મારી કવિતાની સફરજીવનના કેટલાક પ્રસંગો એવા બને છે કે જે આપણને અંદરથી બદલાવી નાખે છે. મારી કવિતાની કે લેખન ની સફર પણ એવી જ એક કહાની છે.હું ત્યારે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, રાજકોટ માં અગિયારમા ધોરણમાં ભણતો હતો. એ દિવસો નિર્દોષપણાના, સ્વપ્નોના અને નવી દુનિયા શોધવાના હતાં. ક્લાસરૂમમાં શિક્ષકો પાઠ સમજાવતા, મિત્રો રમૂજી વાતોમાં મશગૂલ રહેતા, પણ મારી અંદર એક અજાણી ખળભળાટ ચાલતી. એ ખળભળાટ શબ્દોની હતી, લાગણીઓની હતી. એ જ દિવસોમાં ગુજરાતી સાહિત્ય નો પરિચય થયો અને જાણે મારી અંદર એક નવો જ વિશ્વ ખુલી ગયો. કવિતાના શબ્દોમાં જે સંગીત હતું, એ સંગીત મારા મનની ધબકાર સાથે એકરૂપ થઈ ગયું.
મારી કવિતા ની સફર - 1
મારી કવિતાની સફરજીવનના કેટલાક પ્રસંગો એવા બને છે કે જે આપણને અંદરથી બદલાવી નાખે છે. મારી કવિતાની કે લેખન સફર પણ એવી જ એક કહાની છે.હું ત્યારે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, રાજકોટ માં અગિયારમા ધોરણમાં ભણતો હતો. એ દિવસો નિર્દોષપણાના, સ્વપ્નોના અને નવી દુનિયા શોધવાના હતાં. ક્લાસરૂમમાં શિક્ષકો પાઠ સમજાવતા, મિત્રો રમૂજી વાતોમાં મશગૂલ રહેતા, પણ મારી અંદર એક અજાણી ખળભળાટ ચાલતી. એ ખળભળાટ શબ્દોની હતી, લાગણીઓની હતી. એ જ દિવસોમાં ગુજરાતી સાહિત્ય નો પરિચય થયો અને જાણે મારી અંદર એક નવો જ વિશ્વ ખુલી ગયો. કવિતાના શબ્દોમાં જે સંગીત હતું, એ સંગીત મારા મનની ધબકાર સાથે એકરૂપ થઈ ગયું.શરૂઆતમાં ફક્ત ...વધુ વાંચો
મારી કવિતા ની સફર - 2
મારી કવિતા ની સફરઆ કવિતા મારી કવિતા-સફરની નવી શરૂઆતનું પ્રતિક છે. કોલેજના દિવસો બાદ લાંબા ૨૮ વર્ષ સુધી હું દૂર રહ્યો. પરંતુ મારી પત્ની અને એક ખાસ મિત્રએ મને ફરી પ્રોત્સાહન આપ્યું. આભાર વ્યક્ત કરવા માટે લખાયેલી આ પંક્તિઓમાં માત્ર મિત્રતાનો જ નહીં પરંતુ મારા જીવનની ફરી ખીલી ઉઠેલી સાહિત્યિક વસંતનો પણ અહેસાસ છે.દોસ્ત, તું આભારનો હકદાર,કોલેજના દિવસોનો ફરી ઉજાગર,૨૮ વર્ષે કલમ ફરી હાથમાં,શબ્દોનું ઝરણું ઉભર્યું મુજ માં।સ્મૃતિઓની શેરીએ તેં હાથ પકડ્યો,લખવાનો શોખ ફરી જગાડ્યો,દિલના ખૂણે દબાયેલા ખ્વાબો,તારી વાતે ફરી ઉડાન ભર્યો।કાગળ પર શાહી નૃત્ય કરે,ભાવનાઓનું ઝરણું વહે,દોસ્ત, તારા શબ્દોનો જાદુ,જીવનમાં ફરી રંગ ભરે।આભાર તને, ઓ મારા દોસ્ત,લખવાની લગન ...વધુ વાંચો
મારી કવિતા ની સફર - 3
મારી કવિતા ની સફર1. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત આત્માઓ માટે શ્રદ્ધાંજલિકવિતાનો શીર્ષક: "આકાશ પણ રડ્યું આજે…"આવી દુર્ઘટનાઓમાં ત્યારે એક જ અનેક જીવ ખોવાઈ જાય છે, ત્યારે માત્ર અહેવાલ નથી રહેતા – તે પીડાની પ્રતિક્રિયા છે, એક હૃદયની હૂક છે. અમદાવાદમાં થયેલી પીડાદાયક પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા નિર્દોષ યાત્રીઓ માટે લખાયેલી આ કવિતા એક ભાવસભર શ્રદ્ધાંજલિ છે. અહીં “આકાશ પણ રડ્યું આજે…” એ માત્ર રૂઢિપ્રયોગ નથી, પરંતુ પૃથ્વીથી આકાશ સુધી શોકની લાગણીનો પ્રતિબિંબ છે.કવિતામાં પંખીઓનું ઉડવું બંધ થવું, આશાઓ બળી જવી, માતાના અશ્રુઓ, બાળકોના પિતાનું સહારો ગુમાવવો જેવી પંક્તિઓ જીવનની અનિશ્ચિતતા અને દુઃખની ઊંડી અસર દર્શાવે છે.આજે આકાશ ઘનઘોર લાગે,વાયુ ...વધુ વાંચો
મારી કવિતા ની સફર - 4
મારી કવિતા ની સફર – 4આ કવિતા પ્રેમની ઊંડાણભરી અને બ્રહ્માંડ જેવી વિશાળ લાગણી વ્યક્ત કરે છે. મેં આ મારી જીવનસાથી માટે લખી હતી — એ મારી જીવનસાથી જ નહીં, પણ મારા અસ્તિત્વનું કેન્દ્ર છે. અહીં પ્રેમને ચાંદ-તારાઓ જેવી ઉપમા આપી છે, પણ સાથે એ પણ કહ્યું છે કે પ્રિય વ્યક્તિ ફક્ત “ચાંદ” નથી — તે આખું “આકાશ” છે, જેમાં જીવનના બધા અર્થ સમાયેલા છે.કવિતામાં પ્રેમને આકર્ષણના બળ (ગુરુત્વાકર્ષણ) તરીકે દર્શાવીને કવિએ સંબંધની અવિનાશી જોડાણને સુંદર રીતે વ્યક્ત કર્યો છે. એમાં સમર્પણ, આદર અને એક અનંત લાગણીનો અહેસાસ છે — જે રોજ વધે છે, રોજ વધુ પ્રગાઢ બને છે.એકંદરે, ...વધુ વાંચો
મારી કવિતા ની સફર - 5
-1-એક સમય હતો, જ્યારે પત્રકારિતાનું ધ્યેય માત્ર એક હતું – સત્ય. તે ન માઇકથી માપાતું, ન સ્ટુડિયો લાઇટ્સથી સૌંદર્ય પત્રકારો ખાડીઓમાં બેઠા સત્ય લખતા હતા, હવે તેઓ AC સ્ટુડિયોમાં બેઠા યુદ્ધનું દિગ્દર્શન કરે છે. ખેદ એ છે કે આજના સમયમાં પત્રકારો યુદ્ધ નહિ લડે, પણ યુદ્ધના પ્રસારણની TRP માટે લડે છે. આ કવિતા લખવાની પ્રેરણા પત્રકારો એ મુંબઈ ટેરર એટેક અને ઓપેરેશન સિંદુર સમયે ભજવેલ ભવાઇ ના કારણે મળી હતી. મુંબઈ ટેરર એટેક વખતે મીડિયા ટીઆરપી માટે આપણાં સૈનિકો ની હિલચાલ લાઈવ દેખાડી ને આતંકી ઑ ની મદદ કરી રહ્યા હતા અને ઓપેરેશન સિંદુર વખતે તો લોકો એ રાત ...વધુ વાંચો
મારી કવિતા ની સફર - 6
-1-પ્રેમ – એ શબ્દ જેટલો સરળ લાગે છે, તેટલો જ તે જીવનમાં ઊંડો અને અનંત અર્થ ધરાવે છે. પ્રેમ એક સંબંધમાં બંધાયેલું નથી, તે તો દરેક ધબકારમાં વસેલું એક અનુભૂતિ છે. જ્યારે હૃદયમાં પ્રેમ જન્મે છે, ત્યારે દુનિયા નવી લાગે છે, દરેક દુઃખમાં પણ મધુરતા આવે છે અને દરેક ક્ષણમાં કોઈ અદૃશ્ય જાદૂ પ્રસરી જાય છે.આ કવિતા “પ્રેમ – એક જાદૂઈ અનુભવ” એ એ જ જાદૂનો આલાપ છે. અહીં પ્રેમ ક્યારેક સપનાની દુનિયા બને છે, ક્યારેક ખામોશીનું સંગીત, તો ક્યારેક વિશ્વાસનો દીવો. એ પ્રેમ જે દુઃખને આનંદમાં ફેરવે છે, આંસુઓને સ્મિતમાં ઢાળે છે અને જીવનને અર્થપૂર્ણ બનાવી દે છે.કવિતામાં ...વધુ વાંચો