‘अहमदाबाद से आने वाली गुजरात मेल प्लेटफार्म नंबर 6 पर आ गई है’ અરે.. અરે.. આ તો ટ્રેનનો સફર પૂરો થયો છે. ટ્રેનની મુસાફરી પછી તો અહીં મારો સફર શરૂ થાય છે. સામાન્ય રીતે શુભ કાર્ય શંખનાદથી થાય છે, પણ મારા આ નવા સફરનો શંખનાદ અમદાવાદથી શરૂ થતી ગુજરાત મેઈલ દ્વારા કરવામાં આવ્યો હતો. સવારના 6 વાગ્યા આજુબાજુનો સમય હતો. આંખ ખુલતાની સાથે લોકલ ટ્રેનના અવાજથી ધમધતું સ્ટેશન દેખાયું. જે શહેરની રોનક લોકલ ટ્રેનના અવાજથી વધતી હોય એ શહેરનો પરિચય આપવાની જરૂર લાગતી નથી. કેમ કે, આ તો, ભારતની ઓળખાણ છે.
સફર માયાનગરીનો - ભાગ 1
‘अहमदाबाद से आने वाली गुजरात मेल प्लेटफार्म नंबर 6 पर आ गई है’ અરે.. અરે.. આ તો ટ્રેનનો સફર થયો છે. ટ્રેનની મુસાફરી પછી તો અહીં મારો સફર શરૂ થાય છે. સામાન્ય રીતે શુભ કાર્ય શંખનાદથી થાય છે, પણ મારા આ નવા સફરનો શંખનાદ અમદાવાદથી શરૂ થતી ગુજરાત મેઈલ દ્વારા કરવામાં આવ્યો હતો. સવારના 6 વાગ્યા આજુબાજુનો સમય હતો. આંખ ખુલતાની સાથે લોકલ ટ્રેનના અવાજથી ધમધતું સ્ટેશન દેખાયું. જે શહેરની રોનક લોકલ ટ્રેનના અવાજથી વધતી હોય એ શહેરનો પરિચય આપવાની જરૂર લાગતી નથી. કેમ કે, આ તો, ભારતની ઓળખાણ છે, જ્યાં લોકોના સપનાની સવાર થાય છે, જ્યાં કંઈક કરી ...વધુ વાંચો
સફર માયાનગરીનો - ભાગ 2
જ્યારે તમે વિચારતા હો કે, હું એક ફોન કરીશ અને મારી સમસ્યાનું સમાધાન મળી જશે... એવા સમયે સામેના વ્યક્તિના ઓપરેટર આવું બોલે: The person you are calling is currently unavailable to take your call. तुम्ही ज्या व्यक्तीला कॉल करत आहात ती सध्या तुमचा कॉल घेण्यासाठी उपलब्ध नाही. સવારે ભલભલાની ચાનો ટેકો નીચે ઉતરી જાય. તેમાં પણ મને સવારની ચા-કોફી મળી નહોતી. હું મારી કંપનીના HR ને વારંવાર ફોન કરી રહ્યો હતો, પરંતુ મને આ બે લાઇનથી વધુ કંઈ સાંભળવા મળતું નહોતું. એક બાજુ વરસતો વરસાદ અને બીજી બાજુ શાક માર્કેટની ધમધમાટ. અધૂરામાં પૂરું આ મારી હાયરિંગ પ્રોસેસ પૂર્ણ કરનાર ...વધુ વાંચો