દીવાલો પર આક્રોશ સામસામે એવો પછડાઈ રહ્યો હતો કે જો તેમાં સાચે જ ઘનતા હોત તો આજે ઘર ધ્વસ્ત થઇ જાત. કયારેક વિચાર્યું છે કે આપણને શબ્દો સાંભળ્યા વગર માત્ર અવાજની આપ-લે થી કેવી રીતે ખ્યાલ આવી જાય છે કે કોઈ ઝગડો કરી રહયું છે કે કોઈ જોર જોરથી ગીતો રહયું ? આક્રંદનો પોતાનો સુર હોય છે. 5 મિનિટ સુધી એ ઘર એવા ભયાનક સૂરોથી ગાજતું રહ્યું. ચીસો, તોડફોડ, રુદન.. ધડામમમ …બારણું ખુલવાનો અવાજ.. ખિસકોલીની ચપળ ગતિએ બુટનો અવાજ ઓટલાના બે દાદરા ઉતરી, ગેટની સ્ટોપર ખોલી, કાર ઓપન કરવાનો ટિન્ટ ટિન્ટ અવાજ કરી કારના સ્ટાર્ટરના અવાજ સુધી પહોંચ્યો અને સ્પીડથી હંકારી ગયેલી કારના ટાયર ઘસવાથી થયેલા અવાજમાં ઉડી ગયો.
પારણું - 1
એક પુરુષની પિતૃત્વ સુધીની અંતરયાત્રા અને તેમાં તેને મદદ કરતા લોકોના જીવનના સંઘર્ષની વાર્તા. ...વધુ વાંચો
પારણું - 2
પ્રકરણ 2 : 'બાલભવન' ની મુલાકાત “બાલભવન”- આ શબ્દ આખો દિવસ વિજયને અકળાવી રહ્યો. ગઈ રાત વાળી કાર છે ને? તેના પૈડાં આપોઆપ બાલભવન પાસે જઈને ઉભા રહ્યાં. વિજય ગાડીમાંથી ઉતરીને કેટલીય વાર સુધી બાલભવન ને જોઈ રહયો. આછા પીળા રંગનું અને લીલી બારીઓ વાળું એ બિલ્ડીંગ. સારી આવે હરિયાળી હતી બિલ્ડીંગની આસપાસ. નાનકડો પણ ખુબ સારી રીતે માવજત કરેલો બગીચો. બહુ મોટું નહિ પણ દેખાઈ આવે એ રીતે સફેદ રંગના પેઇન્ટમાં લાલ અક્ષરથી લખેલું “બાલભવન”. તેની બરાબર જમણી બાજુએ એક પારણું મૂકેલું હતું. તેની પાછળની દીવાલ પર બરાબર સામે સોનેરી અક્ષરમાં એક વાક્યકંડારેલું હતું – “શીશુ ઈશ્વરની ...વધુ વાંચો
પારણું - 3
પ્રકરણ 3 : "વિજય તૈયાર છે?" વિજય અને હેતા હવે અવારનવાર સવારે જ્યુસ સેન્ટર પર મળવા લાગ્યા. ત્યાંજ પ્લાન બની જતો. હેતા કોઈ ને કોઈ બહાને વિજયને બાલભવન બોલાવતી. ક્યારેક કોઈનો બર્થડે, ક્યારેક ગેમ્સ ઇવનિંગ, ક્યારેક અમસ્તું જ. વિજય હવે બાળકો સાથે ઘણો સમય પસાર કરવા લાગ્યો હતો. વિજયને મિષ્ટી સાથે ભારે લગાવ થઇ ગયો. થોડા દિવસો પછી તે લગભગ રોજ તેને મળવા આવતો. હવે તેને હેતા ના બહાનાઓની જરૂર રહી ન હતી. હવે તેની પાસે કારણ હતું. મિષ્ટી - તેને આ 5 વર્ષની ઢીંગલી જેવી બાળકીની માયા લાગી ચુકી હતી. તેની કાલી કાલી વાતો સાંભળ્યા વિના તેનો ...વધુ વાંચો
પારણું - 4
પ્રકરણ 4: ઋણાનુબંધ કાવ્યા જયારે ઘરે આવી રહી હતી તેની ખુશીનો કોઈ પાર ના હતો. તે વારે વારે આભાર માની રહી. જોકે તેના મનના એક ખૂણામાં હજી પણ આશંકાઓ હતી. વિજય ને બાળકો પસંદ ન હતાં તેની પાછળ નું કારણ હેતાને ખ્યાલ ન હોય પણ પોતે તો જણાતી હતી કે તેના મૂળ કેટલા ઊંડા છે. આ કોઈ પુરુષ સહજભય કે જવાબદારીઓથી ભાગવા વળી વાત ન હતી. તેનું કારણ વિજયના બાળપણથી જોડાયેલું હતું. વાત એમ હતી કે વિજયના પિતાજી એક ખુબ પ્રચલિત રિયલ એસ્ટેટ કંપની ચાલવતા. મોટેભાગે દિલ્હી અને કેટલાક કામો તો વળી દુબઈમાં પણ હતા. વિચારથી ખુબ મોડર્ન ...વધુ વાંચો