગયા બાદ પણ, ધીમે ધીમે તેની ઉપરની ઇમારતને મજબૂતી પ્રદાન કરવામાં તે સફળ રહ્યો. પણ અત્યારે ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 6
પ્રકરણ - ૬: પ્રથમ ઈંટ અને સંઘર્ષનું સિમેન્ટ યશ અને નિધિએ એકબીજા સામે જોયું. તેમના પરિવારનું સમર્થન તેમની પીઠબળ ઊભું હતું. હવે પાછળ હટવાનો કોઈ સવાલ નહોતો. નોકરીમાંથી મુક્તિનો પડાવ બીજા જ દિવસે સવારે, યશ મજબૂત અને દ્રઢ નિર્ણયશક્તિ સાથે જ્યારે 'અમર ઇન્ફ્રાકોન'ની ઑફિસમાં રાજીનામું આપવા પહોંચ્યો, ત્યારે વાતાવરણ અપેક્ષા કરતાં વધુ તણાવપૂર્ણ હતું. તેના રાજીનામાની વાત સાંભળીને ઑફિસમાં ઉપસ્થિત તમામને પહેલાં તો એક મજાક લાગી, પણ પછી યશના મુખભાવ પર એવા કોઈ ચિહ્નો જોવા ન મળ્યા ત્યારે સૌને આંચકો લાગ્યો હોય તેવું મહેસૂસ થયું. ઘણાને લાગ્યું, જાણે યશને સવાર-સવારમાં મગજ પર કોઈ અસર તો નથી થઈ ગઈ ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 7
પ્રકરણ ૭: સંબંધોનો સંઘર્ષ અને વારસાગત સપના નાનકડા પ્રોજેક્ટની સફળતા પછી યશ અને નિધિના આત્મવિશ્વાસમાં અનેકગણો વધારો થયો હતો. સફળતા અને સમયસર કામ પૂરું કરવાની તેમની નીતિ, તેમના જીવનના મોટા ધ્યેયને સિદ્ધ કરવા માટેનું પ્રથમ મજબૂત પગથિયું બની. બજારમાં 'યશ-નિધિ કન્સ્ટ્રક્શન્સ અને ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ' ની શાખ (પ્રતિષ્ઠા) વધવા લાગી. તેમની નાનકડી કન્સ્ટ્રક્શન ફર્મ કામની ગુણવત્તા જાળવીને નિયત સમય મર્યાદામાં યોગ્ય કામ કરી આપવા બાબતે જાણે રોકેટ ગતિ પૂરી પાડી રહી હોય તેમ, તેમને પ્રોજેક્ટ્સ માટે અવનવા કામો મળતા રહ્યા. તેઓ આ તમામ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરતા રહ્યા અને તેમની પ્રગતિનો ગ્રાફ સતત ઊંચો જતો રહ્યો. યશને લાગવા માંડ્યું ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 8
️ પ્રકરણ ૮: ભૂતકાળનો પડછાયો અને બજારના દાવપેચ વિસ્મયના આગમનથી યશનું લક્ષ્ય હવે બમણી ઊર્જા સાથે સ્પષ્ટ થઈ ચૂક્યું તેનું એકમાત્ર ધ્યેય હતું: પોતાના સામ્રાજ્યનો પાયો એવો મજબૂત બનાવવો, જેનો વારસો વિસ્મય ગર્વથી સંભાળી શકે. આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે 'યશ-નિધિ કન્સ્ટ્રક્શન્સ અને ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ' હવે માત્ર નાના પ્રોજેક્ટ્સ પૂરતી સીમિત રહી શકે તેમ નહોતી. યશની નજર બજારમાં ઉપલબ્ધ મોટા કોન્ટ્રાક્ટ્સ પર હતી, જે તેમની કંપનીના કદ અને પ્રતિષ્ઠાને એક નવી ઊંચાઈ પર લઈ જાય. સદભાગ્યે, સપનાની પાંખોને ઊંચે ઉડાડવા માટેની એક મોટી તક સામેથી આવીને ઊભી રહી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા એક પ્રતિષ્ઠિત હાઉસિંગ પ્રોજેક્ટ માટેના ટેન્ડરની ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 9
️ પ્રકરણ ૯: કસોટી કૌશલ્યનીપોતાની જૂની કંપની 'અમર ઇન્ફ્રાકોન'ના માલિક મિસ્ટર શાહના ગંદા દાવપેચ સામે ઝૂકવાને બદલે યશ અને પોતાના સિદ્ધાંતો પર અડગ રહી તેનો દ્રઢપણે સામનો કરવાનો મજબૂત નિર્ણય લીધો હતો. પરંતુ આ નિર્ણય જેટલો પ્રેરણાદાયક હતો, તેનો અમલ કરવો તેમના માટે એટલો જ પડકારજનક હતો. કારણ કે વાત ફક્ત લડત આપવાની નહોતી; વર્ષોથી બજારમાં એકહથ્થુ શાસન ભોગવી રહેલી કંપનીના માર્કેટ પરના પ્રભુત્વને પડકારવાની હતી. આટલા વર્ષોથી કાર્યરત કંપનીના અનુભવ અને તેણે ઊભા કરેલા સામ્રાજ્યના પાયા હલાવી શકાય એટલી મજબૂતીથી લડત આપવાની હતી, અને સાથે સાથે પોતાની નીતિમત્તા અને આદર્શોને પણ જાળવી રાખવાના હતા. સામે પક્ષે મિસ્ટર શાહ ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 10
️ પ્રકરણ ૧૦: સપનાની સિદ્ધિ અને એક રહસ્યમય વળાંકસમય રેતીની જેમ હાથમાંથી સરકતો રહ્યો, પણ પોતાની પાછળ જે નિશાનીઓ ગયો તે અત્યંત ભવ્ય હતી. યશ અને નિધિએ એક સમયે નાનકડી ઓફિસમાં બેસીને જે સપનું સેવ્યું હતું, તે આજે આકાશને આંબતી ઇમારતોના રૂપમાં સાકાર થઈ રહ્યું હતું. દાયકાઓ વીતી ગયા હતા. એ સંઘર્ષના દિવસો, ટેન્ડર મેળવવા માટેની રાત-દિવસની દોડધામ અને મિસ્ટર શાહ જેવા હરીફોના કુટિલ કાવતરાં—આ બધું હવે ઇતિહાસના પાનાઓમાં દબાઈ ગયું હતું. આજે બજારમાં માત્ર એક જ નામ ગુંજતું હતું: "યશ-નિધિ કન્સ્ટ્રક્શન્સ એન્ડ ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ." સામ્રાજ્યનો વિસ્તાર અને સંઘર્ષની સ્મૃતિઓયશની કંપની હવે માત્ર એક કન્સ્ટ્રક્શન ફર્મ નહોતી, પરંતુ બજારમાં ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 11
️ પ્રકરણ ૧૧: વાર્તાનો વળાંક – આત્માનો અવાજયશના જીવનમાં આજે ઉત્સવનો માહોલ હતો. પોતે સેવેલા સપનાને પૂર્ણતા તરફ જતું આજે અણમોલ અવસર હતો. જે વિશાળ અને મજબૂત વારસો તેણે વર્ષોની મહેનતથી ઉભો કર્યો હતો, તે આજે સત્તાવાર રીતે તેના ઉત્તરાધિકારીને સોંપવાનો દિવસ હતો. યશ દુનિયાને જણાવવા માંગતો હતો કે તેનો પુત્ર વિસ્મય હવે માત્ર તેનો લાડકવાયો નથી રહ્યો, પણ સિવિલ એન્જિનિયરિંગની પદવી ઉચ્ચ ગુણવત્તા સાથે પ્રાપ્ત કરી એક સક્ષમ યુવાન બની ચૂક્યો છે. આ ડિગ્રી યશ માટે માત્ર કાગળનો ટુકડો નહોતી, પણ તેના સપનાના મહેલનો આખરી 'કળશ' હતી.આ ખુશીને યાદગાર બનાવવા શહેરની સૌથી આલીશાન હોટેલમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 12
️ પ્રકરણ ૧૨: પરંપરા અને પરિવર્તનનો સંઘર્ષવિસ્મયની કારકિર્દીની સફળતાની ઉજવણી કરવા અને દુનિયાની સામે પોતાનો ભવ્ય વારસો તેને સોંપી માટે યશે જે આલીશાન પાર્ટી રાખી હતી, ત્યાં વાતાવરણમાં એકાએક અણધાર્યો પલટો આવ્યો. વિસ્મયના એ શબ્દો— "મેં ભારતીય સેના (Indian Army) માં જોડાવાની તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. મારી તાલીમ ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે અને હું સેનામાં લેફ્ટનન્ટ તરીકે જોડાઈ રહ્યો છું." — સાંભળીને આખી પાર્ટીમાં સ્મશાનવત્ સન્નાટો છવાઈ ગયો.યશ, નિધિ, હરગોવનદાસ અને લક્ષ્મીબેન જાણે સજીવ મૂર્તિઓ બની ગયાં. તેઓ કલ્પના પણ નહોતાં કરી શકતાં કે જે વિસ્મય અત્યાર સુધી અત્યંત શાંત અને આજ્ઞાંકિત રહ્યો હતો, જેણે ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 13
️ પ્રકરણ ૧૩: લોખંડી પુરુષનું ઘડતર અને પિતાનો સ્વીકારયશના આશીર્વાદ અને નિધિની ભીની આંખો વચ્ચે વિસ્મયે ઘરનો ઉંબરો ઓળંગ્યો. સુધી જે વિસ્મય 'યશ-નિધિ' સામ્રાજ્યનો રાજકુમાર હતો, જેના દરેક કામ માટે નોકર-ચાકરો હાજર રહેતા અને જેની સવાર એસી રૂમમાં મોડી પડતી હતી, તે હવે 'ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી' (OTA) ના કઠોર અને અનુશાસિત વાતાવરણમાં પ્રવેશી ચૂક્યો હતો. વિસ્મયે ભારતીય સેનામાં જોડાવા માટે પોતાની આકરી તાલીમ શરૂ કરી દીધી હતી, જ્યાં તેણે સુંવાળી જિંદગી છોડીને સખત તાલીમનો આઘાત જીરવવાનો હતો.તાલીમનો પહેલો દિવસ જ વિસ્મય માટે માનસિક અને શારીરિક પડકારથી ઓછો નહોતો. સવારે ચાર વાગ્યાના ટાઢા પવનમાં વ્હિસલના તીણા અવાજ સાથે ઉઠવાનું, ઠંડા ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 14
️ પ્રકરણ ૧૪: વ્યુહરચના અને વાસ્તવિકતાનો સંગમસાંજનો સુવર્ણ સમય હતો. સૂર્ય ધીમે-ધીમે ક્ષિતિજમાં ઓગળી રહ્યો હતો અને આખું આકાશ રંગની ભવ્ય આભાથી ઝળહળી રહ્યું હતું. યશ અને વિસ્મય બગીચાના એ જ જૂના બાંકડા પર બેઠા હતા, જ્યાં વર્ષો પહેલાં હરગોવનદાસે યશને જીવનનો મર્મ સમજાવ્યો હતો. વિસ્મયની આર્મીની વર્દી અને તેના ખભા પર ચમકતા લેફ્ટનન્ટના 'સ્ટાર્સ' જોઈને યશના મનમાં હજુ પણ એક પ્રશ્ન સતત ઘોળાઈ રહ્યો હતો.યશે વિસ્મય તરફ ફરીને ગંભીરતાથી પૂછ્યું, "બેટા, આજે આપણે પિતા-પુત્ર નહીં પણ બે મિત્રોની જેમ વાત કરીએ. મને એ કહે કે તેં આટલી મોટી તૈયારી અમને કોઈને જાણ સુધ્ધાં થયા વગર કેવી રીતે કરી? ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 15
️ પ્રકરણ ૧૫: લક્ષ્ય તરફ પ્રયાણ અને મનોમંથનરજાના દિવસો રેતીની જેમ હાથમાંથી સરી ગયા. જે ઘર છેલ્લા કેટલાક દિવસોથી હાસ્ય, તેના યુનિફોર્મના ગૌરવ અને પરિવારના મિલનથી ગુંજી રહ્યું હતું, ત્યાં આજે ફરી એકવાર વિદાયની ગંભીર શાંતિ છવાઈ ગઈ હતી. રજાના છેલ્લા દિવસોમાં પિતા યશ સાથે થયેલો એ સંવાદ વિસ્મયના હૃદયમાં કોતરાઈ ગયો હતો: "પપ્પા, હવે હું BRO (Border Roads Organization) માં મારું ઇજનેરી કૌશલ્ય બતાવીશ. તમારી તાલીમે મને પાયો બનાવતા શીખવ્યું છે, હવે હું એ પાયા પર દેશની સુરક્ષાની દીવાલ ચણીશ."વિસ્મયને એક ક્ષણે મનમાં વિચાર આવ્યો કે સમયની ગતિ કેટલી વધી ગઈ છે! હજુ હમણાં જ મેં મારું એન્જિનિયરિંગ ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 16
️ પ્રકરણ ૧૬: રણભૂમિનો વિશ્વકર્માદિલ્હી રેલવે સ્ટેશન પર ઉતરતાની સાથે જ વિસ્મયનું સ્વાગત લદ્દાખની શિસ્તબદ્ધ ઠંડીના અણસાર આપતા ઠંડા કર્યું. તેને નજર સામે લદ્દાખ દેખાવા અને અનુભવવા લાગ્યું હતું. ત્યાં તેને લેવા માટે સેનાની સ્પેશિયલ ઓફિસ ગાડી પહેલેથી જ હાજર હતી. આર્મી યુનિફોર્મમાં સજ્જ વિસ્મયને જોતા જ લેવા આવેલો ડ્રાઈવર તેને ઓળખી ગયો. તેણે ત્વરિત આવીને સલામી આપી અને વિસ્મયનો સામાન ગાડીની ડીકીમાં ગોઠવતા હિન્દીમાં કહ્યું,"સાબજી, કુછ ખા-પી લેતે હૈં. અગર આપ ચાહેં તો કહીં રૂક કર ફ્રેશ હો સકતે હૈં, ઉસકે બાદ હમ સફર જારી રખેંગે."વિસ્મયને પણ વિચાર આવ્યો કે દિલ્હીથી લેહ-લદ્દાખ સુધીનો પ્રવાસ લાંબો અને થકવી દેનારો ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 17
️ પ્રકરણ ૧૭: પુત્રનો પત્ર અને આત્મીયતાનો સેતુસેટેલાઇટ ફોન પર થયેલી એ ટૂંકી પણ ગૌરવશાળી વાતચીત બાદ વિસ્મયે પિતાને આપ્યું હતું કે તે પત્ર લખીને સમગ્ર ઘટના વિગતવાર જણાવશે. બીજી બાજુ, અમદાવાદમાં યશ હવે પોતાની રોજિંદી ઓફિસની કામગીરીમાં ફરી પરોવાઈ ગયો હતો. અગાઉ તેના મનમાં ક્યાંક એવો વિચાર આવતો હતો કે તેનો પુત્ર વિસ્મય કદાચ સરહદની સખ્ત પરિસ્થિતિઓ સામે હારીને થોડા જ દિવસોમાં પાછો આવી જશે, પરંતુ અઠવાડિયા પહેલા થયેલી એ ફોન પરની વાતચીતે યશના વિચારોના વહેણ બદલી નાખ્યા હતા. તેને હવે અહેસાસ થયો કે પોતે જેટલો જિદ્દી હતો, તેનો પુત્ર તેના કરતા પણ વધારે મક્કમ અને ધ્યેયનિષ્ઠ છે. ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 18
️ પ્રકરણ ૧૮: આશાઓનું આકાશ અને કુદરતનો વળાંકવિસ્મયનો પત્ર મળ્યા પછી યશ અને નિધિના જીવનમાં એક અજીબ સ્થિરતા આવી હતી. આ એ સ્થિરતા હતી જે લાંબા સમયના સંઘર્ષ પછી જ્યારે સત્યનો સ્વીકાર થાય ત્યારે જન્મે છે. દિવસો પસાર થઈ રહ્યા હતા, પણ ઓફિસના કામકાજની વચ્ચે પણ બંનેના મન ક્યાંક ને ક્યાંક લદ્દાખના પહાડોમાં જ ભમતા રહેતા હતા.યશે અત્યાર સુધી મનના એક ખૂણે એક આશા જીવંત રાખી હતી. તેને એમ હતું કે વિસ્મય માત્ર જુસ્સામાં આવીને સેનામાં ગયો છે. લદ્દાખની શૂન્યથી નીચેની ઠંડી, ઘરના ભોજન અને સુખ-સુવિધાઓનો અભાવ તથા સેનાની અત્યંત કઠોર શિસ્ત વિસ્મયના મનોબળને તોડી નાખશે. યશ માનતો હતો ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 19
️ પ્રકરણ ૧૯: રણમેદાનનો રક્ષક અને રચનાકારલદ્દાખની એ હાડ થીજવતી ઠંડી હવે વિસ્મય માટે ટેવાઈ ગઈ હતી. છેલ્લા કેટલાક તેના જીવનનો એકમાત્ર મંત્ર હતો—'દેશસેવા'. તેની ઇજનેરી બુદ્ધિ અને સૈન્ય પ્રત્યેના સમર્પણે તેને સેનાના ઉચ્ચ અધિકારીઓની નજરમાં એક તેજસ્વી ઓફિસર તરીકે સ્થાપિત કરી દીધો હતો. વિસ્મય હવે માત્ર પુલો બનાવનારો એન્જિનિયર નહોતો, પણ વ્યૂહાત્મક અભિગમ સાથે કામગીરી પૂર્ણ કરનારો, મહત્વના રસ્તાઓ કંડારનારો અને એક કુશળ યોદ્ધા પણ હતો. તેના પરિવાર માટે તે ગૌરવનું પ્રતીક બની ગયો હતો, પણ વિધાતાના ગર્ભમાં હજી એક એવો અધ્યાય બાકી હતો જે તેની બુદ્ધિ અને બહાદુરીની આખરી કસોટી કરવાનો હતો.એક સુમસામ અને હાડ થીજવતી ઠંડી ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 20
️ પ્રકરણ ૨૦: પડછાયાથી પર, એક વિરાટ અસ્તિત્વ આતંકવાદીઓ સામેના એ ભયાનક ઓપરેશનમાં વિસ્મયની ઇજનેરી સૂઝબૂઝ અને અદભૂત સમયસૂચકતાએ માટે વિજયનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો. અત્યંત ટૂંકા ગાળામાં તેણે દુર્ગમ અને અસરગ્રસ્ત વિસ્તારને મુખ્ય માર્ગ સાથે જોડી દીધો, જેના કારણે ભારતીય સેના પોતાની સંપૂર્ણ તાકાત સાથે દુશ્મનો પર ત્રાટકી શકી અને તેમને ધૂળ ચાટતા કરી દીધા. આ માત્ર સૈન્યની જીત નહોતી, પણ વિસ્મયના અજોડ કૌશલ્યની પણ જીત હતી. વિસ્મયે પોતાની આવડતનો ઉપયોગ કરી માત્ર વિજય જ નહોતો અપાવ્યો, પરંતુ અનેક વીર જવાનોના અમૂલ્ય જીવ પણ બચાવ્યા હતા. પોતાની ઇજનેરી કામગીરી પૂરી કરીને તે અટકી ન ગયો, પરંતુ સેનાના એક ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 21
પ્રકરણ ૨૧: સરહદ પર ખીલેલું પ્રણયપુષ્પ લદ્દાખની સફેદ બરફીલી ચાદરથી ઢંકાયેલી પહાડીઓ પર સૂર્યના પીળા કિરણો જ્યારે સવારે પથરાતા, તે સમન્વયથી આખું દ્રશ્ય સોનેરી લાગતું, પણ ત્યાંની હવા હંમેશા કઠોર અને હાડ થીજવતી રહેતી. કેપ્ટન વિસ્મય માટે હવે આ પહાડો માત્ર એક ફરજનું સ્થળ કે કુદરતની સુંદર રચના પૂરતું સીમિત નહોતું; આ જગ્યા હવે તેનું ઘર બની ગઈ હતી. તેમાં પણ 'વીરતા પુરસ્કાર' મળ્યા બાદ તેની જવાબદારીઓ અનેકગણી વધી હતી અને સૈન્યમાં તેનું પદ તેમજ કદ પણ. તેની બહાદુરીના કિસ્સાઓ હવે સરહદના દરેક મોરચે ગુંજતા હતા અને એક સેલિબ્રિટી જેવી તેની ખ્યાતિ ફેલાઈ હતી. પરંતુ, કુદરતે વિસ્મયના જીવનની ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 22
પ્રકરણ ૨૨ 'શસ્ત્ર વગરની યોદ્ધા' અને 'નિર્માણ કરનાર રક્ષકનું મિલન' રામસિંહની સારવારના બહાને વિસ્મયના હોસ્પિટલના આંટાફેરા વધી ગયા હતા. સવારે તે નિયમિતપણે રામસિંહના ખબર-અંતર પૂછવા જતો અને ત્યાં જ તેની મુલાકાત ડૉ. નિરાલી સાથે થતી. સફેદ એપ્રનમાં સજ્જ નિરાલી જ્યારે વોર્ડમાં પ્રવેશતી, ત્યારે આખી હોસ્પિટલમાં એક આશ્વાસનભરી લહેર પ્રસરી જતી. એક દિવસ નિરાલી અત્યંત એકાગ્રતાથી રામસિંહનો મેડિકલ ચાર્ટ ચેક કરી રહી હતી, ત્યારે વિસ્મયે સહજ કુતૂહલવશ પૂછ્યું, "ડોક્ટર, તમે આટલી નાની ઉંમરે આટલી કપરી અને જોખમી જગ્યાએ સેવા આપવાનું કેમ પસંદ કર્યું? તમે ઈચ્છત તો શહેરમાં કોઈ આધુનિક હોસ્પિટલમાં અત્યંત આરામદાયક પ્રેક્ટિસ કરી શકતા હતા." આ સાંભળી નિરાલીએ ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 22
પ્રકરણ ૨૩: અવસર સેનાની દીકરીનો: સેના બની નિરાલીનો પરિવારપરિવારના તમામ સભ્યોએ હરખભેર પોતાની સંમતિ આપી અને સરહદ પર ખીલેલા પ્રણયપુષ્પને લગ્નના પવિત્ર બંધનમાં બાંધવાની તૈયારીઓ ધામધૂમથી શરૂ કરી દીધી. લદ્દાખની શિબિરોમાં અને અમદાવાદના બંગલે—બંને બાજુ અત્યંત જોરશોરથી આયોજનો થવા લાગ્યા.સામાન્ય રીતે લગ્નની જવાબદારી પક્ષકાર પરિવારોની હોય છે, પણ નિરાલીના કિસ્સામાં પરિસ્થિતિ અલગ હતી. નિરાલીનો પોતાનો કોઈ લોહીનો સંબંધ બચ્યો નહોતો, પણ આ જવાબદારી ભારતીય સેનાએ પોતે જ પોતાના માથે લઈ લીધી. સેના માટે નિરાલી માત્ર એક ડૉક્ટર નહોતી, પણ શહીદ થયેલા એક વીર સૈનિકની દીકરી હતી.લદ્દાખના પહાડોમાં હવે માત્ર પથ્થરો તૂટવાનો અવાજ, સેનાની માર્ચનો અવાજ કે પછી સૈન્ય ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 24
પ્રકરણ ૨૪: પડછાયો કે જીવનસાથી?અમદાવાદના આકાશમાં રાત્રિના તારાઓ ઝળહળી રહ્યા હતા, પણ શહેરનો શોરબકોર હવે ધીમે ધીમે શાંત થઈ હતો. યશના આલીશાન બંગલાની અગાશી પર લદ્દાખ જેવી થીજવી નાખતી ઠંડી તો નહોતી, પણ પવનમાં એક અનોખી મધુરતા અને હૂંફ હતી. લગ્નનો ભવ્ય સમારંભ હવે પૂર્ણતાના આરે હતો. શહેરના દિગ્ગજ મહેમાનો વિદાય લઈ ચૂક્યા હતા અને આખા ઘરમાં એક આશ્વાસનભરી શાંતિ પથરાયેલી હતી. આ શાંતિમાં પણ એક નવી શરૂઆતનો પગરવ સંભળાતો હતો. વિસ્મય અને નિરાલી અગાશીની રેલિંગ પાસે ઉભા રહીને ક્ષિતિજ તરફ જોઈ રહ્યા હતા, જ્યાં શહેરની લાઈટો તારાઓ સાથે હરીફાઈ કરતી હોય તેમ લાગતું હતું.વિસ્મયે ધીમેથી નિરાલીનો હાથ ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 25
પ્રકરણ ૨૫: એકલતાનો પડછાયો લદ્દાખના ઊંચા પહાડો પર જ્યારે સૂર્યનું પહેલું કિરણ બરફીલી ચોટીઓને સ્પર્શે છે, ત્યારે આખું વાતાવરણ આભાસથી ઝળહળી ઉઠે છે. પણ આ કુદરતી સૌંદર્યની પાછળ એક કઠોર અને થીજવી નાખતી વાસ્તવિકતા છુપાયેલી હોય છે. લગ્નના મંગળ ગીતો, શરણાઈના મધુર સૂર અને મિલનના મીઠા સંસ્મરણો હવે ડાયરીના પાનાઓમાં એક કિંમતી સ્મૃતિ બનીને સચવાઈ ગયા હતા. અન્ય નવદંપતીઓની જેમ હનીમૂનનો આનંદ કે રજાઓનો વૈભવ આ જોડીના નસીબમાં લાંબો નહોતો, કારણ કે વિસ્મય અને નિરાલીની જિંદગીનો અસલી મકસદ 'ફરજ' હતો, જેને તેઓએ હંમેશા પોતાના જીવનમાં પ્રથમ સ્થાન આપ્યું હતું. લગ્નનો ઉત્સાહ ઓસરતા જ બંને પોતપોતાની નોકરી અને જવાબદારીઓના અટપટા ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 26
⏳ પ્રકરણ ૨૬: સમયનું ચક્ર અને વિદાયના સૂર સમય ક્યારેય કોઈની પ્રતીક્ષા કરતો નથી; તે તો પોતાની અવિરત અને ગતિએ વહેતો જ રહે છે. વહેતા સમય સાથે તાલમેલ મિલાવીને ચાલ્યે જ છૂટકો હોય છે, કારણ કે સમયના ચક્રને રોકવાની તાકાત કોઈનામાં નથી. નિધિ જ્યારે લદ્દાખના પહાડોની એ થીજવી નાખતી એકલતા છોડીને અમદાવાદ પરત ફરી, ત્યારે તેને સાચો અહેસાસ થયો કે તેની ખરી જરૂરિયાત અને તેનું કાર્યક્ષેત્ર ક્યાં હતું. તેણે ફરી એકવાર પૂરા આત્મવિશ્વાસ સાથે 'યશ નિધિ કન્સ્ટ્રક્શન' ની બાગડોર પોતાના હાથમાં લીધી. ઓફિસની પેન્ડિંગ ફાઈલો, સાઈટ પરના રૂબરૂ આંટાફેરા અને યશ સાથે મળીને લેવાતા મહત્વના બિઝનેસ નિર્ણયોમાં તે ફરીથી ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 27
️ પ્રકરણ ૨૭: શૌર્યનું આગમન વડીલોના ગયા પછી અમદાવાદના એ વિશાળ બંગલામાં જે ઊંડી શાંતિ છવાઈ હતી, તેને સમયના ધીમે-ધીમે રુઝાવવાનું શરૂ કર્યું હતું. ઘરના મોભી એવા હરગોવનદાસ અને લક્ષ્મીબેનની ગેરહાજરી યશ અને નિધિના જીવનમાં એક કાયમી શૂન્યાવકાશ મૂકી ગઈ હતી. આ એવો ખાલીપો હતો જેને ભરતા કદાચ સમયને પણ સમય લાગવાનો હતો. હરગોવનદાસની એ ગંભીર છતાં પ્રેમાળ હાજરી અને લક્ષ્મીબેનનો એ નિસ્વાર્થ વત્સલ પ્રેમ—આ બધું હવે માત્ર ફ્રેમમાં મઢેલી તસવીરો અને સ્મૃતિઓ બનીને રહી ગયું હતું. પરંતુ કુદરતનો એક અતૂટ નિયમ છે કે જ્યારે એક ઘટાદાર વટવૃક્ષ પડે છે, ત્યારે તેના મૂળમાંથી જ નવા અંકુરો ફૂટતા હોય છે. ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 28
પ્રકરણ ૨૮: દાદા-દાદીની વાતો સમય ક્યારેય કોઈની પ્રતીક્ષા કરતો નથી, તે તો બસ પોતાની અવિરત ગતિએ વહેતો જ રહે સમયના આ પ્રવાહ સાથે શૌર્ય પણ ધીમે-ધીમે મોટો થઈ રહ્યો હતો અને હવે તે ઘણો સમજણો થઈ ગયો હતો. તેના પિતા વિસ્મય અને માતા નિરાલીની ફરજો લદ્દાખના અત્યંત દુર્ગમ, થીજવી નાખતી ઠંડીવાળા અને સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં હોવાથી, તેઓ અવારનવાર પોતાની દેશસેવાની કામગીરીમાં રાત-દિવસ વ્યસ્ત રહેતા. સરહદની એ કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓ અને વ્યસ્તતાને કારણે બાળકના ઉછેરની અમુક મર્યાદાઓ સર્જાતી, જેને લીધે શૌર્ય પોતાનો મોટાભાગનો સમય દાદા-દાદીના સ્નેહભર્યા સાનિધ્યમાં જ પસાર કરતો હતો. શૌર્યના વેકેશનના દિવસોમાં ખાસ કરીને સ્થળનો બદલાવ જોવા ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 29
️ પ્રકરણ ૨૯: શૌર્યનો સંકલ્પ અમદાવાદના એ ઐતિહાસિક બંગલાના બગીચામાં વિતાવેલી એ સાંજ નાનકડા શૌર્યના જીવનમાં એક અત્યંત મહત્વનો પોઈન્ટ' સાબિત થઈ. દાદા યશ અને દાદી નિધિ પાસેથી પોતાના પિતા વિસ્મયના બાળપણની વાતો, તેમના 'પડછાયા' બનવાની ગાથા અને અંતે તેમણે કૌટુંબિક અપેક્ષાઓથી અલગ માર્ગ પસંદ કર્યો તે વાર્તા સાંભળીને શૌર્યના બાળમનમાં એક ગહન અસર થઈ હતી. તે સમયે શૌર્ય એક અલગ જ વિચારશ્રેણીનો અનુભવ કરી રહ્યો હતો. તેના મનમાં વિચારોનું એક મોટું વમળ સર્જાયું હતું, પરંતુ તે હજી ઘણો નાનો હતો, એટલે તેણે આ વાતો પર તત્કાલ કોઈ મોટી પ્રતિક્રિયા આપી નહોતી. હકીકતમાં, આવી ગંભીર વાતો પર કેવી પ્રતિક્રિયા ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 30
પ્રકરણ ૩૦: શૌર્યનો માર્ગ સમય ક્યારેય થોભતો નથી, તે તો તેની અવિરત અને તેજ રફ્તારથી વહેતો રહે છે. વર્ષો ગયા અને કેલેન્ડરના પાનાઓ સાથે શૌર્યના જીવનનું ઘડતર પણ થતું રહ્યું. બાળપણમાં પિતાની આંગળી પકડીને લદ્દાખની સાઈટો પર જે જિજ્ઞાસા જન્મી હતી, તે હવે એક મક્કમ લક્ષ્યમાં પરિવર્તિત થઈ ચૂકી હતી. જે ઉંમરે સામાન્ય રીતે બાળકો પોતાના ભવિષ્યની દિશા વિશે અનિશ્ચિત હોય છે, મૂંઝવણમાં હોય છે કે કયો રસ્તો પસંદ કરવો, તે ઉંમરે શૌર્યએ પોતાનો માર્ગ માત્ર નક્કી જ નહોતો કર્યો, પણ તે માર્ગ પર ચાલવા માટેની માનસિક તૈયારી પણ કરી લીધી હતી. શાળાના અભ્યાસ દરમિયાન શૌર્ય હંમેશા મોખરે રહેતો. ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 31
️ પ્રકરણ ૩૧: વારસાનું ચક્ર સમય ક્યારેય કોઈની પ્રતીક્ષા કરતો નથી, તે તો તેની અવિરત ગતિએ વહેતો રહે છે. વીતતા ગયા અને સમયના આ વહેણ સાથે "યશ કન્સ્ટ્રક્શન" હવે માત્ર એક વ્યાપારી પેઢીનું નામ મટીને આધુનિક સ્થાપત્ય, અતૂટ વિશ્વાસ અને મજબૂતીનું પર્યાય બની ગયું હતું. શૌર્યની અથાક મહેનત, નવતર દ્રષ્ટિકોણ અને યશના દાયકાઓના અનુભવના સુમેળભર્યા સંગમથી કંપનીએ સફળતાના નવા શિખરો સર કર્યા હતા. શૌર્યએ તેના દાદાના સપનાઓને માત્ર પૂર્ણ જ નહોતા કર્યા, પરંતુ તેને ૨૧મી સદીની આધુનિક ટેકનોલોજી અને વૈશ્વિક નવીનતા સાથે જોડીને એક આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવી હતી. યશ હવે નિવૃત્તિના આરે હતા. તેઓ શાંતિથી પોતાના બંગલાના એ જ ...વધુ વાંચો
પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 32 - Title Page
લેખકની કલમે: "પડછાયો" ના સર્જનની પૃષ્ઠભૂમિ નમસ્કાર વાચકમિત્રો, હું, ઉમાકાંત સુથાર, વ્યવસાયે એક સિવિલ એન્જિનિયર અને હૃદયથી એક નવોદિત મારી પ્રથમ લઘુ નવલકથા "પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો" આપના સમક્ષ રજૂ કરતા અત્યંત હર્ષની લાગણી અનુભવું છું. એક વાચક તરીકેની મારી સફર ઘણી લાંબી રહી છે; મેં અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ નવલકથાઓનું વાંચન કર્યું છે. આ સાહિત્યિક પ્રવાસ દરમિયાન મેં અનેક પાત્રો જોયા—ક્યારેક બહાદુર પોલીસ, ક્યારેક ખૂંખાર ડાકુ, ક્યારેક રહસ્યમય જાસૂસ, તો ક્યારેક સેવાભાવી ડોક્ટર કે ત્યાગી સાધુ. પરંતુ, મારા મનમાં એક પ્રશ્ન હંમેશા ઉઠતો કે, જે એન્જિનિયરો રાષ્ટ્રના નિર્માણમાં રાત-દિવસ એક કરે છે, પથ્થરો અને સિમેન્ટમાં સપના કંડારે ...વધુ વાંચો