રેડહેટ-સ્ટોરી એક હેકરની

(340)
  • 64
  • 0
  • 63.8k

દસ દિવસ પહેલા,તારાપુર વરસાદની ઝરમર થંભી હતી. હવાનું ઝોર વધ્યું હતું. વાતાવરણમાં કોઈ ગજબ શાંતિ રાત્રીના ભેંકાર સાથે ભળી વાતાવરણ બિહામણું બનાવી રહી હતી. વાતાવરણની આ શાંતિને દૂર જંગલ તરફથી આવતા કોઈ ચીમરીના,તો કોઈ શેરીના કૂતરાંના,તો કોઈ એકલ-દોકલ વાહનના હોર્નના અવાજો ખલેલ પાડી રહ્યા હતા. શહેરની એકમાત્ર નદી 'રૂપેણ'ના શાંત નીર પર પડતા ચન્દ્રમાંના પ્રકાશથી ઉભું થતું દ્રશ્ય કોઈ અદભુત કળાથી દોરેલા ચિતારાના ચિત્ર જેવું લાગી રહ્યું હતું. તારાપુર શહેરના શાંત વતાવરણમાં એક ઓડી ખૂબ વધારે રફતારથી જંગલના રસ્તે જઈ રહી હતી. તે એક જ રફતારથી જંગલના કાચા રસ્તા પર ચાલી રહી હતી. તે જંગલની અંદર આવેલા એક ખંડેર જેવી હાલતમાં રહેલા બંગલાના ચોગાનમાં પ્રવેશી.

1

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 1

રેડ હેટ : સ્ટોરી એક હેકરની પ્રકરણ 1 દસ દિવસ પહેલા,તારાપુર વરસાદની ઝરમર થંભી હતી. હવાનું વધ્યું હતું. વાતાવરણમાં કોઈ ગજબ શાંતિ રાત્રીના ભેંકાર સાથે ભળી વાતાવરણ બિહામણું બનાવી રહી હતી. વાતાવરણની આ શાંતિને દૂર જંગલ તરફથી આવતા કોઈ ચીમરીના,તો કોઈ શેરીના કૂતરાંના,તો કોઈ એકલ-દોકલ વાહનના હોર્નના અવાજો ખલેલ પાડી રહ્યા હતા. શહેરની એકમાત્ર નદી 'રૂપેણ'ના શાંત નીર પર પડતા ચન્દ્રમાંના પ્રકાશથી ઉભું થતું દ્રશ્ય કોઈ અદભુત કળાથી દોરેલા ચિતારાના ચિત્ર જેવું લાગી રહ્યું હતું. તારાપુર શહેરના શાંત વતાવરણમાં એક ઓડી ખૂબ વધારે રફતારથી જંગલના રસ્તે જઈ રહી હતી. તે એક જ રફતારથી જંગલના કાચા રસ્તા ...વધુ વાંચો

2

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 2

કિંજલ એક ધનવાન કુટુંબમાંથી આવતી છોકરી હતી. તે અત્યારે તેના મમ્મી સાથે રહેતી હતી.તેના પપ્પા રમેશભાઈનું મૃત્યુ તો 10 પહેલાં જ એક ભયનકર આગમાં થયું હતું.તે બાદ તેના મમ્મી જયા બહેને બધો બિઝનેસ સાંભળી લીધો હતો અને તેને એક નવી ઉંચાઈએ લઈ ગયા હતા.કિંજલને કોઈ ભાઈ નહોતો એટલે બંગલા જેવા વિશાળ ઘરમાં તે અને તેના મમ્મી બે જ રહેતા હતા.એ સિવાય જયાબહેન ને બિઝનેસમાંથી સમય ન મળતો હોવાથી નોકર ચાકર પણ બંગલામાં રહેતા હતા.જો કે તેના મમ્મી આજ સુધી તે શેનો બિઝનેસ કરે છે એ કહ્યું નહોતું.તેમનું કહેવું હતું કે જો ...વધુ વાંચો

3

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 3

પ્રકરણ:3 “સર આજે કેમ ગાડી છેક કોલેજે મંગાવી નહીંતર તો તમે થોડે દુરથી બેસો છો ને?” ગાડી ચલાવતા ચલાવતા બાજુમાં બેઠેલા ડ્રાઇવરે સૂર્યાને પૂછ્યું “કેમ કે આજે મારી પાસે એટલો ટાઈમ નહોતો આજે આપડે સિધુ બંગલે નહીં જવાનું તમે ગાડી સીટી મોલથી થોડી આગળ ઉભી રાખી દેજો” સૂર્યાએ કહ્યું “જી સર”કહી ડ્રાઈવરે ગાડી થોડી સ્પીડથી ભગાવી થોડીવારમાં ગાડી સીટી મોલથી થોડી આગળ ઉભી હતી. સૂર્યાએ મોંઢા પર એક મુખવટુ પહેર્યું. તે એકદમ ચામડી જેવું જ હતું.તે પહેરતા જ ...વધુ વાંચો

4

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 4

રેડ હેટ:સ્ટોરી એક હેકરનીપ્રકરણ:4 સૂર્યા એક હેકર હતો.તેના માટે કોઈના પણ મોબાઈલ કોમ્પ્યુટર અને મોટી કંપનીની વેબસાઈટો ઉપરાંત કોઈનું પણ બેન્ક એકાઉન્ટ હેક કરવું એ કોઈ મોટી વાત નહોતી.તેણે તેની હેકિંગ દ્વારા નાની ઉંમરે ઘણા મોટા ગુનેગારોને પકડ્યા હતા.તેનો ભૂતકાળ પણ રહસ્યમય હતો જે તેના સિવાય કોઈ જાણતું નહોતું.મનુભાઈ પણ સૂર્યા વિશે બહુ વધારે જાણતા નહોતા પણ સૂર્યા પ્રત્યે ખૂબ વફાદાર હતા તેના પાછળ પણ એક કારણ હતું પણ એ વાત આગળ કરીશું.અત્યારે તો સૂર્યા વિચારોમાં સરી પડે છે.તે બે દિવસ પહેલા ડ્રગ્સ સ્પલાઈને પકડવા માટે તે શંકાસ્પદ વ્યક્તિઓના મોબાઈલ હેક કરી તેમના મેસેજ ...વધુ વાંચો

5

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 5

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:5 “ જો તું મને તારી ઓળખ નહીં આપે તો હું તને વિશે પણ કઈ નહિ કહું” વિક્રમે એક ચાન્સ લેતા કહ્યું. “મારે એની જરૂર નથી,હું તમારા વિશે બધું જાણું છું” સૂર્યાએ કહ્યું “એમ,તો કહે તો શું જાણે છે”વિક્રમે હાસ્યાસ્પદ ભાવે પૂછ્યું “તમે આજે સવારે સાડાસાત વાગ્યે ઉઠ્યા હતા.નવ વાગે પોલીસ સ્ટેશન માટે ગયા હતા.વચ્ચે એક કોપીશોપ પર રોકાણા હતા પછી પોલીસસ્ટેશન પર ગયા હતા.ત્યાંથી તમારા કોઈ રાહુલ નામના દોસ્તને લેવા બપોરે રેલવેસ્ટેશન પર ગયા હતા.અને હા કાલે રજા હોવાથી તમે ...વધુ વાંચો

6

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 6

રેડ હેટ-સ્ટોરી એક હેકરની પ્રકરણ:6 સૂર્યાની એક તરફ કિંજલ બેઠી હતી તો બીજી તરફ આરવ બેઠો હતો અને રોમેન્ટિક હતી.સૂર્યાને કોઈ પણ પ્રકારની રોમેન્ટિક મુવીમાં કોઈ દિવસ કોઈ પણ ઇંટ્રેસ્ટ હતો જ નહીં પણ આજે એને એ મૂવીમાં તેને મજા આવી રહી હતી. કોઈ કોઈ વખત કિંજલનો હાથ તેના હાથને અડકી જતો ત્યારે તેને એક અદ્વિતીય આનંદની અનુભૂતિ થતી. તે તેના ભારીભરખમ કામ માંથી આજે બહાર આવી ગયો હોય એવું તેને લાગી રહ્યું હતુ.આવું તેની સાથે પહેલીવાર થયું હતું કેમ કે તેનું કામ જ એવું હતું કે તેને ચોવીસે કલાક ટેંશન રહેતું જ.આજે તેનું મગજ ખૂબ શાંતિ ...વધુ વાંચો

7

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 7

રેડ હેટ: સ્ટોરી એક હેકરની પ્રકરણ:સાત પેલો રેકોર્ડિંગ કરવા વાળો વ્યક્તિ એક રૂમમાં બેઠો હતો અને સામે પેલા બે જેને સૂર્યાનો પીછો કર્યો હતો એ લોકો હતા. રેકોર્ડિંગ કરવાવાળો વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રાકેશસર હતા.જેને આજે સૂર્યાનો પહેલો લેકચર લીધો હતો તેઓ જો જાણતા હોત કે તેમની નાકમાં દમ કરનાર વ્યક્તિ તેમની જ ક્લાસમાં ભણે છે તો કદાચ તે બે ઘડી ચક્કર ખાઈ ગયા હોત! તેમની સામે જે બે વ્યક્તિ બેઠા હતા તે બન્ને કોલેજની કેન્ટીનમાં કામ કરતા હતા તે બન્નેના નામ મોહન અને બાબુ હતા. હકીકતમાં રાકેશ પહેલા ...વધુ વાંચો

8

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 8

રેડ હેટ-સ્ટોરી એક હેકરની પ્રકરણ:8 “એને જ આપડી જેલ બનાવીશું” સૂર્યાએ એક હાસ્ય સાથે કહ્યું. “ઓહ હું સમજી ગયો સારો વિચાર છે અને તે બંગલો પણ એક વિરાન જગ્યાએ છે કેમ કે મારા મિત્રને એકલતા પસંદ હતી એટલે તેને તે બંગલો જંગલમાં બનાવ્યો"વિક્રમે કહ્યું. સૂર્યાના મગજમાં ફાળ પડી તેનું થયું કે વિક્રમ જે બંગલાની વાત કરી રહ્યો છે તે પોતે હાલ રહી રહ્યો છે એ તો નથી ને? તેને કન્ફર્મ કરવા વિક્રમને પૂછ્યું."ક્યાં આવેલો છે તે બંગલો?" "તારાપુરના પશ્ચિમી જંગલમાં નદીકિનારે"વિક્રમે કહ્યું ...વધુ વાંચો

9

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 9

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:9સ્થળ:- કે.પી કોલેજનું કેન્ટીન સમય: 8:15 AM "ઓહ આજે આને સમોસા બહુ વાર લગાડી" આરવે કહ્યું "હા યાર ભીડ પણ રોજ કરતા ઓછી છે તેમ છતાં"કિંજલે ઉમેર્યું "તમારે શુ જલ્દી છે?" સૂર્યાએ કહ્યું "અરે યાર જલ્દી તો નહીં પણ ભૂખ લાગી છે" રિયાએ પેટ પર હાથ મુકતા કહ્યું. થોડીવાર થઈ એટલે કેન્ટીનનો મુખ્યા આવીને સમોસા આપી ગયો. "કેમ અંકલ આજે આટલી ‘વાર’ લાગી"તેમને જોઈ કિંજલે કહ્યું "શુ કહું દીકરી આજે ...વધુ વાંચો

10

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 10

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:10 "આ ડફોળ મોહન અને બાબુ કહ્યા વગર ક્યાં જતા કયાં જતા રહ્યાં અને પ્રેસર આવે છે કે પેલા ઓડીવાળાને ગોતો ક્યાં હમણે કવ ત્યાંથી ગોતું" રાકેશ આમથી તેમ પોતાના રૂમમાં આંટા મારી રહ્યો હતો. "હવે ફક્ત એક રસ્તો છે કે મારે ઉપર જણાવી દેવું જોઈએ કે બન્ને ક્યાંક કહ્યા વગર જતાં રહ્યાં છે તો મારે થોડો વધુ સમય જોઈએ"રાકેશ સ્વગત બબડયો. તેને ટેબલ પર પડેલી ડાયરી અને એક પેન ઉપાડી તેમાં પોતાની આખી વાત એમાં લખી નાખી.પછી પોતાના ડિપાર્ટમેન્ટ રૂમમાંથી બહાર નીકળીને જુના સ્ટોરરૂમ તરફ આગળ વધ્યો,તે ખૂબ સ્પીડથી ચાલી ...વધુ વાંચો

11

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 11

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:11 સૂર્યાએ એક મેસેજ ઇન્સ્પેક્ટર વિક્રમને કર્યો અને તેમાં અત્યાર સુધી મળેલી માહિતી કહી દીધી અને લખ્યું કે આજે આપણે નહિ મળી શકીયે તો કાલે વહેલી સવારે 6 વાગ્યે તમારા ઘર પાસે જે હોટેલ છે તેમાં મળીયે. સામેથી વિક્રમનો હકારાત્મક જવાબ આવતા તેને ફોન અને કોમ્પ્યુટર બંધ કર્યા,અને કોલેજ જવા નીકળી ગયો.***********************સમય: 8:15 AMસ્થળ:- કે.પી કોલેજની કેન્ટીન આરવ,રિયા,કિંજલ અને સૂર્યા કેન્ટીનમાં એક દૂરના ટેબલ પર બેઠા હતા અને નાસ્તો કરી રહ્યા હતા.. "અંકલ એક દાબેલી આ બાજુ આપજો" કિંજલે ઓર્ડર આપતા કહ્યું "હા એક મિનિટ બેટા" ...વધુ વાંચો

12

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 12

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ 12 સૂર્યાની ગાડી કિંજલના ઘર પાસે પહોંચી. મનુકાકાએ ગાડી થોભાવી.કિંજલ નીચે ઉતરી અને બોલી "બાય કાલે મળીયે" "બાય" સૂર્યાએ કહ્યું અને પછી મનુકાકાએ ગાડી ટર્ન લઈને જે રસ્તેથી આવ્યા હતા તે તરફ હંકારી મૂકી.કિંજલ થોડીવાર ત્યાં જ ઉભી રહી તે સાઈડ મિરરમાંથી સૂર્યાને જોતી રહી ધીરે ધીરે ગાડી દેખાતી બંધ થઈ અને હવે ફક્ત તેના દ્વારા ઊડતી આછી ડમરી દેખાઈ રહી હતી.તેને પણ તે જોતી રહી.તે ધીરે ધીરે આકાશમાં ચડી રહી હતી. થોડીવાર ત્યાં ઉભા રહીને તેના બંગલા તરફ ચાલી.તે અંદર ગઈ સોહન ...વધુ વાંચો

13

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 13

રેડ હેટ: સ્ટોરી એક હેકરની પ્રકરણ: 13 રાકેશ તેની ઓફિસમાં બેઠો હતો. હજી થોડીવાર પહેલા તે બાબુ અને મોહનના ઘરેથી આવ્યો હતો.તેના ઘરવાળાનું કહેવું હતું કે તે રોજની માફક જ ઘરથી કોલેજ જવા નિકળ્યા હતા. રાકેશ ને ખબર હતી કે તેના ઘરવાળાને જરૂર અજુગતું લાગ્યું હશે એક પ્રોફેસર કેમ એક નોકર જેવા વ્યક્તિની આટલી કાળજી લે છે પણ રાકેશને તેનાથી કોઈ મતલબ ન હતો.તેને તો એટલી ખબર હતી કે જો રાજુ મોહન ન મળ્યા તો આગલો વારો તેનો હતો. રાકેશે તેના ઘરવાળાને પોલીસ ફરિયાદનું સૂચવ્યું હતું.રાકેશ જાણતો હતો કે તેઓ જે કામ કરી ...વધુ વાંચો

14

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 14

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ: 14 કિંજલની નીંદર ઉડી તે થોડીવાર પથારીમાં પડી રહી.પછી તેનો મોબાઈલ હાથમાં લીધો.તેને જોયું તો તેમાં સૂર્યાનો એક મેસેજ હતો.તે મેસેજ તેને વાંચ્યો અને પછી છાતી પર મોબાઈલ મૂકીને કંઈક વિચારવા લાગી.તેને ઘડિયાળ તરફ જોયું.સાડા પાંચ વાગી રહ્યા હતા.તે વિચારી રહી હતી કે તે આજે રાત્રે બિલકુલ એકલી હતી.તેને એકલા રહેવાની બિલકુલ મજા આવતી નહોતી.તેને થયું ખબર હતી,તેની સાહેલીઓમાં રિયા સિવાય બીજું કોઈ ખાસ નહોતું.તેને વિચાર્યું હતું કે આજે તેના મમ્મીની તબિયત ખરાબ થઈ છે તો આજે તેને ડિસ્ટર્બ કરવી ઠીક નથી અને એમ પણ તેનું ...વધુ વાંચો

15

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 15

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:15 સ્થળ: કેન્ટીન સમય: 8:20 સૂર્યા કેન્ટીનમાં પહોંચે છે.તે ઊડતી નજર આખા ફેરવે છે. ત્યાં મુનાભાઈ તેમના કામમાં વ્યસ્ત હતા અને રાકેશ શક્યવત હજી આવ્યો ન હતો.આજે કેન્ટીનમાં ભીડ પ્રમાણમાં ઓછી હતી બે ત્રણ ટેબલ સિવાય બીજા ટેબલો ખાલી હતા.એક ટેબલ પણ બે છોકરા બેઠા બેઠા મોબાઈલમાં કશુંક મથી રહ્યા હતા.તેમને આજુબાજુ શુ થઈ રહ્યું છે તેનો પણ ખ્યાલ નહોતો.બીજા એક ટેબલ પર એક છોકરો એકલો બેઠો હતો અને નાસ્તો કરવામાં પોરવાયેલો હતો.બીજા એક ટેબલ પર ચાર પાંચ સ્ટુડન્ટ હતા તેઓ પણ એમની જ વાતમાં મશગૂલ હતા અને ખુણાના એક ...વધુ વાંચો

16

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 16

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:16 સૂર્યાનું મગજ ચકરાવે ચડ્યું હતું.આમ તો તેનું પ્લાનિગ એકદમ પરફેક્ટ હતું.તેમ છતાં કોઈ આત્મસ્ફૂરણા થઈ રહી હતી કે કઈક બરાબર નથી થવાનું.તેને અચાનક વિક્રમ પાસે જવાનું મન થઇ રહ્યું હતું.તેને ઘણીવાર આવી ગટ ફીલિંગ થયેલી અને મોટાભાગે તે સાચી નીવડતી.તે કોઈ રિસ્ક નહોતો લેવા માંગતો તેને વિક્રમ પાસે જવું હતું. પણ જ્યાં સુધી તે કિંજલ સાથે હતી તે શકય નહોતું. "ઓય કયા વિચારોમાં ખોવાઈ ગયો ચાલ બહાર બેસીએ બીજા લેક્ચર સુધી" કિંજલે કહ્યું. "હા યાર બેસીએ પણ મારે અત્યારે એક કામ છે તો...." સૂર્યાએ ...વધુ વાંચો

17

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 17

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:17 રાકેશે ટ્રિગર દબાવ્યું સાથેજ એક બીજો ધડાકો પણ થયો,અને હાથમાંથી ગન છટકી,પણ એ પહેલાં તે ટ્રિગર દબાવી ચુક્યો હતો.પણ તે નિશાનો ચુકી ગયો હતો.ગોળી વિક્રમના કપાળની જગ્યાએ ખભાને અડીને નીકળી હતી.ત્યાંથી લોહી ખૂબ ઝડપથી વહેવાનું શરૂ થયું હતું.વિક્રમને હવે આજુબાજુ શુ ચાલી રહ્યું છે તેનું પૂરું ભાન નહોતું. રાકેશ પર જેને ગોળી ચલાવી હતી તે સૂર્યા હતો.અત્યારે તે નિખિલના વેશમાં હતો.તે ગોળી રાકેશના અંગુઠા પર વાગી હતી.રાકેશ હજી વધારે કાઈ વિચારે તે પહેલાં જ તેને બીજી ગોળી તેના પગ પર મારી હતી ...વધુ વાંચો

18

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 18

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:18 જીનું પોલીસસ્ટેશને પહોંચે છે અને અંદર કોઈ અફસરની માફક જાય અંદર પહોંચીને સબઇન્સ્પેક્ટરના ટેબલ પાસે જઈને ઉભો રહે છે.ત્યાં હાજર બધા લોકો આવા ખડતલ વ્યક્તિને બે પળ તો અપલક દ્રષ્ટિએ જોઈ રહે છે. સબ ઈન્સ્પેકર પણ થોડીવાર માટે તેની સામે જ જોઈ રહે છે જીનું કોઈ કમાન્ડો કરતા ઓછો નહોતો લાગી રહ્યો.સબ ઇન્સ્પેક્ટરે તેને ઉપરથી નીચે સુધી જોયો અને પછી કહ્યું "જી બોલો કોનું કામ છે?" "જી હું કમિશનરની ઓફીસ માંથી આવું છું" જીનુંએ રૂઆબદાર સ્વરે કહ્યું. સબ ઇન્સ્પેક્ટર થોડીવાર તેની સામે જ જોઈ ...વધુ વાંચો

19

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 19

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:19 સૂર્યા અને કિંજલ ગાર્ડનમાં જઈને એક બાંકડા પર બેઠા.અત્યારે સાંજના પાંચ વાગી રહ્યા હતા આથી આખી કોલેજ ખાલી હતી.આખી કોલેજમાં શાંતિ હતી.ફક્ત વરસાદનો અવાજ આવી રહ્યો હતો.સાથે જ મધુર માટીની સુવાસ વાતાવરણમાં ફેલાઈ રહી હતી. બન્ને થોડીવાર ચુપચાપ બેસીને આ વરસાદી માહોલનો અનુભવ કરતા કહ્યા. થોડીવાર બાદ સૂર્યા આ શાંત ઘોંઘાટને તોડતા બોલ્યો "યાર શુ મસ્ત માહોલ છે" "તું પણ નાનો છોકરો બની ગયો ને" કિંજલે હસતા હસતા કહ્યું "એની તો ખબર નહીં પણ તારી સાથે રહીને હું તારા જેવો ...વધુ વાંચો

20

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 20

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:20 સૂર્યા ગાડીમાં બેસીને ભાગતા તારાપુરને નિહાળી રહ્યો હતો.તેને ઘણીવાર થતું આ લોકોની જિંદગી કેટલી સરળ હશે ને? કોઈ વધારાની ચિંતા વગર જ પરિવાર સાથે રહી શકે છે.ઘણા નસીબવંતા છે ને તે લોકો? આવું જ્યારે તેને થયું ત્યારે તેને દાદાના શબ્દો યાદ આવ્યાં કે 'તું ખરેખર નસીબદાર છો,કે તને દેશની સાથે પુરી દુનિયાની મદદ કરવાનો મોકો મળ્યો છે અને ભગવાને એ આવડત તારામાં મૂકી છે.' સૂર્યાના માનસપટલ પરથી એ વિચારો હજી ખસ્યા ન ખસ્યા ત્યાં જ કિંજલનો વિચાર અચાનક થવા લાગ્યો.તે કિંજલને ફરી એકવાર ...વધુ વાંચો

21

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 21

રેડ હેટ: સ્ટોરી એક હેકરની પ્રકરણ: 21 "રાકેશ બીજું કાંઈ જાણતો હોય તો એ પણ કહે" કહ્યું "જી,નહીં સર હું બીજું કાંઈ નથી જાણતો,જે જાણતો હતો એ કહી દીધું છે."રાકેશે કહ્યું. "ઠીક છે હું માનું છું"સૂર્યાએ કહ્યું અને પછી આગળ બોલ્યો "જીનું હવે આને છોડી ને રૂમને લોક કરી દો." "જી સર" જીનુંએ કહ્યું.પછી બધા બહાર નીકળ્યા અને જીનુંએ રાકેશને છોડ્યો,રાકેશ અત્યારે હોશમાં ન હોય એમ નીચે ઢળી પડ્યો જીનુંએ ખુરશી બહાર મૂકી અને પછી રૂમને બહારથી કળી લગાવીને નીચે ગયો.નીચે સૂર્યા અને વિક્રમ બન્ને એક ટેબલ પર ...વધુ વાંચો

22

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 22

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:22 સૂરજ માથા પર ચડ્યો હતો.કાલના વરસાદ બાદ પણ વાતાવરણ ખુશનુમા હતું.આકાશ એકદમ ચોખ્ખું હતું ક્યાંક કોઈક નાનું વાદળ પવન સાથે જઈ રહ્યું હતું અને પવન પ્રમાણમાં થોડો વધારે હતો.કિંજલના નીકળ્યા બાદ તે ગેટ પર ગયો અને જીનુંની રાહ જોતો ઉભો રહ્યો.હજી પોલીશસ્ટેશનનેથી કોઈ આવ્યુ ન હતું.કોલેજ કેમ્પસમાંથી વિદ્યાર્થીઓની ભીડ ઓછી થતી જતી હતી અને કેમ્પસ ધીરે ધીરે ખાલી થતું જતું હતું. તે થોડીવાર ત્યાં ઉભો રહ્યો ત્યાં મનુકાકા અને જિનું પહોંચ્યા.મનુકાકા હંમેશની જેમ ગાડીમાંથી ઉતર્યા વગર અંદર જ બેસી રહ્યા.જીનું ...વધુ વાંચો

23

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 23

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:23 સૂર્યાએ વધેલી ચા પુરી કરી અને મનુકાકાને મેસેજ કર્યો હતો.સૂર્યાને થોડીવાર જોવા સિવાય બીજો કોઈ ઓપશન ન હતો.તેને કેફે તરફ નજર નાખી.બપોરના સમયે મોટાભાગના ટેબલ ખાલી હોય છે.આજે પણ કંઈક એવું જ થયું.ખૂબ ઓછા લોકો અત્યારે કેફેમાં હતા.તેમાંથી ખૂણાના ટેબલ પર બેઠેલા ત્રણ ચાર છોકરાઓ તેની જ કોલેજના હતા તે બેઠા બેઠા વાતું કરી રહ્યા હતા.બીજા એક ટેબલ પર એક નવયુવાન કપલ બેઠું હતું અને ખૂબ જીણા અવાજે વાતું કરી રહ્યું હતું. એક ટેબલ પર કોઈક છોકરી એકલી જ બેઠી હતી.સૂર્યાને થયું કે તે ક્યારની તેની ...વધુ વાંચો

24

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 24

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ: 24 એક આલીશાન ઓફીસમાં લાલ પ્રકાશ ફેલાયેલો હતો.તે પ્રકાશ આછો હતો કેમકે તે ફકત ટેબલલેમ્પમાંથી આવી રહ્યો હતો. તેની વ્યવસ્થાએ રીતે કરવામાં આવી હતી કે ટેબલ પર પડેલી વસ્તુ તે લાલ પ્રકાશમાં સ્પષ્ટ દેખાઈ રહી હતી,પરંતુ બીજે બધે લગભગ અંધારું હતું.તે રૂમ પ્રમાણમાં મોટો હતો.તે રૂમની એક તરફ કોમ્પ્યુર રાખવામાં આવ્યું હતું અને બીજી તરફ થોડીક ફાઈલો અને બુકો હતી.વચ્ચે એક ટેબલ હતું અને ત્યાં એક સોફાવાળી ખુરશી હતી અને સામેની બાજુ ત્રણ સાદી ખુરશી પડી હતી.તે રૂમ એ.સીની હવાથી ખૂબ ઠંડો હતો. તે રૂમના ...વધુ વાંચો

25

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 25

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:25 બીજે દિવસે સવારે જ્યારે સૂર્યાની આંખ ખુલી ત્યારે ચાર વાગ્યાનો સમય રહ્યો હતો.આ સૂર્યાનો ઉઠવાનો નોર્મલ સમય હતો.જો કે ઘણીવાર રાત્રે કામ રહેતું તો ઉઠવામાં વહેલું મોડું થઈ જતું પણ તે બને તેટલું વહેલું ઉઠવાની કોશીશ કરતો.તે ઉભો થયો તેની દૈનિક ક્રિયાઓ પતાવી સ્નાન કરીને બહાર બાલ્કનીમાં આવ્યો તેને નભને જોયુંવાતાવરણ એકદમ ચોખ્ખું હતું.જંગલ વિસ્તાર હોવાથી હવા એકદમ શુદ્ધ હતી એટલે આકાશના અનગીનત તારા દેખાઈ રહ્યા હતા સૂર્યા બે મિનિટ આ દ્રશ્યને જોઈ રહ્યો.તેને અચાનક કસેનિયા યાદ આવી તેને છેલ્લી વખત જોઈ તેને પણ આઠ નવ વર્ષ થઈ ...વધુ વાંચો

26

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 26

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:26 "વેલકમ ભૈયા" ગુરુએ સૂર્યાને અંદર આવતા જ કહ્યું અને દોડીને સૂર્યાને ભેટી "ઓહ ગુરુ ઘણા સમય પછી મળીને આનંદ થયો" સૂર્યાએ કહ્યું. ગુરુની ઉચ્ચાઈ અવગણી શકાય એટલી નીચી હતી અને વજનમાં પણ ખાસ્સો ફરક ન હતો.સૂર્યા મોટાભાગે રશિયામાં રહેલો હોવાથી ફેર સ્કિન હતી,જ્યારે ગુરુ પણ રશિયા માં ઘણા સમય રહ્યો હતો છતાં ત્યાંના મોસમેં તેના પર અસર કરી ન હતી તેની ચામડી ગોરી પ્રભા વાળી ઘઉંવર્ણી હતી.તેની આંખો પ્રમાણમાં નાની હતી અને નાક ચપટું હતું. તેની નેણ પ્રમાણમાં આછી હતી અને પાંપણો થોડી લાંબી હતી.તેના મોઢા નીચે એક ...વધુ વાંચો

27

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 27

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:27 " તો આગળ શું વિચાર્યું છે સૂર્યા?" ગુરુએ કહ્યું. મારી સાથે તારાપુર આવવાનું છે એ પણ તારા કોમ્પ્યુટર સાથે કેમ કે ત્યાં બીજા સુપરકોમ્પ્યુટર્સ નથી" સૂર્યાએ કહ્યું "ઓકે હું તૈયાર છું કાલે સાંજે જ નીકળીએ પણ તું તારા દોસ્તો ને શુ કહીશ?" ગુરુએ કહ્યું "નહીં એમાં કહેવાનું શુ છે મારી સાથે થોડો સમય રહેવા આવે છે એમ બીજું શું?" સૂર્યાએ કહ્યું. "ઓકે ચાલ મળીને આ ગેંગને પકડીએ અને એસેમ્બલીના પેલા બહેરુપિયાને પણ?" ગુરુએ કહ્યું "મને એવું લાગે છે ...વધુ વાંચો

28

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 28

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:28 "મેં તને પહેલા દિવસે જ્યારે જોયો હતો ને ત્યારથી તું જ લાગે છે,ખબર નહીં કેમ પણ આપણો સબંધ ખૂબ જૂનો હોય એવું લાગે છે,કદાચ ઉપવાળાએ આપણી જોડી ખૂબ વિચારીને બનાવી હશે.તને મળવાનું મન થાય છે,તારી સાથે જ રહેવાનું મન થાય છે,અને બસ તારી સાથે વાતો કરતું રહેવાનું મન થાય છે. સો આઈ ઍક્સેપટ યુ એસ માય બેટર હાફ અને મને હમેશા તંગ કરનાર એક ક્યૂટ સાથી તરીકે" કિંજલ અટકી રૂમમાં શાંતિ પથરાઈ બહારથી કોઈ અવાજ આવી રહ્યો નહોતો આ નિરવ શાંતિમાં એક અનોખું પ્રણય પાંગરી રહ્યું હતું. સૂર્યા ...વધુ વાંચો

29

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 29

રેડ હેટ: સ્ટોરી એક હેકરની પ્રકરણ:29 "શુ કરે છો ગુરુ?"સૂર્યાએ પ્રવેશતાની સાથે જ એક ખુરશી તરફ અગ્રેસર કહ્યું. "તારાપુરનું પોલીસ ખાતું ચેક કરું છું" ગુરુએ સ્ક્રીનપર જ નજર રાખતા કહ્યું. "એ મેં ઓલરેડી કર્યું છે તેમાં ઇન્સ્પેક્ટર અજય સિવાય મને કોઈ શંકાસ્પદ લાગ્યું નહીં" સૂર્યાએ કહ્યું. "તો તે અજયને ઉઠાવીએ" ગુરુએ કહ્યું. "મેં પણ એ જોયું પણ તે ફક્ત થોડા પૈસા માટે કેસો બંધ કરે છે તેનાથી વિશેષ તે કશું જણાવી શકશે નહીં તેની મને ખાતરી છે" સૂર્યાએ કહ્યું "પણ તેની પાસે રેડહેટ ગેંગના નંબર્સ છે ...વધુ વાંચો

30

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 30

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:30 "દોસ્તો હોસ્પિટલે પહોંચે તેવા ન થાય ત્યાં સુધી ચારેયમાંથી એકેયને નહીં" પ્રકાશે તાળુકતા કહ્યું. "એય એય તમારે જે કરવું હોય તે કેન્ટીનથી બહાર જઈને" મુનાભાઈ કિચનમાંથી દોડતા દોડતા આવ્યા અને બોલ્યા. "જો મુનાભાઈ તમારી ઉંમરનો અમે રિયાઝ કરીયે છીએ.કૃપા કરીને કિચનમાં અંદર જતા રહો,અમે હવે રાહ નહિ જોઈએ.તમારી જે કાંઈ વસ્તુનું નુકસાન થશે તેની ભરપાઈ હું કરી દઈશ.સો પ્લીઝ અંદર જતા રહો" પ્રકાશે હાથના ઈશારાથી કહ્યું. મુનાભાઈ જાણતા હતા કે આ ગુંડા જેવો પ્રકાશ કોઈનું સાંભળશે નહીં એટલે સૂર્યા માટે દુઆ માંગતા ...વધુ વાંચો

31

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 31

રેડ હેટ: સ્ટોરી એક હેકરની પ્રકરણ:31 ચારેય ક્લાસરૂમમાં પહોંચ્યા બાદ તેમની નિયમિત જગ્યાએ એક પછી એક લેક્ચર જતા ગયા પણ કિંજલનું તેમાંથી એકેયમાં ધ્યાન નહોતું.તેના મનમાં ખળભળાટ હતો,તેને સૂર્યા પાસે ગન હતી તે વાત આશ્ચર્યજનક લાગી હતી.જો કે અમીર વ્યક્તિઓના બાળકો જ્યારે તેમનાથી બે અઢી હજાર કિલોમીટર દૂર રહેતા હોય અને ઉપરથી તારાપુર જેવું કુખ્યાત શહેર તેમાં એ કોઈ મોટી નવાઈની વાત નહોતી. એક એકવાર તેની પોતાની મમ્મીએ પણ તેને ગન સાથે રાખવા સમજાવી હતી પણ તેને કોઈ હથિયાર સાથે રાખી ફરવું ગમતું નહીં.કિંજલ એક પછી એક ધારણા બાંધતી ગઈ ...વધુ વાંચો

32

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 32

રેડ હેટ: સ્ટોરી એક હેકરની પ્રકરણ:32 સમય: સવારના સાડાપાંચ સ્થળ: સૂર્યાનો બંગલો યાદ આવી ગયું એ ઘણું છે" કિંજલે કહ્યું.અત્યારે સૂર્યાને અચાનક કિંજલને ફોન કરવાનું યાદ આવ્યું હતું.તેની પાસે કરવા જેવું કશું નહોતું એટલે તેને કિંજલને ફોન કરી લેવાનું નક્કી કર્યું હતું,તેને ખબર હતી કે ભલે તેના માટે આ વાત મહત્વની હોય કે ન હોય પણ કિંજલ જેવી છોકરીઓ માટે એ જરૂર મહત્વ ધરાવતું હતું. "યાદ તો આવે જ ને કાલે તે જો ઠપકો આપ્યો હતો" સૂર્યાને મુસ્કાન સાથે કહ્યું. "એ ઠપકો નહોતો મેં ...વધુ વાંચો

33

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 33

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:33 "જો છોકરા ચાલાકી કરવાની જરૂર નથી એમ પણ હું તારી આ નથી ડરતો મરશું તો બન્ને સાથે" રોકીએ કહ્યું સૂર્યા જાણતો હતો કે જો તે ગોળી ચલાવશે તો સામેથી રોકી ગોળી ચલાવ્યા વગર રહેશે નહીં.જો તે મૃત્યુથી ડરતો હોય તો આટલી આસાનીથી રેડહેટના સિક્રેટ વિશે કહે નહિ.આવડી મોટી ગેંગના સિક્રેટ આટલી આસાનીથી કહેવાનો મતલબ શુ થાય છે તે પોતે જાણતો હતો. તેને જરૂર કોઈ આફ્રિકાના જંગલ વચ્ચે ગીધ અને દીપડા માટે અથવા રશિયાના કોઈ ઠંડા નર્ક સમા પહાડો પર મરવા માટે મૂકી દેવામાં આવે, અને ...વધુ વાંચો

34

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 34

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:34 સ્થળ: ન્યાય મંદિર,તારાપુર સમય: સવારના સાડા નવ સામેની બાજુ આવેલ નાના પાર્કમાં કિંજલ આમથી આમ આંટાફેરા મારતી ઘડિયાળમાં જોઈ રહી હતી.આખું ગ્રાઉન્ડ ખાલી હતું ફક્ત સામેના બાકળા પર રિયા અને આરવ બેઠા હતા.જેઓ પુરી વાતથી અજાણ હતા પણ કિંજલે જે રીતે સૂર્યા સાથે વાત કરી હતી તે પરથી કળી શકાતું હતું કે વાત ખૂબ ગંભીર છે. "અરે યાર કિંજલ તું બેસી જા તને જોઈને મને ચક્કર આવી ગયા" રિયાએ કહ્યું. કિંજલ કાઈ જવાબ આપે એ પહેલાં એક કારનો અવાજ આવ્યો.એક ગાડી ...વધુ વાંચો

35

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 35

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:35 સૂર્યા,કિંજલ,રિયા,ગુરુ અને આરવ કોર્ટના મુખ્ય દરવાજે પહોંચ્યા.વિક્રમ થોડા છૂટા પડ્યા હતા જેથી લોકોને કોઈ વધુ શક ન જાય.સૂર્યાની નજર અત્યારે કશુંક શોધી રહી હતી અને તેની તપાસ પગથિયાની પાસે જઈ અટકી ત્યાં એડવોકેટ પી.પી.દેસાઈ ઊભા હતા અને સાથે જ તેમની બાજુમાં બીજા બે લોકો ઊભા હતા.સૂર્યા તેમની પાસે ગયો અને કહ્યું "ગુડ મોર્નંગ મી.દેસાઈ.." "ઓહ ગુડ મોર્નિંગ સૂર્યા હું તારી જ રાહ જોતો હતો,તમે બન્ને જાવ હું તમને કોર્ટના આ સેશન પછી મળી લઈશ" દેસાઈએ સાથે ઉભેલા બે વ્યક્તિને જોઈને ...વધુ વાંચો

36

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 36

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:36 સ્થળ:સૂર્યાનો બંગલો સમય: બપોરના બાર સૂર્યાના વાળા રૂમમાં ખુરશીની ગોઠવણ કઈક આ મુજબ હતી.ચાર ખુરશી કોમ્પ્યુટરની સામે રૂમની મધ્યમાં મુકાઈ હતી. તેમાં કિંજલ,આરવ,રિયા અને ઈન્સ્પેકર વિક્રમ બેઠા હતા.સામેની તરફ તે કોમ્પ્યુટરના કાટખૂણે એક એક બન્ને તરફ ખુરશી હતી તેમાં સૂર્યા અને ગુરુ બેઠા હતા.સૂર્યાએ મુખ્ય કોમ્પ્યુટર ઓન કર્યા બાદ સામાન્ય રીતે પાંચેય સ્ક્રીન પર અલગ અલગ કામ ચલતા પણ આજે તેને એ સ્ક્રીનને એક કરી અને તે એક સિનેમાની સ્ક્રીન જેવું બની ગયું.તેમાં એક ફોલ્ડર ખોલ્યું અને બોલ્યો "સો હું મારી વાત બધાને કહેવામાં ...વધુ વાંચો

37

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 37

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:37 સાંજના વારુ બાદ બ્રહ્મભટ્ટે સૂર્યાને એક રૂમમાં સેટી બેસાડ્યો હતો.બ્રહ્મભટ્ટ એક વિશાળ કાયાના માલિક હતા.તેમનો વજન એસી કિલોથી ઓછો નહીં હોય પણ તે ચરબીનો નહીં પણ મસલ્સનો વજન હતો.તેમનું શરીર ખૂબ ચુસ્ત હતું.તેમને ગળામાં એક રુદ્રાક્ષની માળા પહેરી હતી.તેઓને શર્ટ કરતા ટીશર્ટ વધારે ઓપતા હતા.તેમનું નાક અનિયારું હતું.જે સૂર્યા સાથે કાફી હદે મળતું હતું.આંખ સપ્રમાણ અને ગાલ થોડા બહારની બાજુ ઉપસેલા હતા.હોઠો પર કાયમ રમતું સ્મિત આજે થોડું ફિક્કું પડ્યું હતું. તેઓ તેની સામે એક ખુરશીમાં બેઠા હતા.બ્રહ્મભટ્ટે કહ્યું "સૂર્યા તારે હેકિંગ શીખવું છે?" ...વધુ વાંચો

38

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 38

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:38 "દાદા મારે થોડી વાત કરવી છે" સૂર્યાએ માસ્ટરના રૂમમા પ્રવેશતા કહ્યું. "અરે આવને સૂર્યા બેસ બેસ હું પણ તારા વિશે જ વિચારતો હતો."માસ્ટરે કહ્યું. "મારા વિશે પણ શું?" સૂર્યાએ કઈક દ્વિધામાં પૂછ્યું. "તારા માસ્ટરના કલાસીસ પણ હવે પુરા થાય છે તો તારા વિશે પણ કંઈક વિચારવું પડશે ને?" માસ્ટરે કહ્યું. "પણ દાદુ ત્રણ વર્ષમાં કઈ રીતે પુરા થાય આ એમ અને આરના તો છેલ્લા અગિયાર વર્ષથી ચાલે છે"સૂર્યાએ કહ્યું. "હા ચાલે છે કેમ કે તે માસ્ટર ટેસ્ટમાં ...વધુ વાંચો

39

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 39

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:39 સાઇબરકેફેમાં લગભગ કોઈ નહોતું.લગભગ બધા ઘટનાસ્થળ તરફ ભાગ્યા હતા.દુકાનદારે કેફે કરવાની તસ્દી પણ લીધી નહોતી.સમીરે કૉમ્પ્યુટર્સ ઓન કર્યા.એ થર્ડ જનરેશન કોમ્પ્યુટર અને ઉપરથી સેંકેન્ડહેન્ડ તેમાં ફોટરન ચલાવવી એક ખૂબ જહેમદનું કામ હતું.અનિરુદ્ધ કોમ્પ્યુટર પર બેઠો અને સાથે જ તેને જેટલી જલ્દી બને એટલી જલ્દી તેમાં ટર્મિનેટર ઇન્સ્ટોલ કર્યું.અનિરુદ્ધએ કામ કરવાનું શરૂ કર્યું.બહારનો અવાજ અને લોકોની ચીસો સંભળાઈ રહી હતી.લોકો એક સાથે તે વિસ્તાર ખાલી કરવાના લીધે ત્યાં ટ્રાફિક જામ થયું હતું. અનિરુદ્ધે લગભગ દસજ મિનિટમાં આખા એરિયાનું નેટવર્ક જામ કરી દીધું હતું. આ તરફ બૉમ્બસ્કોડ આવી ...વધુ વાંચો

40

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 40

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:40 બીજા દિવસથી સૂર્યાની ટ્રેનિંગ શરૂ થઇ.માસ્ટર સૂર્યાને લગભગ દિવસની પાંચ કલાક વાઈટ બાયનરી લેન્ગવેજની ટ્રેનિંગ આપતા.અને વધારાના સમયમાં તેને ગન અને લડાઈ માટેની ટ્રેનિંગ આપતા.વાઈટ બાયનરી લેન્ગવેજ શીખવી સહેલી ન હતી,અને તેની સાથે જ ફાઈવ સ્ક્રીન કોમ્પ્યુટર ચલાવવું એ પણ અઘરી વસ્તુ હતી.તેમ છતાં માસ્ટરના ધાર્યા કરતાં સૂર્યા વધારે ઝડપથી શીખી રહ્યો હતો.જેનો માસ્ટરને સંતોષ હતો.જ્યારે ફિઝિકલ પ્રેક્ટિસમાં સૂર્યાનું શરીર થોડું હાંફી રહ્યું હતું.પરંતુ તેમાં પણ માસ્ટરને વિશ્વાસ હતો કે સૂર્યા જલ્દી જ તેમાં પણ પાવધરો થઇ જશે.********* એસેમ્બલીના ...વધુ વાંચો

41

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 41

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:41 બીજે દિવસે એસેમ્બલીનો માહોલ કઈક અલગ જ લગભગ આખી એસેમ્બલી કોઈ દુલહનની જેમ સજાવેલી હતી.ફુગ્ગા અને રીબીનથી આખી એસેમ્બલી સજાવેલી હતી.ખાસ કરીને જગ્યાએ જગ્યાએ સફેદ ટોપીઓથી કરેલું ડેકોરેશન ધ્યાન ખેંચતુ હતું.ચારેય તરફ અલગ અલગ છોડથી એસેમ્બલીને સજાવવામાં આવી હતી.જગ્યાએ જગ્યાએ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા,ત્યાં કોઈ પીરસનાર ન હતું.બધી જ સેલ્ફ સર્વિસ હતી.આજે વાતાવરણ રોજ કરતા સહેજ ગરમ હતું.વાતાવરણનો ભેજ સહેજ ઓછો થયો હતો,ઝાકળ ન હતો અને સૂરજની સોનેરી કિરણમાં બરફ ચમકી રહ્યો હતો.તેની સાથે એસેમ્બલી આસપાસ ઘણી ગાડીઓની અવરજવર પણ હતી.અત્યારે બહાર બોડીગાર્ડ પણ ...વધુ વાંચો

42

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 42

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:42 સૂર્યા સમીર તરફ જોઈ રહ્યો.તે વાત ક્યાંથી શરૂ કરવી મૂંઝવણમાં હતો.તેને સૂર્યા સામે જોઇને એક લાંબા વિચાર પછી કહ્યું "જો સૂર્યા આ કિટુ ભલે તને કોઈ સાદા પ્રોફેસર જેવો લાગતો હોય પણ આ કોઈ નાની હસ્તી નથી.કેશવને ગયા વર્ષે જ નોબેલ પ્રાઈઝ મળ્યો છે.તેને સુપરકેમિકલ ઇન હ્યુમન્સ માટે આ સન્માસ મળ્યું છે.હકીકતમાં તેને ઘણા એવા કેમિકલ્સ બનાવ્યા છે જે લોકોને કઈક સુપરહ્યુમન્સ જેવા પાવર આપે છે.તેને જે સેમ્પલ કમિટી સામે બતાવ્યા હતા તે તો ફક્ત કોઈને કેલ્ક્યુલેટર જેવો તો કોઈને ઘણું દૂર જોઈ શકાય તેવા ...વધુ વાંચો

43

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 43

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:43 સૂર્યા માસ્ટરની રાહ જોઈ કોમ્પ્યુટર્સની સામે બેઠો હતો.તે જે રૂમમાં હતો તેમાં માસ્ટર,સમીર અને સૂર્યા સિવાય બીજા કોઈને પણ આવવાની અનુમતિ નહોતી.તેનો ચોવીસ કલાક પહેરો ત્રણ સિક્યોરિટી વારાફરતી કરતા.તેની સાફસફાઈ પણ તે સિક્યોરિટી જ કરતા.તે રૂમમાં ફાઈવ સ્ક્રીન કોમ્પ્યુટર લાગેલુ હતું.તે રૂમ ઘણો આલીશાન હતો. માસ્ટર રૂમમાં પ્રવેશ્યા.તે સૂર્યાની બાજુમાં જઈને બેઠા.તેમને સૂર્યા સામે ખુરશી કરી અને કહ્યું "સૂર્યા ધ્યાનથી સાંભળ તને ખબર છે આ એસેમ્બલી પાસે અત્યારે કેટલા રૂપિયા છે?" "હા માસ્ટરના પદ માટે જ્યારે કોમ્પિટિશન થઈ ત્યારે ઘણા લોકો ...વધુ વાંચો

44

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 44

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:44 માસ્ટરે ગાડી એક બાંગલાની સામે ઉભી રાખી.બંગલામાં કોઈ માણસ રહ્યો નહોતો.માસ્ટરે પહેલા સમીર તરફ જોયું અને પછી સૂર્યા તરફ જોયું અને બોલ્યા "આ તે જ બંગલો છે લગભગ આખી ગેંગ અહીં જ છે અને કદાચ ઊર્મિ પણ." "બાંગલાની બહાર તો કોઈ દેખાતું નથી." સમીરે કહ્યું "હા પણ મને લાગે છે કે દરવાજાની બહાર હશે." "ઓકે સો હું અહીના સીસીટીવી થોડીવાર માટે ફ્રીઝ કરી દવ છું" સૂર્યાએ લેપટોપ કાઢ્યું.તેનું કાલી ટર્મિનલ ખોલ્યું અને વીજળીવેગે તેની આંગળીઓ લેપટોપ પર ફરવા લાગી.સમીર ...વધુ વાંચો

45

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 45

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:45 તે ઘટના પછી કોઈ પણ રીતે જાણ થઈ હતી કે આ હત્યાકાંડ પાછળ સૂર્યા,માસ્ટર અને સમીર જ છે. ત્યારબાદ તે ત્રણેયને કોર્ટમાં ઘસીટવામાં આવ્યા હતા.માસ્ટરને ત્યાંથી છૂટવું ઘણું અઘરું લાગતું હતું.ત્યારે સૂર્યાએ એક એવો વિડિયો રજૂ કર્યો હતો જેમાં તેઓ આખો દિવસ એસેમ્બલીમાં જ હતા.આ વિડિઓ બાદ કોઈ પણ સવાલ વગર તે ત્રણેય બાઈજ્જત બરી થયા હતા.આ જોઈ માસ્ટર અને સમીર બન્નેના હોશ ઉડયા હતા.જ્યારે માસ્ટરે તેને પૂછ્યું ત્યારે સૂર્યાએ જણાવ્યું હતું કે તે એ વાઇટ બાયનરીમાં એક એક લાઈબ્રેરી બનાવી છે જેમાં ...વધુ વાંચો

46

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 46

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:46 સ્થળ:સીટી ગાર્ડન સમય:8:15 AM કોલેજમાં હત્યાકાંડ પાછળની હપાસ હજી શરૂ હતી.આથી કોલેજ આજે બંધ હતી.કોઈ પણ વ્યક્તિ માટે કોલેજમાં પ્રવેશ નિષેધ હતો.આથી સૂર્યાની સાથે આરવ,રિયા,કિંજલ અને ઇન્સ્પેક્ટર વિક્રમ સીટી ગાર્ડનમાં મળ્યા હતા.સૂર્યાએ તેમને કોઈ આઈડિયા મળ્યો એવું કહીને બોલાવ્યા હતા. "સૂર્યા યાર જલ્દી બોલ તને શું રસ્તો મળ્યો?" આરવે સૂર્યા સામે જોતા કહ્યું. "હા તો સાંભળો,જ્યારે મેં રોકીને પકડવા માટે કેમેરો લગાવવા સ્ટોરરૂમમાં ગયો ત્યારે ત્યાં લગભગ કરોડોનું ડ્રગ્સ પડ્યું હતું.તે કોઈને કોઈ ...વધુ વાંચો

47

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 47

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:47 સૂર્યા કિંજલને ઘરે મૂકી બહારની તરફ તેના મમ્મીના આવવાની રાહ લાગ્યો.કિંજલ તેના રૂમમાં બેડ પર સૂતી હતી.તેનું મગજ અશાંત હતું.તેને સમજાતું ન હતું કે તેને શું કરવું જોઈએ.તેને સૂર્યાને કહ્યું તો હતું કે તે તેની મમ્મી સાથે વાત કરશે,પણ તે તેમને શુ કહેશે? કેવી રીતે પૂછશે? તે તેને પોતાને પણ નહોતી ખબર.તેને તેના ડેસ્ક પર પડેલ તેનો અને તેના મમ્મીનો એક ફોટો જોયો.તેના મમ્મીની પ્રોફેશનલ લાઈફથી તે આજ સુધી અજાણ હતી.તેને કોઈ આઈડિયા નહોતો કે તેના મમ્મી શુ બિઝનેસ કરે છે.તેનો તેને ભારોભાર વસવસો હતો.તેને એવું સપનામાં પણ ...વધુ વાંચો

48

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 48

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:48 સૂર્યાની ગાડી અત્યારે જંગલના રસ્તે ખૂબ શાંતિથી ચાલી રહી હતી.સૂર્યા કિંજલનું ઠીક કરવાની કોશિશ કરી રહ્યો હતો. "કિંજલ યાર રિલેક્સ,આટલું ટેનશન લેવાની જરૂર નથી" "અરે સૂર્યા અત્યારે મને પોતાને ખબર નથી કે હું કોણ છું અને તું ટેંશન ન લેવાની વાત કરે છો." કિંજલે કહ્યું. "અરે કિંજલ મારી જિંદગીમાં તો આવી પળો ઘણીવાર આવી છે.સમય સાથે બધું ઠીક થઈ જાય છે" "આઈ નો,પણ.."કિંજલ કઈ બોલે એ પહેલાં જ એક ગોળી ચાલવાનો અવાજ આવ્યો.આ સાથે જ સૂર્યાએ એક જોરદાર બ્રેક ...વધુ વાંચો

49

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 49

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:49 કિંજલ આ જોઈ સ્તબ્ધ હતી.તેને આવી કોઈ આશા તો મનોમન એ જ વિચારી લીધું હતું કે જરૂર તે કોઈ કાવતરાનો શિકાર થઈ રહ્યા છે,પણ તેના માટે સૂર્યાને સમજાવવો સહેલી વાત નહોતી. સૂર્યા કોઈ પણ લઘુતાના ભાવ વગર સોફા પર બેઠો હતો પણ કિંજલ એમ કરી શકી નહોતી.આ જોઈ સૂર્યાએ તેને બેસવા ઈશારો કર્યો હતો.તે ખ્યાલોની દુનિયામાંથી પાછી ફરી હતી.તે સૂર્યાની બાજુમાં કઈક સંકોચથી બેસી. "દાદા આ શ્વેતા મેડમ?" સૂર્યાએ શ્વેતામેમ તરત જોઈને કહ્યું. "હા,શ્વેતા.મેં તને કહ્યું હતું ...વધુ વાંચો

50

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 50

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:50 સ્થળ:જેલ બંગલો જ્યારે જીનું ઊર્મિને લઈને આવ્યો વિક્રમને સાથે આરવ તથા રિયા સાથે નિકળી રહ્યો હતો.તેને જોઈ તે થોડો સમય રોકાયા હતા.ઉર્મિએ કોઈની સાથે વાત કર્યા વગર શાંતીથી બેસવા માંગતી હતી.જીનુંએ તેને એક રૂમમાં બેસાડી હતી.તેના થોડા સમય પછી સૂર્યા અને માસ્ટર સાથે સમીર,શ્વેતા અને કિંજલ આવ્યા હતા.સૂર્યાએ બધાને હકીકત કહી હતી.તે સાંભળી લગભગ બધાના મોતિયા મરી ગયા હતા. "હું તેની સાથે વાત કરીશ"સૂર્યાએ માસ્ટર તરફ જોઈને કહ્યું. "ઠીક છે હું ને સમીર તારી સાથે આવીએ છીએ" ...વધુ વાંચો

51

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 51

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:51 સૂર્યા ગેલેરીમાં ઉભા ઉભા કોઈ રણનીતી ઘડી રહ્યો હતો.ઊર્મિ તે સમયે ત્યાં આવે છે.સૂર્યાને આ રીતે જોઈ તે કોઈ પણ શબ્દ બોલ્યા વગર ત્યાં જ ઉભી રહી જાય છે.તે થોડીવાર સૂર્યાનું નિરીક્ષણ કરે છે.તેનું ધ્યાન જંગલ તરફ હતું.તે કંઈક ઊંડા વિચારોમાં હોય એવું લાગી રહ્યું હતું.સૂર્યાનું ધ્યાન એકદમ સ્થિર હતું.તેના બન્ને હાથ રેલિંગ પર હતા.બહારના પવનમાં તેના વાળ હવામાં લહેરાતા હતા.તે અચાનક પાછળ ફર્યો.તેને ઊર્મિને ત્યાં જોઈ.તે સહેજ સહજ થયો અને બોલ્યો. "અરે તું અહીંયા,સોરી હું કાલના વિચારમાં હતો." "ડોન્ટ વરી સૂર્યા બધું ઠીક ...વધુ વાંચો

52

રેડહેટ-સ્ટોરી એક હેકરની - 52 (અંતિમ)

રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:52-અંતિમ ભાગ બધા પોઝિશન પર ગોઠવાઈ ગયા હતા.બધા બ્લુટુથ કનેક્ટેડ હતા.ગુરુ બોસનું લાઈવ લોકેશન ટ્રેક કરી રહ્યો હતો.તે લગબગ પહોંચવા ઉપર જ હતો.તે લગભગ આંખે દેખાતો હાલ બધાને કહી રહ્યો હતો.કિંજલ તેની બાજુમાં જ બેઠી હતી.રિયા અને આરવ કાલે રાત્રે ઘરે ગયા બાદ બોપરે જ મળી શકે તેમ હતા.કિંજલનું હદય અત્યારે ખૂબ વધારે ગતિથી દોડી રહ્યું હતું. ગુરુએ જ્યારે કહ્યું કે તે બસ હવે એક જ મિનિટમાં ત્યાં પહોંચી જશે ત્યારે સૂર્યાએ રિમોટને તેના ખિસ્સામાંથી બહાર કાઢ્યું હતું.સૂર્યાને બારીમાંથી લગભગ ચોગાન ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો