પશ્ચિમ બંગાળના કોલકતામાં આવેલા પાંડુઆ ગામના જંગલમાં આવેલા ચંદ્રતાલા મંદિરમાં વર્ષો પહેલાં રાઉભાન નામના ચંદ્રવંશી સામંતે મેળવેલા ખજાનાને પ્રજાના હિતમાં ઉપયોગમાં લેવાય અને જ્યાં સુધી તેની જરૂર નથી. ત્યાં સુધી કોઈ બીજા રાજાઓના હાથ ન આવે તે માટે તેને મંદિરમાં છુપાવ્યું. જેની રચના એ સમયના ગણ્યા ગાંઠ્યા મહાનશિલ્પકારો એ કરી હતી. તેઓ એકવાર કોઈ રહસ્ય મય ગુફા બનાવીને તે ખજાનાને ત્યાંજ ગુફામાં છુપાવ્યો. તેને મેળવવાના માત્ર બે જ રસ્તા હતા. પેહલું સામંત રાઉભાનનું લોહી અથવા તેના જ વંશનું લોહી મળ્યે જ તે ગુફા અંદર જવાનો રસ્તો મેળવી શકાય.
ચંદ્રવંશી - પ્રસ્તાવના
અર્પણમારા માતા-પિતાને....પ્રિય વાચકોને.આભારવાર્તા લખવામાં મદદ કરનાર, વાર્તાની ભાષા શુદ્ધિ કરી આપનાર મિત્રોનો હું હંમેશા આભારી રહીશ.મારી અર્ધાંગિનીનો આભાર કે મને લેખન પ્રત્યે વધુ ધ્યાન દોરવામાં મદદ કરી.મારા માતા-પિતાનો આભાર કે જેમને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવાના આશીર્વાદ આપ્યા.મારી બેહનોનો આભાર કે જેમને મને દરેક કામમાં પ્રોત્સાહન આપ્યું.કૉપિરાઇટઆ પુસ્તક કે તેનો કોઈ પણ અંશ કોઈ પણ પ્રકારે, કોઈ પણ માધ્યમમાં જાહેર કે ખાનગી પ્રસાર/વ્યવસાયિક તથા બિનવ્યવસાયિક હેતુ માટે પ્રિન્ટ/ઈન્ટરનેટ (ડીજીટલ)/ ઓડિયો વિઝ્યુઅલ સ્વરૂપમાં લેખક-પ્રકાશકની લેખિત પરવાનગી વિના ઉપયોગમાં લેવો ગેરકાનૂની છે.© યુવરાજસિંહ જાદવઆ પુસ્તકના બધા જ અધિકાર લેખકના હસ્તક છે.આ કૃતી કાલ્પિનક છે. નામો, પાત્રો, સંસ્થાઓ, સ્થાનો, અને ઘટનાઓ કાં ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 1
સૂર્યાસ્તનો સમય છે, સુરજ પૂર્વથી પશ્ચિમનો સફર કાપી ચૂક્યો છે. તેના એ સફર દરમિયાન તેને અગીણીત કહાની શરૂ થતી હશે અને અનેક કહાનીઓનો અંત પણ જોયો હશે. તે તેની એક-એક ક્ષણે રોયો હશે અને પલે-પલ હસ્યો પણ હશે. જે તેનું રોજનું કામ હતું. પરંતુ આજે તે જ સૂર્ય નિરાશ થઈને ઢળી પડ્યો હતો અને ચાંદાને પણ આવવાની મનાઈ કરી દીધી હતી. શુ ખબર આજે તેને એકાદ કહાનીનો અતં ના ગમ્યો હોય કે રામ જાણે તેને ચાંદાને ચોખ્ખીના પાડી દીધી હતી..! રાત્રીના લગભગ આઠ વાગ્યે જ ઘણઘોર અંધારું થઈ ગયુ હતું. આકાશ વાદળોથી ઢંકાઈ ગયું હતું. તે રાતે ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 1 - અંક ૧.૧
બીજે દિવસે સવારે સાડા છ વાગ્યે ઘડિયાળનો એલાર્મ વાગ્યો “ટીટી-ટીટ… ટીટી-ટીટ… ટીટી-ટીટ...” લગભગ એક મિનિટ વાગ્યો. જેથી જીદ જાગી તેને માહીને પણ ઉઠાડી દીધી. માહિ તેની આંખો ચોળતી-ચોળતી તેના ચશ્માં શોધી રહી હતી. તેના ચશ્મા સોફાની પાછળ પડી ગયા હતા. માહિ ચશ્મા લઈને ચડાવે જ છે કે, સામેની દિવાલ પર તેના અંકલના ફોટાઓ જોવે છે. તેને જોયું કે અંકલ જ્યોર્જના બાળપણના ફોટા અને તે જે હાલમાં છે, તેમાં જમીન આસમાનનો ફર્ક હતો. માહીના પપ્પા હંમેશા તેના અંકલના વખાણ કર્તા હતા. આ તે જ અંકલ જ્યોર્જે હતા. એકદમ સ્વીટ છોકરી જેવા અને ધોળા તો એટલા કે અંગ્રેજોને પણ પાછા પાડીદે. ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 1 - અંક ૧.૨
હવે તે બંન્ને શાંતિથી બેસી ગઇ હતી. એ સમયે માહીની નજર જીદના હાથ ઉપર પડી. તેના હાથમાં એ જ પુસ્તક હતી અને તેના પર સફેદ રંગના અક્ષરથી ચંદ્ર્વંશી લખાયેલું હતું. જેને તે સાથે લઈને નીકળી હતી. માહીએ તેના મનમાં આવેલો પેહલો પ્રશ્ન પૂછ્યો :“તારા મમ્મીએ કેમ અચાનક જ તને કોલકત્તા આવવાની અનુમતિ આપી દીધી? મેં અને મારા મમ્મી-પપ્પાએ તને ત્યાં જોબ મળી, ત્યારે તેમને મનાવવા કેટલી બધી રીકવેસ્ટ કરેલી પણ ત્યારે તો તારા મમ્મી ટસના મસના થયા અને હવે આમ અચાનક જ તને કલકત્તા જવાનું કહીં દીધું?”ત્યારે જીદ અચકાતા-અચકાતા કહે છે : “એ તો… ક..ક...કદાચ એમને તારા મમ્મી-પપ્પાનું કહેલું ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 1 - અંક ૧.૩
“અરે તેને ક્યાં ગુજરાતી આવડે છે. ટેનસન નોટ યાર.” હસ્તા-હસ્તા રોમ બોલ્યો.“પણ તું સમજને ગમે ત્યાં ગમે તે કહી છે.” વિનય બોલ્યો.રોમની નઝર એર હૉસ્ટેસની સામે જ હતી અને જાણે તેને બળતરા થતી હોય તેમ ઉંચેથી બોલ્યો. “ઓહ અચ્છા એટલે તું આ એરહોસ્ટેસ્સને લાઈન મારે છે. હૂઁ પણ વિચારતો કે તને ગુજરાતની યાદ કેમ આવે છે અને તું હંમેશા પ્લેનમાં જ કેમ આવે છે. છેલ્લીવાર હું અને તું સાથે આવ્યા હતા, ત્યારે પણ આજ એર… હોસ્ટસ હતી નય! તારા મમ્મીને મલવાનું તો એક બાનુ જ છે."રોમની વાત સાંભળીને જીદ હસવા લાગી. તેના બંને હાથ તેના મોઢાને ઢાંકવા નિષ્ફળ નીવડ્યા ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 2
જીદ માહિના ઘરે આવે છે. માહીનું ઘર કોલકાતાના દાજીપરમાં છે. માહીએ બારણું ખટ-ખટાવ્યું. “હા આવી રહીં હું.” હિન્દી અને મિશ્રણ કરતી માહિની મમ્મીએ બારણું ખોલ્યું. “ઓહો બહુ જલ્દી આવી ગયા દીકરા.” માહિની મમ્મીએ વ્હાલ સોયા શબ્દોથી બંન્નેનું સ્વાગત કર્યુ. જીદ માહીના મમ્મી અને પપ્પાને મળે છે. તેમના ચરણ સ્પર્શ કરે છે અને આશીર્વાદ લે છે. તે બધા નવા-જૂની વાતો કરે છે અને આમ, તે સાંજ જીદ માટે ખુશીમાં ફેરવાય જાય છે. રાતે જમીને જીદ તેની મમ્મીને માહિના ઘરનાં ટેલીફોનમાંથી ફોન કરે છે પણ કોઈ કારણોસર ટેલિફોનનો કવરેજ પ્રોબ્લેમ હતો. ત્યારબાદ માહી તેના ગુજરાતવાળા આંટીને ફોન કરે છે. તેમને ફોન ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 2 - અંક 2.1
શહેરની એકદમ વચ્ચે ચાર રસ્તા પર એક મોટી બિલ્ડીંગ હતી અને એ પણ આખી કાચની. શ્રીવાસ્તવ પાવર કોમ્પ્લેક્સ તે નામ અંગ્રેજીમાં લખાયેલું હતું. તે બિલ્ડિંગનું નામ સાદાબોર્ડમાં નહીં પણ ડિજિટલ બોર્ડ પર લખ્યું હતું. જેથી રાતે પણ તેનું નામ દેખાતું રહે. જીદ ટેક્ષીની બારીમાંથી રસ્તા પર એકસાથે ચાલી રહેલા કેટલીય ગાડીઓ અને બસોને જોઈને જ ચોકી ગઈ હતી. જીદ જાણે લંડન આવી ગઈ હોય તેવો એહસાસ તેને થઈ રહ્યો હતો. જીદની નજર તે બિલ્ડીંગ ઉપર પડી. બિલ્ડીંગને જોતા જ તેની નજર ડિજિટલબોર્ડ ઉપર ચોંટી રહી. જીદ એક-ટક થઈને જોવા લાગી. જેના નામના અક્ષરો ઉપર વારા-ફરતી(એક પછી એક) કલર બદલાયા ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 2 - અંક 2.2
સવારના આઠેક વાગે જીદની આંખો ખુલી ગઈ. તેને એક ભયંકર સપનું આવ્યું હતું. કપાળ પર ચિંતાની રેખા પથરાઈ ગઈ તેનો ચેહરો પાણી-પાણી થઈ ગયો હતો અને તે પોતાના મોંઢામાં રહેલું થુંક કાઢવા પલંગ પરથી ઉભી થવા પોતાની ચાદર ઉંચી કરીને નીચે પગ રાખીને ઉભી થઇ. જીદે એજ રાતવાળા જ કપડાં પહેર્યા હતાં. તે વોશ રૂમમાં જઈને ફ્રેશ થઈ ગઈ અને માહીને ઉઠાડીને કહ્યું.“માહી ઉઠ... જાગી જા... તે મને કહ્યું હતું કે કાલે આપણે જઈશું અને મારી મમ્મીને તાર મોકલોશું.જાગ જલ્દી થી.”જીદે જાણે સપનામાં કંઈક અત્યંત ખરાબ જોયું હોય તેવું લાગી રહ્યું હતું. તેના વર્ચસ્વથી તો એમ જ લાગી રહ્યું ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 2 - અંક 2.3
સાઈના હવે તેની સામે ખુલ્લીને વાત કરે છે. “મારી કોલેજમાં એક નયન નામનો છોકરો હતો. જેમ તું જાણે છે આખા ભારતમાં સારામાં સારી કમ્પ્યુટર્સ કોલેજ તે છે. કદાચ તે પણ મારી જેમ કમ્પ્યુટરનો શોખીન હતો. અંગ્રેજી અને ગુજરાતીભાષા સિવાય તે વધુ બે ભાષાનો તજજ્ઞ હતો. હિન્દી અને બંગાળી.”“હું તેને જ્યારે પહેલીવાર મળી ત્યારે તે પણ મારી જેમ એ પણ પ્રિન્સિપાલની ઓફિસમાં એક ખૂણામાં ઉભો હતો. લગભગ અડધું વર્ષ પૂરું થઈ ગયું હતું અમારા ભણતરનું. પ્રિન્સિપાલે પ્રશ્ન અમને કર્યો. કાલે તમે બંન્ને મેન કોમ્પ્યુટર હોલમાં શું કરતાં હતાં?”‘હું વિચારમાં પડી ગઈ. (અમે બંન્ને મેં તો આને અત્યારે જોયો.) હું કંઈ ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 3
રોમ આસિસ્ટન્ટને જોઈને પ્રશ્ન કરે છે. “can you speak hindi.” આસિસ્ટન્ટ રીંગણી કલરના શર્ટનું બટન બંધ કરતા બોલ્યો. “હા જાનતા હું.”“કિતને વક્તસે તુમ યહાં પે કામ કર રહે હો?”રોમ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યોં હતો. સાથે-સાથે પેલાં રોમિયોની છેડતી પણ. જ્યારે તે જવાબ આપવાનું શરૂ કરતો ત્યારે રોમ તેની ગોળ-ગોળ ફરતો અને તેની સામે જોઇને ઝીણું-ઝીણું હસ્તો.અચાનક જ તેની નજર જીદ પર પડી. તેને રોમિયોને થોડીવાર પછી મળવા કહ્યું. રોમ એકદમ ચોથા ફ્લોર પર ગયો અને ત્યાં ઉભેલા વિનયને વાત કરી. વિનય ત્યાંના સિક્યોરિટી પાસેથી સ્નેહાની ઇન્ફોર્મેશન લઇ રહ્યોં હતો. (હા આ એ જ સ્નેહા. જે જીદ પહેલાં તેની જગ્યાએ કામ ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 3 - અંક 3.1
“લગભગ દસ વાગ્યા છે. હું તને કહેતી હતીને પાડુઆ ભલે નજીક હોય પણ વચ્ચે હાવડા બ્રીજથી અહીં અવવામાં આપણે કલાક થઈ જશે.” માહી બોલી.પાડુઆ એક નાનકડું ગામડું છે. ત્યાં લગભગ સો થી બસો જેવા ઘર આવેલા હતા. ગામથી ચંદ્રતાલામંદિર આવેલ છે. તે મંદિરનો એક માત્ર પૂજારી પાડુઆ ગામમાં રહે છે. તેનું નામ શુદ્ધિનાથન્ હતું. જીદના મમ્મીએ કહ્યા મુજબ. તે પૂજારીના પૂર્વજો વર્ષોથી ચંદ્રતાલા મંદિરના જ પુજારી રહ્યાં છે. એટલે માહી અને જીદ સૌપ્રથમ પાડુઆ ગામની અંદર જાય છે. તે બંને પૂજારીના ઘરે જવા માટે આગળ વધે છે.ગામની અંદર જતાંજ પહેલાં એક મોટૉ વડ હતો. તેની ફરતે ગોળ ઓટો હતો ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 3 - અંક 3.2
“માહી તને લાગે છે કે, જંગલમાં આટલે દુર પણ કોઈ મંદિર હશે.” જીદ ચાલતા-ચાલતાં જ બોલી રહી છે.“હવે ખબર કે તે નાની છોકરી એ છોકરાને કેમ ડરાવી રહીં હતી. એની મમ્મી તો શું! મારી મમ્મી પણ મારે.” માહી બોલી.લગભગ પંદર મિનિટ ચાલ્યાબાદ થોડી દુર એક મંદિરની ટોચ (શિખર) દેખાવા લાગી હતી. માહી જીદ તરફ ખુશીથી જોઈને તે ટોચ તરફ ઈશારો કર્યો. તે બંનેની ચાલવાની ઝડપ વધી ગઈ. મંદિર સુધી પહોંચતા તો બંને પરસેવો-પરસેવો થઈ ગઈ. આકાશમાં રહેલા વાદળોના લીધે તેમને વધુ બાફ થઈ રહ્યો હતો. માહી તે મંદિરને જોઈને ડરી રહી હતી.તે મંદિર ફરતે કિલ્લા જેવી ઉંચી દિવાલ ફરતે ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 3 - અંક 3.3
“જીદ... જીદ... ક્યાં સપનામાં ખોવાઈ ગઈ.”એકા-એક માહીનો અવાજ સાંભળી જીદ ઉભી થઈ અને આંખો ચોળતા-ચોળતા બોલી. “આજે તો છુટ્ટીનો છે ને!”“હા પણ એ છુટ્ટીના દિવસે જ તું કોઈને મળવા જવાની છે. તને યાદ તો છે ને.” માહીની વાત સાંભળતા જ જીદ બોલી. “અરે...હા! હું એતો ભૂલી જ ગઈ.” પછી પોતાના બેડ પર જ બેઠી થઈ.“હા તો મેડમ આજે ક્યાં કપડાં પહેરીને જવાનો ઈરાદો છે?” માહી બોલી.“આજે...” બોલીને જીદ વિચારવા લાગી.જીદે જાણે કપડાંની પસંદગી ન કરી હોય તેવું લાગતા માહી જીદને ચિડાવવા બોલી. “એક કામ કર આપણા ઓફિસનો યુનિફોર્મ પેહરી જા!”જીદ ખોટો ગુસ્સો બતાવતી પોતાનું નાક ફુલાવી રહી હતી અને ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 4
“રોમ...રોમ... ક્યાં છે તું?” વિનય હેડ ઓફિસમાં રોમને શોધતો-શોધતો બોલ્યો. પાછળની સીડીએથી રોમ એકદમ ત્રાટક્યો અને “ભૂ...” કરીને તેને પ્રયાસ કર્યો.“તારા આ ખેલ ક્યારે બંધ કરીશ? ચાલ આપણે સ્નેહા કેશ માટે આજે ફરી તે કોલસાની ખાણે જવાનું છે.” વિનય રોમને યાદ અપાવતા બોલ્યો.“સર કોણ છે? હું કે તું?” રોમ હજું પણ મસ્કરી કરી રહ્યો હતો.“હું” રોમની પાછળ શ્રુતિ આવીને બોલી.રોમ ગભરાઈને એકદમ વિનયને ચોટી ગયો અને પાછળ જોઈને બોલ્યો. “મને લાગ્યું ભૂત આવ્યું.”“તારા માટે ભૂત જ સમજ.” શ્રુતિ બોલી. પછી બધા સાથે જ ત્યાં કોલસાની ખાણે પહોંચ્યા. એલ.સી.બી ઓફિસરો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ખાણને શિલ્ડ કરવાનું કામ ચાલી ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 4 - અંક 4.1
“કેસે હુઆ યે સબ! હમારી કંપનીમેં સે હી કિસીને ઇન્ફોર્મેશન દી હે. ક્યાં તુમ બતા શકતી હો કોન હે શ્રેયા સામે કંપનીનો માલિક એટલે કે જ્યોર્જ ઉભા રહીને પ્રશ્ન કર્યો.“મેં! કુછ સમજી નહીં. મેં કેસે બતા શકતી હૂઁ.” શ્રેયા ગભરાઈ ગઈ હતી. તેના હાથમાં એક ફાઇલ હતી. હાથ ધ્રુજી રહ્યાં હતાં. શ્રેયા અને જ્યોર્જ એક હોટેલના રૂમમાં ઉભા હતા. જોકે, શ્રેયાને જ્યોર્જથી કોઈ ખતરો નોંહતો પરંતુ, તેનો પાર્ટનર ખુબજ ખતરનાક માણસ હતો. એ જ સમયે કોઈ માણસે હોટલના રૂમનું બારણું ખખડાવ્યું. જ્યોર્જને પણ પરસેવો વળી ગયો. બંને આખા ધ્રુજી રહ્યાં હતાં. શ્રેયાએ જ્યોર્જ તરફ જોયું અને બારણું ખોલવાનો ઇશારો ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 4 - અંક 4.2
“આ આદમ જેવું પણ નામ હોય ખરું!” રોમ હસ્તો-હસ્તો બોલ્યો.“કેમ નામ તો ગમે તેવા હોય શકે. તો આદમમાં શું છે?” વિનય બોલ્યો.“ના મને કંઈ વાંધો નથી. વાંધો તો એને છે. (હસીને) તેનું નામ મારા હાથમાં રહેલાં કાગળમાં છે એટલે.” રોમ હસવા લાગ્યો.“એ કાગળ નથી. અરેસ્ટવોરંટ છે.” વિનય બોલ્યો.“અરેસ્ટવોરંટ કાગળનો કહેવાય?”“આમાં શું સમજવું. આપણે કાયદાના રક્ષક જ વોરંટની કદર નય કરીએ. તો બીજા લોકો શું કરે ખાંક.” વિનય રોમને સમજાવતો બોલ્યો.“એ વાત પણ છે નય! ચાલ ભાઈ કાગળ. આજથી તારું નામ અરેસ્ટવોરંટ.” રોમ કાગળને જમણા હાથની આંગળીથી ફટકારીને બોલ્યો.લાંબો નિઃશાસો છોડીને વિનય બોલ્યો. “તું નય સુધર.”“હા જાણે તું સુધરી ગયો ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 4 - અંક 4.3
“મને માફ કરજે પણ હું તારી સાથે લગ્ન નથી કરવા માંગતી.” જીદ બોલી.“મતલબ!” વિનય ગુસ્સે થઇ રહ્યોં હતો.“મતલબ હું અત્યારે નય સમજાવી શકું.” જીદ બોલી.“પણ તને અચાનક શું થયું?” માહી પણ તેમની સાથે હતી.“બસ એમજ.” જીદ બોલી.“હજું તમે મળ્યાં એનો એક મહીનો જ થયો છે અને તારો લવ પૂરો થઈ ગયો?” માહી બોલી.“ના...!” ઉતાવળે જીદના મોંઢામાંથી એક શબ્દ સરકી પડ્યો. તેની સાથે જ તેની આંખમાંથી એક આસું પણ સરકી પડ્યું અને એકદમ કંપનીબાગથી નીકળીને રસ્તા પાસે જઈને થોભી ગઈ. તેના પાછળ જોયું. વિનય અને માહી તેને જ જોઈ રહ્યાં હતાં. જીદે લાંબો શ્વાસ લીધો. એ જ સમયે અચાનક એક ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 5
સવારॐ सूर्याय नम: ।ॐ सूर्याय नम: ।। બે હાથ વચ્ચે એક સોનાની કળશ પકડીને એક સુંદર સ્ત્રી સરોવર કિનારે પુજા કરી રહી છે. તેના માથાં ઉપર લગાડેલા મોગરાનાં ફુલ, એના વાળની સુંદરતામાં ચારચાંદ લગાડી રહ્યાં છે. તેની દુધિયા રંગની જીર્ણ સાડીને જોતાં એવું લાગી રહ્યું હતું કે, તેને વિશાળકાય આભ ઓઢી રાખ્યું છે. રોજે સુર્ય જાણે જાગીને પેહલા તેને જ એકટક જોઇ રેહતો હોય તેવું લાગતું હતું. તેની આસપાસ સૂર્યના પ્રકાશનો પ્રકોપ નય પણ ઠંડકનો એહસાસ હતો. તેના સાથે એક દાસી પણ છે, જે રોજે તેની સાથે સુર્યપૂજાની સામગ્રી લઇને આવતી. તે એક રાજકુમારી છે. તેના પિતા રાજા છે ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 5 - અંક 5.1
સાંજસાંજના સમયે સંધ્યા ખીલી છે. ચારે તરફ ચકલી ઓ જ ચકલીઓ ઉડી રqહી છે. ઝડપથી પંખ ફડફડાવી રહેલી મહેલની ગોળ-ગોળ ઉડી રહી હતી. મહેલની દિવારો અને કોતરણી આથમતા સૂર્યની છેલ્લી રોશનીનો એહસાસ કરી રહી હતી. ઉપર ચકલી, સામે સૂર્ય અને પહાડો સાથે અથડાઈને પાછા આવી રહેલા પવનો વાતાવરણને મોહક બનાવી રહ્યાં હતાં. તે સમયે મહેલની સુંદરતામાં ભાગ ભજવવા રાજકુમારી સંધ્યા પણ બારીએ આવીને ઉભી રહી ગઈ. રાજકુમારીની આંખે લાગેલું કાજળ થોડું લીપાઈને પાંપણથી નીચે આવી ગયું હતું. સફેદ ઝીર્ણ જરિકામવાળી સાડીમાં સૂર્યનો પ્રકાશ પડતાં રાજકુમારીની આજુબાજુ પ્રકાશ ફેલાઈ ગયો હતો.એ સમયે મહેલથી થોડે દુર એક ઉંચા ટેકરા ઉપર બે ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 5 - અંક 5.2
બીજા દિવસે“રાજા ગાંડો થઈ ગયો છે કે શું?” એક વૃદ્ધ બોલ્યો.“કેમ શું કર્યું રાજા એ?” તે વૃદ્ધની પત્ની બોલી.“શું બધું જ ખોઈ નાખ્યું આપણે.” વૃદ્ધની આશા તૂટેલી હતી. તે તેની નાની ઓરડીમાં ઢાળેલા ઢોલિયામાં બેસી ગયો.હજું તેની પત્નીને એ વૃદ્ધની વાત સમજમાં ન આવી. એટલે તે એ વૃદ્ધને પૂછવા જાય છે, પણ તે પેહલા જ ત્યાં એક જુવાનિયો દોડીને આવ્યો.“મુખી ઓ રમણલાલમુખી, પાન્ડુઆ ગામમાં સિપાઈઓ આવી ગયા છે. ચાલો હમણાં રાજા પણ આવતાં હશે.” તે જુવાન મુખીના ભાઈનો દીકરો હતો. રમણનોભાઈ આગલા દિવસે જ રાજ્ય માટે લડાઈ લડતા શહીદ થઈ ગયો. તેને સિપાઈઓ લઈને આવી ગયા હતા. ગામમાં આજે ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 5 - અંક 5.3
“એટલે રાજ્યને સંકટમાંથી બચાવી શકીશું?”“હા! પરંતુ એ પહેલાં તારે પાંડુઆની પાછળ આવેલા એ જંગલોમાં જવું પડશે.”“તે જંગલમાં તો ચંદ્રવંશી આવેલું છે. ત્યાં જઈને શું પૂજા કરું?” ઝડપથી જવાબ મેળવવા સુર્યાંશ ગુપ્તચરને ઉશ્કેરવાનો પ્રયાસ કરવા લાગ્યો.“તે મંદિર પણ રહસ્યમય છે.” ગુપ્તચરની વૃદ્ધ આંખોમાં ચમક દોડી.“વિનય ક્યાં છે તું?” સવારના સાત વાગ્યે રોમ આવી પહોંચ્યો અને વિનયના હાથમાં એ પુસ્તક જોઈને રોમ બોલી ઉઠ્યો. “આખી રાત?”વિનયે ખાલી માથું “હા” માં હલાવ્યું.“અલા આટલું તો કોઈ બૈરાનેયનો પકડી રાખે. તું તો એની ચોપડીને પણ નથી છોડતો.” બોલીને રોમ મોટેથી હસવા લાગ્યો.“હા...હા.. તારો જોક શ્રુતિ મેડમને સંભળાવ જા.” વિનય પુસ્તકને પોતાની તિજોરી અંદર મુકીને ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 6
ચંદ્રમંદિરનું રહસ્યઘણાં સમય પહેલા સુર્યવંશી રાજાઓ અહીં રાજ કરતા હતાં. તે સમયે બંગાળ અડધું દરિયામાં હતું. પાંડુઆ સુર્યવંશીઓની રાજધાની તે સમયે તે દરિયાથી ત્રણેક કિલોમીટર દૂર હતી. જેથી દરિયા નજીકનો વિસ્તાર રેતાળ હતો અને તે બિન ઉપજાઉ પણ હતો. તે સમયે સુર્યવંશી રાજાઓના સુબેદારો તરીકે ચંદ્રવંશી રાજાઓ હતા. જેથી યુદ્ધમાં અને રાજ્ય વિસ્તારમાં ચંદ્રવંશી રાજાઓ મોટા પ્રમાણે મૃત્યુ પામતા અને રાજ્ય વિસ્તારમાંથી મળેલા સોના ઝવેરાત બધાજ સુર્યવંશી રાજાને સોંપવા પડતાં. જો રાજા ખુશ થાય તો જ તેનો થોડો હિસ્સો મળતો. તેમ છતાં ચંદ્રવંશી સુબાઓએ તેમની રાજ્ય વિસ્તારની નીતિ ચાલુ રાખી. સમય જતાં સુર્યવંશીઓના રાજ્યનો વિસ્તાર થયો. સુબાએ જીતેલા નવા ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 6 - અંક 6.1
“વિનય... વિનય! (ધીરેથી અવાજ વધી ગયો.)” માહિ વિનય પાસે આવી પહોંચી.“સોરી માહિ હું હજુ સુધી તેને નથી શોધી શક્યો.” બીજી રાત જાગવાથી વિનયની આંખો લાલ થઇ ગઇ હતી. પણ વિનયને એની કોઈ પરવાહ ન હતી એની આંખો તો માત્ર જીદને શોધી રહી હતી. જે માહીને સાફ દેખાઈ રહ્યું હતું. એટલે માહિએ તેના હાથમાં રહેલું એક પેપર ઉચક્યું અને વિનયને દેખાડ્યું.“શું છે આમાં?” વિનય બોલ્યો.“આજના ન્યુઝે મને અને મારી આખી ફેમિલીને હચ-મચાવી દીધી છે.” માહિની આંખમાં આંસુ હતાં.“કેમ શું થયું?” માહીના હાથમાંથી ન્યુઝ પેપર લઈ વિનય બોલ્યો.“અંકલ જ્યોર્જ..!” માહિ રડવા લાગી.“શું થયું એમને?” પેપરના પત્તા ફેરવતાં વિનય બોલ્યો.એજ સમયે શ્રુતિ ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 6 - અંક 6.2
એક તરફ સુર્યાંશને ગુપ્તચરે ચંદ્રમંદીરનું રહસ્ય જણાવ્યું બીજી તરફ મદનપાલને તેનાં પિતા ગ્રહરિપુએ તેના પૌરાણિક ખજાનાની વાત જણાવી.રાજા પાસેથી જ ઝંગીમલ મદનપાલને સામે મળ્યો. શરણે આવેલા ઝંગીમલના ચહેરો બદલાયેલો હતો, પરંતુ તેને જોતા પણ રાજકુમાર સમજી ન શક્યા કે, આ બધા પાછળ ક્યાંકને ક્યાંક ઝંગીમલ જ છે.“રાજકુમારજી પ્રણામ.” સામે આવેલો ઝંગીમલ બોલ્યો. મદનપાલ આમ તો તેના દુશ્મનોને દુર જ રાખે, પરંતુ તેના પિતાની આજ્ઞાના લીધે તેને ઝંગીમલને જીવતો છોડ્યો. જે આજે તેને પ્રણામ કરતો હતો. મદનપાલ ખુશ થયો અને મનો-મન વિચાર્યું. પિતાજીની વાત માની એટલે આ આજે મારી સામે જુક્યો.કાવતરા બાજ ઝંગીમલના જુકવાનું કારણ ન સમજી શકનાર મદનપાલ અભિમાની ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 6 - અંક 6.3
રાજકુમારી સંધ્યા આજે સાંજના સમયે, એ જ બારીએ રોજની જેમ આવીને ઉભી છે. પરંતુ, આજે તેની નજર આથમતા સૂર્ય છે અને તેને જોઈને એમજ લાગી રહ્યું હતું કે, તે એ આથમતા સુરજની નજરે સુર્યાંશને શોધી રહી છે. થોડીકવારમાં સંધ્યાની આંખમાં આંસુની ધાર વહેવા લાગી. એ સમયે ચંદ્ર આકાશ ઉપર ચડી આવ્યો હતો અને જાણે તેની દીકરીને રોતી જોઈને મનો-મન પીડાતો હોય તેમ તે પણ રાતો થઈ ગયો. ચંદ્રથી વધુ જોઈ ન શકાયું એટલે તેને વાદળની ચાદર તેની આજબાજુ ઓઢી લીધી અને તે પણ સુર્યાંશને શોધવા લાગ્યો.સુર્યાંશ અત્યારે ઘાટીથી દુર આવેલા ચંદ્રમંદિરે આવી પહોંચ્યો હતો. ત્યાં સિપાહીઓનો ગોચર પહેરો હતો. ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 7
માહી તેના રૂમમાં બેઠી છે. તેની પાસે સાઇના આવી છે. માહીના ઘરે અલગ સન્નાટો છે. સાઇના જીદની સાથે કમ્પ્યુટર કામ કરતી હતી. એ વાત માહીને ખબર હતી. જીદે માહીને સાઇના અને નયનની વાત પણ કરી હતી. સાઇનાના હાથમાં એક ટપાલ હતી. માહી હવે વાતને આગળ વધારતા બોલી. “હાતો સાઇના તારો કેહવાનો મતલબ છે કે, તારા પ્રેમી નયનને સ્નેહા કેશની જાણ હતી. જેથી, તેને તને મૂકીને ગુજરાત જવું પડ્યું?”સાઇનાએ માથું હામાં ધુણાવ્યું.“મતલબ કે જીદને આપણી કંપનીમાં લાવવી એ એક સમજી વિચારેલી ચાલ હતી?”સાઇનાએ ફરી માથું ધુણાવ્યું. “હા”“અને આજે આપણી સાથે આ, જે કંઈ થઈ રહ્યું છે. તેની જિમ્મેદાર હું છું?” ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 7 - અંક - 7.1
સવારે મદનપાલ મંદિરની બહાર આવ્યો. એ સમયે સુર્યાંશ ઘોડા ઉપર સવાર તેની નજર સામે સૂર્યની જેવી રોશની પ્રગટ કરતી હાથમાં રાખીને આગળ વધ્યો. મદનપાલ સુર્યાંશને જોઈ ખુશ થયો અને બંને પોતાની સવારી પરથી નીચે ઉતરીને ભેટી પડ્યાં.“સુર્યાંશ ક્યાં ચાલ્યો ગયો હતો?” મદનપાલ બોલ્યો.“રાજ્ય સંકટમાં છે રાજકુમાર.” હાથમાં એક નકશો લઈને મદનપાલના હાથમાં મૂક્યો.નકશો જોઈ આશ્ચર્ય પામેલ મદનપાલ બોલ્યો. “આપણી સામે આ બધા રાજ્યો છે?”“હા!” સુર્યાંશ બોલ્યો. થોડીવાર મંદિરને નિહાળ્યા બાદ ફરી બોલ્યો. “મારે મહારાજને મળવુ છે.”“મહારાજ! કેમ મહારાજને કેમ મળવું છે?” મદનપાલ બોલ્યો.“તેની ચર્ચા આપણે રસ્તામાં કરીશું.” બોલીને સુર્યાંશ ઘોડા ઉપર સવાર થયો.સુર્યાંશે મદનપાલને બધી વાત કરી. એ દિવસ ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 7 - અંક - 7.2
વિનય મંદિરમાં પ્રવેશ કરી ચૂક્યો છે. તેના સાથે પાંડુઆનો એક વૃદ્ધપંડિત હતો. તે એક માત્ર આ મંદિર વિશે જણાવવા થયો હતો. બીજા લોકો પાંડુઆના જંગલમાં કોઈ મંદિર છે. એ વાત માનવા તૈયાર જ ન હતા. તેઓ હંમેશા જંગલમાં જતી અને આવતી કોલસાની ગાડીઓ જોતાં અને ચૂપ રેહતા. પંડિતજી પાસે વધુ સમય નહતો. તે વિનયને માત્ર મદિરના થોડા ઘણાં રહસ્યો જણાવીને નીકળી જવા માંગતો હતો.પંડિત મંદિરના પ્રાંગણમાં ઊભો રહીને બોલ્યો.“આ મંદિર વર્ષો પહેલાં બનાવવામાં આવ્યું હતું. તે સમયે સુર્યવંશી રાજાઓ રાજ કરતા અને તેમના સુબા તરીકે ચંદ્રવંશીરાજાઓ રેહતા. માનવામાં આવે છે કે, રાઉભાન નામના મહાન ચંદ્રવંશી સુબાએ આ સુંદર મંદિરને ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 7 - અંક - 7.3
“જાગો જાગો રાજકુમારીજી.” પારો વેહલી સવારમાં સંધ્યા પાસે આવીને બોલી.રાજકુમારી બંધ આખો રાખીને જ પારોના અવાજને ઓળખીને બોલી. “કેમ થયું તે આટલી વેહલી સવારમાં આવી પોહચી?”“રાજકુમારીજી આપણે જાન લયને જવાનું છે.”“જાન... કોની?” એકદમથી આંખો ખોલતી સંધ્યા બોલી.“રાજકુમારની;” બોલતા પારો અટકાણી અને કહ્યું “નય જાન તો મારા ભાઈની જશે, રાજકુમાર તો પરણી ગયા છે.”વેહલી સવારમાં હાથમાં દિવડાનો પ્રકાશ લયને ઉભેલી પારોને અચંભિત થઈને સંધ્યા જોવા લાગી. પછી એકદમથી ઉભી થઇને બોલી. “ભાઈ એ લગ્ન કરી લીધા છે?”એકદમથી ઉભી થયેલી સંધ્યાને જોઈને પારો ગભરાઈને પાછી ખસતા બોલી. “હા રાજકુમારીજી રાજકુમારે ઝંગીમલ સાથે યુદ્ધ સમયે તેના રાજ્યની એક કન્યા જેમને ત્યાં તેમને ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 8
ચંદ્રમંદિરના બારણાં બહાર કોઈના ચાલ્યાં આવવાનો અવાજ વિનયના કાને પવન વેગે અથડાયો. સારા-નરસા વિચાર કરતો વિનય રોમને આમ તેમ ફેરવી શોધવા લાગ્યો. વાચવામાં મસગુલ બનેલો વિનય એ પણ ભૂલી ગયો કે પંડિત ભાનમાં આવી ગયો છે. તેને પંડિત સામે જોયું અને હળવી તિચ્છી નજર મંદિરના કોટ તરફ ફેરવી. કેટલાંય વર્ષો પેહલા આ મંદિરમાં શું થયું હશે. તેની ભાળ તેની નજર પારખતી હતી. સાથો સાથ કાન એક સાથે ઉછળીને પડી રહેલાં પગલાંની ઝડપને પારખી રહ્યાં હતાં. થોડા નજીક આવતાં એ અવાજનો થોડો બદલાવ તેને પારખ્યો. તેના કાને પગમાં પેહરેલા પાયલ કે ઘૂંઘરુંના અવાજને પારખ્યો.વિનયે પંડિતને કહ્યું. “તારા ઘરે જાણ કરી ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 8 - અંક 8.1
ધામ-ધૂમથી નીકળેલા રાજકુમારની વેલના માણસો સાથે ગામના બીજા લોકો પણ જોડાયા. તે જોય સુર્યાંશે તેમણે અટકાવ્યા અને બોલ્યો. “કોણ તમે અને અમારી સાથે શા માટે આવવામાંગો છો?”તેની વાત સાંભળી એક ઘોડા પર સવાર થઈને આવેલો માણસ આગળ આવ્યો અને બોલ્યો. “હું ભોલો મહારાજ.”“કોણ પેલો યુદ્ધમાંથી નાસી છૂટ્યોતો એ ભોલો?” સુર્યાંશ બોલ્યો.ભોલો માથું નીચું નમાવીને ઉભો રહ્યો. તેની સાથે આવેલા લોકોમાં વાતો ઉડવા લાગી. “એતો કહેતો ઘાયલ થયો હતો. આજે સાચી ખબર પડી કે એતો નાસી છૂટયો.” વાતો કરતા અને હસ્તા.સુર્યાંશ ફરી બોલ્યો. “હાતો તારે શું કામ છે અહીં?”“એતો મારી બા ને ખબર પડી કે આજે રાજકુમારના લગ્ન માટે જાનૈયા ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 8 - અંક 8.2
એક તલવાર અને સાફા સામે બેસેલી વાણી એ ઘરચોળું ઓઢ્યું હતું. રૂપ અને ગુણમાં કંઇજ ખામી ન નીકળે એતો ગામ જાણતું હતું. આજે વાણીની સુંદરતાથી સ્વર્ગની અપ્સરા પણ ઈર્ષ્યા કરતી હોય એવું મનમોહક વાતાવરણ બનવા લાગ્યું.એક સમયે વાણીના લગ્નનો પ્રસ્તાવ લઇને ઝંગીમલ પોતે તેના પિતા પાસે આવ્યો હતો. પરંતુ તેમણે એ પ્રસ્તાવ ઠુકરાવ્યો. તે સમયે મદનપાલ અને સુર્યાંશ વાણીના પિતા આચાર્ય અધીના સેવક બનીને છુપા વેશે રેહતાં હતાં. ઝંગીમલના રાજ્યના બધા બળવાન લોકો સામે તેમને મલ યુદ્ધ ખેલ્યાં, તલવાર બાજી કરી પરંતુ એ બંન્નેને એક સાથે હરવવા કોઈથી પણ શક્ય ન હતું. સુરવીર યોદ્ધાઓને એક પછી એક પોતાની સાથે ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 8 - અંક 8.3
“અમે ચંદ્રવંશી છીએ અને ચંદ્રવંશીની શપતથી માત્ર ચંદ્રવંશી જ નહીં. પરંતુ, સ્વયં ચંદ્રદેવ પણ બંધાય છે. એટ્લે જો કદાચ ન પણ રહ્યાં તો અમારી શપત નિષ્ફળ નય જાય! તમે બધાજ નિશ્ચિંત થઈ જાઓ.” અને એકદમ સપનું તૂટ્યું.“મહારાજ રાજકુમારીજી આવ્યાં છે.” એક દાસ બોલ્યો.તે વાત સાંભળી દોડતે પગે મદનપાલ અને તેની માતા ત્યાં જઈ પહોંચ્યા જ્યાં રાજકુમારી હતી. હાફતા અને ટૂંકા સ્વરે આંખોમાં આંસુ સારતા “મારી દીકરી!” કહીને તેની માતા તેને ભેટી પડી. થોડીવાર આજુ બાજુમાં જોયાં પછી મદનપાલ બોલ્યો. “સુર્યાંશ અને બાકી બધા ક્યાં?”સુર્યાંશનું નામ સાંભળતા સંધ્યાની આંખોમાં આંસુની એક લાંબી ધાર વહી. પારોએ આગળ આવીને જીદને મદનપાલને સોંપી. ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 9
આખી ચંદ્રવંશી વાંચ્યાબાદ વિનયની આંખોમાં પણ આંસુ આવ્યાં. ગાડીમાં આગળની સીટ પર બેસીને ગાડી ચલાવતો રોમ બોલ્યો. “દરેક વાર્તાનો હ્રદયને શાંતિ આપનારો જ હોય છે. લાગે છે વાર્તા હજું અધૂરી હશે.”રોમના મોંઢામાંથી સરી પડેલા મોંઘાં મોતી જેવા શબ્દો સાંભળીને વિનયે તેના એક હાથથી આંસુ લૂછીને થોડું હાસ્ય કરતું મોં બનાવીને કહ્યું. “હા આ વાર્તાનો અંત પણ હજુ બાકી છે.” અને પાછળ બેઠેલા પંડિત શુદ્ધિનાથન સામે જોયું.એ સમયે પોલીસસ્ટેશન આવી ગયું. વિનય જીપમાંથી નીચે ઉતરી જીપનો નંબર જોઈને બોલ્યો. “આ જીપ તો પોલીસની જ છે. તમે આ ક્યાંથી લાવ્યાં?”નયન બોલ્યો. “એક ભલા પોલીસવાળા એ અમારી મદદ કરી.”“ભલો પોલીસવાળો?” નયન સામે ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 9 - અંક 9.1
“સારું થયું જલ્દી હોસ્પિટલ લઈ આવ્યાં. તેમની હાલત જોઈને લાગે છે, દર્દીએ ઘણા દિવસથી અન્નનો એક દાણો પણ મોં નથી નાખ્યો.” ડોકટર બોલ્યા.રૂમની બહાર ઊભેલા વિનયે અને નયને આ વાત સાંભળી. તે બંને અંદર આવ્યાં. એક બેડ ઉપર જીદ સૂતી હતી. બાજુમાં ઇન્જેક્શન પડ્યું હતું. ત્યાંજ બાટલાનું સ્ટેન્ડ પણ હતું. ગ્લુકોઝના બાટલામાં ઇન્જેક્શનની સોય હતી. બેડ ઉપર પોતાની ચમકને ત્યાગીને સૂતેલા ચંદ્રની ચાંદની જેવી જીદની હાલત ઘણી ખરાબ થઈ ગઈ હતી. આંખોમાં કુંડળી, હાથ અને મોઢું ફિકા પડી ગયા હતા. જીદને આવી સ્થિતિમાં જોઈ વિનય તેની પાસે જઈ બેસ્યો. તેનો હાથ પકડીને બોલ્યો. “પોતાના પર આવતી આફત જોઈને તે ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 9 - અંક 9.2
હોસ્પિટલની બહાર હથીયારથી સજ્જ થઈને સોએક લોકોનું ટોળુ આવીને ઉભું રહ્યું હતું. એ બધાની વચ્ચે એક સફેદ કલરની એમ્બેસેડર અને હળવેકથી બ્રેક લાગી. વિનય આ બધું બારીમાંથી જોઈ રહ્યો હતો. એટલામાં એક કમ્પાઉન્ડર એકદમ દોડીને આવ્યો અને રૂમમાં આવીને અંદરથી બારણું બંધ કર્યું. જ્યોર્જ, શ્રેયા અને બાકી બધા સ્તબ્ધ થઈ ગયા. જીદની આંખોમાં હળવી અસર દેખાણી. વિનય બીજું બધું ભૂલીને તેના તરફ જોવા લાગ્યો. તે બારી છોડી જીદના બેડ પાસે આવ્યો. જીદનો હાથ પકડ્યો તેના હાથને પોતાના બંને હાથ વચ્ચે રાખીને દબોચ્યો. જીદની આંખોમાં હર્ષના આંસુ આવ્યા. તેના ચેહરા પર એક સુંદર મુસ્કાન છવાઈ ગઈ. હવે તેની નજર આજુબાજુના ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 9 - અંક 9.3
“થોડા મહિના પેહલા મારા માણસોને પારો પાસે મોકલ્યા હતા. તેમણે તેને મારા જીવતાં હોવાના સમાચાર આપ્યાં. પરંતુ તે ખુશ બદલે ઉલટાની નિરાશ થઈ. તેમને તેને સાથે આવવા કહ્યું. એ વાત સાંભળી એને ચોખ્ખી ના પાડી દીધી. તેને કહ્યું. “કહી દેજો તમારા આદમને દેશ માં સમાન હોય છે અને માં ને વેહચીને બેહનને સાચવવાનો સ્વાંગ હું સારી રીતે જાણું છું.”તેની વાત સાંભળી મારા માણસો આશ્ચર્યમાં પડી ગયા. તેઓ કાઇજ બોલ્યાં વિના પાછા ફર્યાં. તેમણે મારો સંપર્ક કર્યો અને મને તેની વાત સંભળાવી. વાત તો એની સાચી જ હતી. પરંતુ તે મારી બહેન હતી. એટલે થોડો સમય મેં તેને આપ્યો. પણ ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 10
રડતી માહીને સંભાળતી સાઈના અને આરાધ્યાની આંખોમાં પણ આંસુ વહી રહ્યાં હતાં. પંડિત લાલચી અને લૂચ્ચો જરૂર હતો. પરંતુ, આવું મોત એ એક બ્રાહ્મણના હ્રદયને પીગળાવી ન નાંખે, તો એ બ્રાહ્મણ ન હોય એ કેહવામાં પણ ના નય. તેથી થોડીવાર તે પણ ગમગીન બન્યો. તેના પણ મનમાં વિચાર આવ્યો કે, જાણે અજાણે આ પાપમાં મારો પણ હાથ છે.આવા વિકટ સમયે માહી પોતાનું ભાન ખોઈ બેસે તો મુશ્કેલી ઊભી થઇ જાય. એવું વિચારતી આરાધ્યા આગળ વધી અને રોમને માહીને સમજાવા કહ્યું.“નાનકી મારી નાની બહેન છે, તારો ભાઈ તને કેમ રડવા દે. ચાલ ઉભી થા, તું ભુલ નય કે આપણે બધા ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 10 - અંક 10.1
ॐ श्रां श्रीं श्रौं सः चन्द्राय नमःॐ सों सोमाय नमःॐ ऐं क्लीं सोमाय नमःકેટલાંય પંડિતો ચંદ્રતાલા મંદિરના પ્રાંગણમાં બેસીને મોટા યજ્ઞ કુંડમાં હવન કરી રહ્યાં હતાં. મંદિરના કોટની દિવાલ નીચે મોટો ખાડો કરીને અંદર અગ્નિ પ્રગટાવી હતી. વિનય, જ્યોર્જ, શ્રેયા અને રોમિયો પણ બંધી હાલતમાં ત્યાં આદમના માણસોના ઘેરા વચ્ચે ઉભા હતા. એ સમયે રાહુલ શ્રુતિ અને કોલસાની ખાણના ઇન્ચાર્જ બનેલા પોલીસવાળાને લાવ્યો. આદમ એ બધાની વચ્ચે બેઠો હતો. જીદને મંદિરના ગર્ભગૃહની બહાર ઉભી રાખી હતી. ત્યાં એ ભોંયરામાં જવાનો મંત્રોચારવાળો દરવાજો હતો. તે પથ્થરની બનાવટ જેવો લાગી રહ્યો હતો. જેમાં ચંદ્રવંશીની એ અર્ધચંદ્રાકાર ચાવી અને ચંદ્રવંશીઓનું લોહી રેડતા ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 10 - અંક 10.2
“રોમ તું અહીંયાથી ચાલ્યો જા.” વિનય અંદર આવી પોહચેલા રોમને અટકાવતો બોલ્યો.રોમ, વિનય, જીદ, માહી, સાઈના અને આરાધ્યા તેમજ રાહુલ અને તેના થોડાક માણસો મંદિરના કોર્ટની દિવાલમાં આવેલા ખજાનાના દ્વાર પર ઉભા હતા. વિનય રોમને મનાવી રહ્યોં હતો.“અહીંયાથી ક્યાં જવ! બહાર પણ આ કાળીયાના જ માણસો છે. અને અહીંયા મારાવાળી પણ છે ને.” રોમ મલકાતો બોલ્યો.“તો બહાર કોણ છે?” વિનય બોલ્યો.“શ્રેયા, રોમિયો અને હમણાં વચ્ચે બોલ્યો એ.” રોમ જ્યોર્જ અને શ્રેયા વિશે નથી જાણતો તેથી તેમને અલગ સંબોધતા બોલ્યો.રોમ અને વિનયને દાબ બતાવતો આદમ તેની ભાષામાં બોલ્યો. “વધુ સમય ન બગાડો જલ્દી કરો.”બહાર મંદિરમાંથી ખશેલા પથ્થરની સાથે અંદર પણ ...વધુ વાંચો
ચંદ્રવંશી - પ્રકરણ 10 - અંક 10.3
જીદની આંખમાંથી આંસુ વેહવા લાગ્યા. તે વિનયને સાચવીને તેના બંને હાથ વચ્ચે લઈને ભેટી પડી. પરંતુ તે છરી ન શકી. આગળ વધતા આદમે વિનયની પીઠમાં છરી ઓછી ગરી હતી, તે જોયું. તેના વધતા પેહલા જ રોમે ખુંચેલી છરી બહાર ખેંચી કાઢી. આદમનો સામનો રોમના એકલાથી થાય એમ ન હતું. તેમની સામે રાહુલ પણ કઈ કરી શકે તેવી હાલતમાં ન હતો. તેની ચામડી ધીમે-ધીમે બળ્યાની દુર્ગંધ પણ ફેંકી રહી હતી. પરંતુ તેમ છતાં આદમ કંઈ કમ ન હતો.આદમ એ બધાને પાછળ છોડીને સોનાના એ ઢગમાં જઈ પડ્યો.તેને જોયું કે, આ બધું જ સોનું કોઈને કોઈ આકારમાં હતું. મતલબ કે આ ...વધુ વાંચો